________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ]
ઇંદુદ્દત
[ ૧૦૫ પૂ. શ્રી વિનયવિજયજી મહારાજનો ચારિત્રપર્યાય ઓછામાં ઓછો ૫૦ વર્ષનો હતો, તે તેમના બનાવેલ ગ્રન્થના સંવત ઉપરથી જાણી શકાય છે, ને તેથી તેમનું આયુષ્ય આશરે પોણસો વર્ષ ઉપરનું હોવું જોઈ એ એમ લાગે છે.
તેમનો વિહાર મોટે ભાગે ગુજરાત--મારવાડ ને માળવામાં હતો. આ “ઇન્દુદૂત” કાવ્ય લખ્યું ત્યારે તેઓશ્રી મારવાડમાં આવેલા જોધપુર નગરમાં ચતુર્માસ હતા. “ઈન્દુતને પરિચય
પ્રથમ શ્લોકમાં મંગલ અને પ્રતિજ્ઞા કરી પછી છ લોકમાં જોધપુર નગરનું સુન્દર વર્ણન કરેલ છે. આઠમા શ્લોકમાં પિતે ત્યાં ચતુર્માસ રહ્યા છે ને ભાદ્રશુકલા પૂર્ણિમાને દિવસે ચન્દ્રમાને દેખે છે. ૯મા શ્લોકથી ૭૦મા શ્લોક સુધી ૨૨ શ્લોકમાં ચન્દ્રમાનું સ્વાગત,કુશલપ્રશ્ન,દૂરદૂરથી આવેલા વિશ્રામ લેવાનું કથન,તેનું ને તેના પરિવારનું પરોપકાર-- પરાયણ વણન વિશદ રીતે કરેલ છે. ૩૧મા શ્લોકમાં ગન્તવ્ય સ્થળનો નિર્દેશ કરેલ છે. ૩૨માથી ૮૫માં શ્લોક સુધી માગવર્ણન છે. જોધપુરથી સુરત સુધીના માર્ગનું આ વર્ણન ભૌગોલિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વનું છે. આજે પણ એ માર્ગ અવરજવર કરાય છે. માર્ગમાં સુવર્ણગિરિ, જાલોર, સિરોહી, આબુ, અચલગઢ, સિદ્ધપુર, અમદાવાદ, વડોદરા ને ભરૂચ થઈને સુરત જવાનું સૂચવ્યું છે. તે ઉપર જણાવેલ સર્વ સ્થળોનો સુન્દર પરિચય કરાવ્યો છે, જે એતિહાસિક દષ્ટિએ ઉપયોગી છે. આમાં સ્થળે સ્થળે કાવ્ય છટા તરવરે છે.
ત્યારબાદ સુરતના સીમાપ્રદેશનું વર્ણન ૮૫મા શ્લોકથી શરૂ થાય છે. ૯૩મા શ્લોક સુધી તે છે. ૯૪માં લેકમાં સુરતના કિલ્લાનું વર્ણન છે. ૯૫મા શ્લેકમાં ગોપી નામના સરોવરનું વર્ણન છે. ૯૬માથી ૧૦૦મા સુધી પાંચ લોકમાં સુરતનું સુન્દર વર્ણન છે.
પછીથી સાત શ્લોકમાં ગોપીપુરના ઉપાશ્રયનું, તેમાં વ્યાખ્યાનશાળા--સિંહાસન-પાદપીઠ વગેરેનું વર્ણન છે. ત્યારબાદ ૧૪ શ્લોકમાં પૂજ્ય શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજનું ભકિતપૂર્ણ વર્ણન છે. પછીથી પાંચ શ્લોકમાં તે પૂજ્યશ્રીનાં દર્શન કરી પા૫પંક પ્રક્ષાલન કરવા તે પૂજ્યશ્રીના ગુણગાન શ્રવણ કરવા, અને એકાન્ત સમય જોઈને સન્ડેશ જણાવવા ચન્દ્રમાને સૂચન કરેલ છે. છેવટના પાંચ શ્લેકમાં વિજ્ઞપ્તિ છે. મેઘદૂતને ઈન્દૂતરનું સામ્ય
એક તો “મેઘદૂત” અને “ઈન્દૂત” એ બન્ને એક જ છન્દમાં છે--બનેમાં મન્દાક્રાન્તા છન્દ છે. મેદદૂત’ની માફક “ઈન્દુદૂત'માં પણ પ્રસંગે અર્થાન્તરન્યાસની સુન્દર ઘટના કરવામાં આવી છે. કેટલેક સ્થળે ભાવસામ્ય સુન્દર યોજાયેલ છે, જેમ કે –
आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसार्नु वप्रक्रीडापरिणतगजप्रेक्षणीयं दृदर्श ॥२॥ (मेघदूत) साघुः सैष प्रहरचिगमे भाद्रराकारजन्याः प्राचीशैलोपरिपरिगतं शीतरश्मिं दृदर्श ॥८॥ (इन्दुदन) प्रीतः प्रीतिप्रमुखवचनं स्वागतं व्याजहार ॥४॥ (मेघदूत) ...कान्तं तमिति रजनेः स्वागतं व्याजहार ॥९॥ (इन्दुदत) याश्चामोघा वरमधिगुणे नाधमे लब्धकामा॥६॥ (मेघदूत) याञ्चाभंगे भवति लघुता नैव सा किन्त्वमुष्य ॥२७॥ (इन्दुदत)
For Private And Personal Use Only