________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
( [ વર્ષ ૧૧ પૂ. વિનયવિજયજી મહારાજે આ “ઈન્દુદૂત” કાવ્યદ્વારા આચાર્ય મ. પ્રત્યેની પોતાની પૂર્ણ ભકિત વ્યકત કરી છે. કાવ્યકલા માટેના અન્ય પ્રયોજનો તો “ઈન્દુદૂત'ની રચનામાં છે જ. ઈન્દુત'ના રચયિતા
આ કાવ્યકા કર્તા ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજ છે. ન્યાય, વ્યાકરણ, સાહિત્યને આગમ એમ ચાર પ્રકારની વિદ્યામાં તેઓશ્રી પ્રવીણ હતા. તે તે વિષયના તેઓશ્રીએ અનેક ગ્રન્થ ગૂંથા છે. તેમની કવિત્વશકિત રોચક ને ગંભીર હતી. તેમણે અનેક દૂતકાવ્યો લખ્યાં છે, જેમાં ઈદૂત’ મુખ્ય છે. સંસ્કૃત, પ્રાકૃત ને ગુજરાતી એમ ત્રણે ભાષામાં સુન્દર પદ્યરચના તેઓશ્રીને હસ્તગત હતી. જયદેવ કવિના ગીતગોવિન્દને મળતું શાન્તરસના અખલિત પ્રવાહને વહેવરાવતું “શાન્તસુધારસ કાવ્ય તે તેમની અપૂર્વ કાવ્ય કૃતિ છે. તેમની કૃતિઓ મોટે ભાગે લોકભોગ્ય છે. આજ પણ જનતા તેમની કૃતિએનું રસપૂર્વક પઠન-પાઠળ અને વાચન કરે છે.
શ્રેષ્ઠી તેજપાલ અને સતી રાજશ્રીના તેઓ પુત્ર હતા. તેમણે બાલ્યવયમાં દીક્ષા ગ્રહણ કરી હતી. મહોપાધ્યાય શ્રી કીતિવિજયજી મહારાજ તેમના ગુરુ હતા. તે સમયના મહાતાકિક શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજને તેમના પ્રત્યે સ્નેહભાવ હતો એટલું જ નહીં પણ પૂજ્યભાવ પણ હતો. ગ્રન્થલેખનમાં એક બીજાનો પૂર્ણ સહકાર રહેતો ધર્મ પરીક્ષા જેવો, શાસ્ત્રીય ગંભીર વિષયોને આગમ ને યુક્તિથી વિશદ કરતો, એક મહાગ્રન્થ ઉપાધ્યાયજી મહારાજે રચ્યો છે. તેમાં તેમણે પૂર્ણ મદદ કરી હતી, જે માટે ઉપાધ્યાયજી મહારાજ પોતે જ તે ગ્રન્થની પ્રશસ્તિમાં જણાવે છે:
महोपाध्यायश्रीविनयविजयश्चारुमतिभिः ___ प्रचक्रे साहाय्यं तदिह घटनासौष्ठवमभूत् ॥ प्रसपत्कस्तूरीपरिमलविशेषाद् भवति हि,
प्रसिद्धः शंगारस्त्रिभुवनजनानन्दजननः ॥१॥ એ સિવાય તેમની “શ્રી શ્રી પાલરાસ” નામની કૃતિ અધૂરી હતી તે ઉપાધ્યાયજી મહારાજે પૂર્ણ કરી હતી, તે હકીકત પ્રસિદ્ધ જ છે. રાસની પ્રશસ્તિમાં ઉપાધ્યાયજી મહારાજે પોતે તેમને માટે જે લખેલ છે તે તે બન્ને વચ્ચેના સમ્બન્ધને સમજવા માટે ને તેમના ગૌરવને માટે પૂરતું છે—
સુરિ હરિગુરુની કીતિ, કીતિ-વિજય ઉવજઝાયાજી, શિષ્ય તાસ શ્રી વિનયવિજયવર, વાચકગુણ સહાયાજી; વિદ્યા વિનય વિવેક વિચક્ષણ, લક્ષણ લક્ષિત દેહાજી, સૌભાગી ગીતારથ સારથ, સંગત સખર સનેહા.
તાસ વિશ્વાસભાજન તસ પૂરણ, પ્રેમ પવિત્ર કહાયાજી, શ્રી નવિજયવિબુધ પયસેવક, સુજસવિજય ઉવજઝાયાજી; ભાગ થાકતો પૂરણ કીધો, તાસ વચન સંકોજી, તેણે વળી સમકિત દષ્ટિ નર, તેહ તણે હિત હેતેજી.”
For Private And Personal Use Only