________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનંદ શ્રાવક ક્ષત્રિય હતા?
=[એક વિચારણા ] === લેખક શ્રીયુત ફત્તેહચંદ વિઠ્ઠલદાસ બેલાણી શ્રીયુત ગોપાળદાસ પટેલે લખેલી “મહાવીરકથા 'માં એક ફકરો મેં વાંચ્યો ત્યારે શું આનંદ શ્રાવક ક્ષત્રિય હતા ? આ પ્રશ્ન થઈ આવ્યો. એ ફકરો આ પ્રમાણે છે:
વાણિજ્યગ્રામની પાસે ઈશાન ખૂણામાં કલ્લાક નામે સન્નિવેશ હતો. તેમાં આનંદના મિત્રો, જ્ઞાતિઓ અને સગા સંબંધીઓ રહેતા હતા. અર્થાત આનંદ ગૃહપતિ જ્ઞાતૃવંશી ક્ષત્રિય હતે. અને જેન હોવાને કારણે વેપારવણજ વગેરે વૈશ્યવૃત્તિથી વર્તતો હતો. ભગવાન મહાવીર પણ તે જ વંશનાં તથા તે જ સ્થળના હતા એ વસ્તુ યાદ દેવડાવવાની જરૂર ભાગ્યે જ હોય.”
–મહાવીરકથા, પૃ. ૨૮૯ 'ઉપરનો ફકર વાંચીને મનમાં પ્રશ્ન ઊઠયો કે “આનંદ શ્રાવક ખરેખર ક્ષત્રિય હતા?”
જો કે કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા કરવી જ જોઈએ એ જરૂરી નથી. પણ એક પ્રશ્ન જ્યારે સામે આવીને ઊભો રહે છે ત્યારે તેની ગષણું કે સામાન્ય નિર્ણય જાણવા, વિચારવાની જિજ્ઞાસા મનમાં ઊઠે છે. એટલે “ઉપાસક દશા” નાં પાનાં તપાસ્યાં તેમાં નાદાર તો આનંદના નામ સાથે ઠેકાણે ઠેકાણે લખ્યું છે. પણ એ “ઘ નાહાવરૂ’ કયાંના રહેવાસી હતા એ વિચારવા માટે પણ થોડાં વાકયો આ પ્રમાણે છે –
"तत्थ णं वाणियगामे नयरे आणंदे नाम गाहावइ परिवसइ ।" "जेणेव वाणियगामे नयरे કળેવ તે દિ ....* ___" एवं खलु अहं वाणियगामे नयरे बहूर्ण राईसर....जाव सयस्स वियणं कुटुंबस्स जाव आधारे....तं मित्त(नाइ-नियम-सथण संबंधि) जाव जेदुपुत्तं आपुच्छित्ता कोल्लाए सन्निवेसे નાગતિ સારું...”
तएणं से आणंदे समणोवासए जेटुपुत्तं मित्तनाई आपुच्छित्ता सयामो गिहाओ पडिणिक्खमित्ता जेणेव कोल्लाए सन्निवेसे, जेणेव नायकुले,जेणेव पोसहसाला,तेणेव उवागच्छइ ... સારું મગફ ”
तत्थ णं कोल्लाए सन्निवेसे आणंदस्स गाहावइस्स बहुए मित्त-नाइ-नियय-सयणसंबंधि રિનને પરિવા ?
આ સૂત્ર ઉપર વિચાર કરીએ તે પહેલાં વૈશાળીની ભૌગોલિક પરિસ્થિતિને ખ્યાલ કરે જરૂરી છે.
વૈશાળી મહાનગરી હતી અને કમરગ્રામ, વાણિજ્યગ્રામ, કેલક સન્નિવેશ, ક્ષત્રિય કુંડ, બ્રાહ્મણકુંડ, વગેરે વૈશાળીનગરીનાં જુદાં જુદાં પરાં હતાં. વચમાં ગંડકી નદી વહેતી હતી. કેટલાંક પરાં ગંડકી નદીને આ કાંઠે હતાં તો કેટલાક પરાં તેને બીજે કાંઠે હતાં. નદીને પાર કરીને એકબીજા પરામાં જઈ શકાતું હતું; જેમ આજે અમદાવાદ શહેર અને તેના પરારૂપે જૈન સોસાયટી, માદલપુર, પાલડી, બ્રહ્મક્ષત્રિય સેસાયટી, ગોમતીપુર, શ્રીમાળી
For Private And Personal Use Only