________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૨ સોસાયટી, મહાવીર સોસાયટી વગેરે. અને સાબરમતી પાર કરીને એક બીજે ઠેકાણે જઈ શકાય છે તેમ.
હવે, “ઉપાસક દશાનાં સૂત્રો ઉપરથી એટલું તાત્પર્ય કાઢી શકાય છે કે –
આનંદ ગાહાવઈ વાણિજ્યગ્રામમાં રહેતા હતા. તેનાં ઘરબાર પુત્રપરિવાર, સગા સંબંધીઓ વાણિજયમાં હતાં. કલાકમાં પણ તેના સગા સંબંધીઓ હતાં. પણ છેલ્લામાં તેના ઘરબાર હોવાનો ઉલ્લેખ નથી. પિષધશાળા જ્ઞાતૃકુળની હતી અને કાલ્લામાં આવે છે ત્યારે જ્ઞાતૃકુળનો નિર્દેશ કરે છે.
શ્રીયુત ગોપાળદાસભાઈના ફકરામાંથી પ્રશ્નો એ ઊઠે છે કે – ૧. આણંદનાં સગાસંબંધીઓ કોલ્લાકમાં રહેતાં હતાં માટે તે ક્ષત્રિય હતો?
જો એમ જ હોય તો તેનાં ઘરબાર, પુત્ર પરિવાર, સગાસંબંધી, વાણિજ્યવ્યાપાર તે વાણિજ્યગ્રામમાં હતો તો તે વણિક શા માટે ન મનાવો જોઈએ? અને છેલ્લાકમાં તો એનું ઘર પણ નથી.
૨. આણંદનાં સગાસંબંધીઓ કલાકમાં રહેતાં હતાં માટે તે કેલ્લાકને મૂળ રહેવાસી હતો? જે કોલ્લાકમાં સગાસંબંધીઓ હોવા માત્રથી જ એ કલ્લાકને રહેવાસી કે ક્ષત્રિય મનાય તો તો અર્થ એ થયો કે -
હું અમદાવાદનો રહેવાસી હોઉં અને મારા સગાસંબંધી સોસાયટી કે બીજા શહેરમાં હોય તો હું અમદાવાદનો મટી બીજા શહેરને રહેવારી અને બીજી જ્ઞાતિનો પણ મનાઈ શકું. પણ એ વાસ્તવિક માની શકાય છે? વળી મારાં ઘરબાર અમદાવાદમાં પણ હોય અને બીજે સ્થળે પણ હોય એટલા ઉપરથી હું અમદાવાદને મટી બીજા શહેરને બની શકુ ? તો કેવળ સગાસંબંધીઓ બીજા શહેરમાં કે બીજા પરામાં રહેવા માત્રથી આનંદને બીજી જ્ઞાતિનો પણ માની લે એ વિચારવા જેવો પ્રશ્ન છે.
૩. કલ્લાક ક્ષત્રિયોનો વાસ કહેવાતો હતો એટલે ત્યાં બીજા કોઈ રહી જ ન શકે? અથવા રહેતા જ નહોતા ? અને જે બીજા રહેતા હતા તે બધા ક્ષત્રિયો જ હતા એટલું બધું માની લઈ શકાય ખરું?
કાઠિયાવાડ કાઠીઓનું હતું એટલા માટે કાઠિયાવાડમાં કાઠી ગરાસિયા સિવાય બીજા રહેતા નહોતા ? અથવા રહેતા નથી ? વરતેજ ગરાસિયાનું ગામ કહેવાય છે એટલે વરતેજમાં ગરાસિયા સિવાય બીજી કોમ રહેતી નથી? બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં એકલા બ્રહ્મક્ષત્રિયો જ રહી શકે અને બીજા ન રહી શકે? અથવા રહેતા નથી? અથવા બીજા જે કોઈ રહેતા હોય તેમને બ્રહ્મક્ષત્રિય જ માની લેવા જોઈએ ?
૪. વાણિજ્યગ્રામમાં આણુદે જેમ રાશિ અને રથા નિહામ જેવો ઉલ્લેખ કર્યો છે એવો ઉલ્લેખ કલ્લાકને વિશે કર્યો નથી. ઉલટું કલ્લાકના વિષયમાં તો નાગરિ અને જાય છે એવો વ્યવચ્છેદ કર્યો છે. આ વ્યવચ્છેદથી એ સ્પષ્ટ થઈ જતું નથી કે તે પિતે નાય (જ્ઞા) કુળથી ભિન્ન છે?
૫. અગર એ કલ્લાકનો રહેવાસી હોત તે આવા મોટા વ્યાપારી કે જેને ત્યાં ૫૦૦ હળ, હજારે ઢોરઢાંખર અને લાંબી મોટી જાગીર હતી તેણે પિતાના જ ગામમાં પિતાનું ઘર-ખેરડું ન બનાવ્યું હેત ? આ તે એક સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે,
For Private And Personal Use Only