________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ ઇત્યાદિ. માર્ગવર્ણન માર્ગમાં આવતાં સ્થળાનો સુન્દર પરિચય તે સર્વ મેઘદૂત સરખો જ છે.
એ સર્વ છતાં કપના ને યોજના ગ્રન્થકારની સ્વતંત્ર છે. મેઘદૂત ગારિક છે ને આ ભકિતપૂર્ણ છે. છતાં વાંચતા “મેઘદૂતીથી જરી પણ અ૮૫ આનન્દ થતા નથી એ કવિની વર્ણન કરવાની ખૂબી છે. ઈન્દુત'નું પ્રકાશન
આ “ઈન્દુત’ સૌથી પ્રથમ નિર્ણયસાગર પ્રેસમાં મુદ્રિત કરાવીને પાંડુરંગ જાવજીએ કાવ્યમાલના ૧૪મા ગુચ્છમાં પ્રકાશિત કરેલ છે. તે ઘણું જ અશુદ્ધ છપાયેલ છે. સંપાદક જૈનધર્મથી વિશેષ પરિચિત નહીં હોવાને કારણે ગ્રન્થકર્તાનું નામ પણ જાણી શકેલ નથી ને તે જ કારણે કાવ્યની નીચે એક ટિપ્પણ કરેલ છે કે
एतद्ग्रन्थकर्तुर्नाम ग्रन्थदर्शनेन तु स्फुटं नोपलभ्यते पुस्तकमप्यस्याष्ट पत्रात्मकमेकं प्रायोऽशुद्धमुपलब्धम् ।
બીજું આત્માનન્દ સભા તરફથી પ્રસિદ્ધ થયેલ વિજ્ઞપ્તિત્રિવેણુ'ની પ્રસ્તાવનામાં આ કાવ્યને સુન્દર પરિચય આપવામાં આવ્યો છે.
ને ત્રીજું જૈન સાહિત્યવર્ધક સભા તરફથી ટૂંક સમયમાં પ્રકાશ કામની ટીકા સાથે સારા રૂપમાં પ્રકટ થનાર છે.
તેને આપવાદ અને મહત્ત્વ તો તે કાવ્ય જેવાથી જ ખબર પડે. રસિકો તેને વાંચે, વિચારે ને કાવ્યકર્તાની જેમ ગુરુભકિત કેળવે એ જ અભિલાષા. રામનગર સાબરમતી, સં. ૨૦૦૨ના ભાદ્રપદ શુકલ નવમી, ગુરુવાર.
મૃગાપુત્રનો વૈરાગ્ય
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી સુશીલવિજયજી ૧ જન્મ, લગ્ન અને જાતિસ્મરણ જ્ઞાન
સ્વર્ગ સમ ભાસતું, નંદનવન સમ ઉદ્યાનેથી દીપતું, રાજમહેલ અને હવેલીઓથી શોભતું, વળી દેવાલયો અને ધર્મસ્થાનકેથી ગૌરવવંતુ અને ધન ધાન્યાદિકથી ભરપૂર એવું સુગ્રીવ નામનું પ્રસિદ્ધ નગર હતું. ત્યાં પ્રજાપ્રિય જૈનધમી બળભદ્ર નામે બળવાન રાજા રાજ્ય કરતો હતો. તેને શિલાદિ ગુણોથી અલંકૃત જૈનધર્મપરાયણ મૃગાવતી નામે પટ્ટરાણ હતી. મૃગાવતીએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. રાજાએ પુત્રજન્મોત્સવ ઉજવી પુત્રનું નામ બળથી પાડ્યું, પણ લોકમાં એ મૃગાપુત્ર તરીકે પ્રસિદ્ધિ પામ્યો. બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતો મૃગાપુત્ર કુમાર અવસ્થાને પામ્યો. અને વિદ્યા અને પુરુષની બહેતર કળા વગેરેમાં પ્રવીણ બન્યો. યુવાઅવસ્થા પ્રાપ્ત થતાં મૃગાપુત્રને બત્રીસ રાજકન્યાઓ સાથે પાણગ્રહણ કરાવ્યું. દોગંદક દેવની જેમ રાજમહેલમાં ભોગ વિલાસ ભોગવતો, નાટક-ચેકટ નીરખતો, બત્રીસ રાજકુમારીઓને ભરથાર મૃગાપુત્ર ધર્મનું આરાધાન કરતો વર્ષો વીતાવી રહ્યો છે.
For Private And Personal Use Only