________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ]. ઇદુદ્દત
[ ૩૦૩ स्वस्तीति बीजं जिनवर्णनं च, मूलं पुरीवर्णनमेव शाखाः । पुष्पाण्युदन्ता गुरुवर्णनं च, फलं लसल्लेखसुरद्रुमेऽस्मिन् ॥ लेखो हि प्रायः पिशुनेभ्यो रक्षणा: सज्जनेभ्यश्च दर्शनीयः ।
દૂતકાવ્ય લખવાની પ્રણાલિ કાળજૂની છે. મહાકવિ કાલિદાસ પૂર્વનાં પણ દૂતકાવ્ય ઉપલબ્ધ થાય છે. તો પણ દૂતકાવ્યો લખવાનો વિશેષ પ્રચાર મહાકવિ કાલિદાસ પછી થયો છે. મહાકવિ કાલિદાસનું “મેઘદૂત” આજ પણ દૂતકાવ્યમાં પ્રથમ સ્થાન અનુભવે છે. મેઘદૂતની પાદપૂર્તિરૂપે પણ અનેક કાવ્યો રચાયાં છે.
આ “ઇદૂત - એક ધર્મલેખ છે. તેની રચના મેઘદૂતને મળતી છે. આગળ ઉપર તેનું સામ્ય બતાવવામાં આવશે.
દૂતકાવ્યોમાં દૂત તરીકેની પસંદગી મોટે ભાગે ગગનવિહારિઓની કરવામાં આવે છે. ઘણુંખરું પક્ષિઓ, પવન, ભાનુ, ચન્દ્ર, મેઘ વગેરે હોય છે. મન-ચિત્ત પણ દૂત કરાય છે. વસ્તુસ્થિત્યા જે શીઘે જઈ શકે તે દૂત કરાય છે. ઈદૂત”નું રચનાબાજ
જિનવર--ગણધર ભગવંતોના વિરહે અહંત સામ્રાજ્યના સમ્રાષ્ટ્ર આચાર્ય મહારાજાઓ છે. શાસનનું સુકાન સૂરિ ભગવંતોના હાથમાં છે. નાયકની કૃપાદૃષ્ટિ ઉપર અનુયાયના વિકાસને આધાર છે. વિનીત અનુયાયિઓ ઉપર નાયકોની કૃપા સહજ રહે છે. અઢારમી સદીના પૂર્ણ પ્રતાપી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજની કૃપા સમ્પાદન કરવા ‘ઇદૂત” રચાયેલ છે.
પ્રસંગ એમ હતો કે તપાગચ્છની પાટે પૂજ્ય શ્રી વિજયહીરસૂરિજી મહારાજ પછી પૂજ્ય શ્રી વિજયસેનસૂરિજી મહારાજ આવ્યા. ત્યાર બાદ તપાગચ્છમાં કેટલાએક અરસપરસના વિરોધને અંગે બે શાખા પડીઃ મૂળ ચાલી આવતી શાખામાં પૂ. વિજયસેનસૂરિજી મહારાજની પાટે પૂજ્ય શ્રી વિજયદેવસૂરિજી મહારાજ પધાર્યા, ને જુદી પડેલી શાખામાં શ્રી વિજયતિલકસૂરિજી મ. ને તેમની પાટે શ્રી વિજયાનંદસૂરિજી મ. થયા. આ બન્ને શાખાઓ અનુક્રમે દેવસૂરગચ્છ અને અણસુરગચ્છ નામે પ્રસિદ્ધ થઈ
કેટલીયે આન્તરિક ખટપટોને કારણે તે સમયે મુનિઓ આ શાખામાંથી તે શાખામાં ને તે શાખામાંથી આ શાખામાં જતા આવતા હતા.
આ “ઈન્દુદૂત” કાવ્યના કર્તા પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી વિનયવિજ્યજી મહારાજ મૂળ તે દેવસુરગચ્છમાં જ હતા, પણ થોડે કાળ આણસુરગચ્છમાં પણ રહ્યા હતા ને પુનઃ દેવસૂરગચ્છમાં આવી ગયા હતા.
અહીં પૂ. વિજયદેવસૂરિજી મ. ની પાટે પૂ. શ્રી વિજયસિંહસૂરિજી મહારાજ સ્થાપન થયા હતા. પરંતુ પૂ. દેવસૂરિજી મ. ની હયાતીમાં જ તેઓશ્રી કાળ કરી ગયા, એટલે પૂ. શ્રી વિજયપ્રભસૂરિજી મ. પાટે આવ્યા. પૂ. વિજયપ્રભસૂરિજી મ. પટ્ટ પર આવ્યા, એ કેટલાએકને પ્રથમ તો પસંદ ન હતું, પણ પાછળથી તેમનું વર્ચસ્વ-પ્રતાપ જોઈ સર્વે તેમના શાસન નીચે આવ્યા હતા.
For Private And Personal Use Only