SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી હૈ દીક્ષા મુહૂર્ત–મીમાંસા લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી—ધુરંધરવિજયજી દીક્ષા મુહૂર્તના ઉલ્લેખ એ દિવસ ફરી ઊગ્યો જ નથી. આ વિષમકાળમાં એ એક જ દિવસ એવો હતો કે જે દિવસે શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ (ચાંગદેવ)ને દીક્ષા અપાવી. તે દિવસની જ એવી મહત્તા હતી કે જેના પ્રભાવે વિષમ સંયોગે પણ સાનુકૂળ બન્યા. ગ્રંથમાં તે દિવસ અંક્તિ થયો છે. તે દિવસ માઘ શુકલ ચતુર્દશીનો હતો. માઘ માસ એટલે પવિત્ર માસ. ધાર્મિક માણસો અનેક પવિત્ર ધર્મક્રિયા એ માસમાં કરે. તેમાં પણ ૧૦ની પર્વતિથિ. તે દિવસે શનિવાર હતે. એક તો દીક્ષા-વ્રતગ્રહણ વગેરેમાં શનિવાર સર્વોત્તમ છે. શનિ એ દીક્ષાગ્રહ છે ને તેમાં પણ ૧૪ ને શનિવાર એટલે સિદિગ. સંભળાય છે, કે “ માતા સિત્ત, સર્વત્તાત્રા ચાચા એટલે માસ, તિથિ, વારનો સુન્દર યોગ તે દિવસે થયો હતો. તે દિવસે પુષ્ય નક્ષત્ર હતું. પુષ્ય નક્ષત્રમાં દીક્ષા વિધિ વિહિત છે. દિનશદ્ધિમાં શ્રી રતનશેખરસૂરિજી મહારાજે દક્ષા ને પ્રતિષ્ઠાના નક્ષત્રે જણાવતાં પુષ્યને પણ ગણવેલ છે. ' हत्थणुराहासाइ, सवणुत्तरमूलरोहिणी पुस्सा ।। रेवइपुणवसु इअ दिक्खपइटा सुहा रिक्खा ॥ १२५ ॥ પુષ્ય નક્ષત્રનો ચન્દ્ર એટલે કર્ક રાશિને ચન્દ્ર હતો. કર્ક એ ચન્દ્રની પિતાની રાશિ છે. તેથી ચન્દ્ર સ્વગૃહી હતો. સૂર્ય ઘનિષ્ઠા નક્ષત્રને ને કુંભ રાશિમાં હતો. સૂર્યથી ચન્દ્ર ૧૩મા નક્ષત્રમાં હતા. તેથી તે દિવસે ૧૩ રવિયોગ હતો. જ્યોતિષ ગ્રંથમાં રવિયેગની ખૂબ મહત્તા વર્ણવી છે. ગમે તેવા અવગને રવિયેગ દૂર કરે છે. દીક્ષા લગ્ન વૃષભ હતું, બ્રાહ્મ મુદતું હતું ને લગ્નકુંડલીમાં ગ્રહો બલવાન બનીને રહ્યા હતા. દીક્ષા સમય સૂર્યોદયથી છ કલાક પછીનો હતો. એ પ્રમાણે તે દિવસના જ્યોતિષ ચક્રની સ્થિતિ હતી. આ હકીકતનો ઉલ્લેખ બે સ્થળે ઉપલબ્ધ થાય છે. એક તો શ્રી જયસિંહસૂરિજી કૃત કુમારપાલભૂપાલચરિત્રમાં અને બીજે શ્રી પ્રભાચન્દ્રસૂરિજીરચિત પ્રભાવકચરિત્રમાં. તે બને ઉલેખ નીચે પ્રમાણે છે. (१) माघमासस्य धवले, पक्षे चातुर्दशेऽहनि ॥ रोहिण्यां शनिवार च, रवियोगे त्रयोदशे ।। સૉતે, કૃપાને ગુમૅરા || (કુ. ભૂ.ચરિત્ર) (२) माघे सितचतुर्दश्यां, ब्राह्मे धिष्ण्ये शनेर्दिने । घिण्ये तथाष्टमे, धर्म-स्थिते चन्द्रे वृषोपगे ॥ જીને વૃક્ષત રાવું–થિતયોઃ સૂર્યમીમયો: II (પ્ર. ચરિત્ર) આ બને ઉલેખોમાં ઘણીખરી હકીકત મળતી છે. પણ મુહૂર્ત જણાવવાની ખૂબી For Private And Personal Use Only
SR No.521626
Book TitleJain_Satyaprakash 1946 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy