________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦-૧૧ 1 “વિવાહલઉ” સાહિત્યનું રેખાદર્શન [ ૨૬૩
અહીં વપરાયેલ “ધવલ’ શબ્દ ધવલગી તેની નોંધ આપણા કવિઓ (પૃ. ૨૨૯) માં તેનું સ્મરણ કરાવે છે.
[૫] કીર્તિ રત્નસૂરિવિવાહલઉઃ કર્તા કલ્યાણચન્દ્ર “જેન સત્ય પ્રકાશ”(વ. ૧૧. અ. ૪) માં “અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથકી સૂચી” નામના લેખમાં જે ત્રણ વિવાહલી નેંધાયેલા છે તે પૈકી આ એક છે અને એના ચરિત્રનાયક કીર્તિ રત્નસૂરિ છે. બાકીના બે વિવાહલઉ તે ગુણરત્નસૂરિવિવાહલઉ અને જિનચન્દ્રસૂરિવિવાહ છે. પ્રસ્તુત કૃતિમાં ચેપન ગાથા છે. એના કર્તા કલ્યાણચન્દ્ર તે કાણું તે જાણવું બાકી રહે છે. દેવચન્દ્રના શિષ્ય કલ્યાણચન્દ્ર વિ. સં. ૧૬૪૯માં ચિત્રસેનપદ્માવતી રાસ રચ્યો છે. એ જ શું આ કલ્યાણચન્દ્ર છે ?
[૬] ગુણરત્નસૂરિ વિવાહલી: કર્તા પદ્મમન્દિર આ ઓગણપચાસ ગાથાની કૃતિ કે એના , કર્તા વિષે મને કશી વિશેષ માહિતી નથી, સિવાય કે એ કેવળ નેંધાયેલી છે.
ધર્મોષસૂરિએ જે ઋષિમષ્ઠલપ્રકરણ રચ્યું છે એના ઉપર વિ. સં. ૧૫૫૩માં પદ્મમન્દિગણિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. શું આ ગણિ તે પ્રસ્તુત વિવાહલઉના કર્તા છે?
[૭] જબૂતરંગરાસવિવાહલ: કર્તા સહજસુન્દર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૫૩૦, કંડિકા ૭૮૩) માં આ કૃતિ વિ. સં. ૧૫૭૨ માં રચાયાનો ઉલ્લેખ છે.
[૮] જબૂસ્વામીવિવાહલઉઃ કર્તા હીરાનન્દસૂરિ આ કૃતિની રચના સાચોરમાં વિ. સં. ૧૪૫માં થયેલી છે અને એના રચનાર “પીપલ” ગચ્છના વીરપ્રભસૂરિના શિષ્ય થાય છે એ હકીકત આ કૃતિની છેલ્લી કડીઓ ઉપરથી જાણી શકાય છે. જે. ગુ. ક. ( ભા. ૩, ખં. ૧, પૃ. ૪૨૮–૯) માં આદ્ય ત્રણ કડીઓ તેમ જ અંતિમ ચાર (૫૩ થી ૫૫) કડીઓ અપાયેલી છે. આની ઉપાસ્યું કડીમાં “રચીઉં હીરાણુદિ જંબૂઅસામિવીવાહલુ એ ” એવો ઉલ્લેખ છે. આ તેમ જ ઉપલી કૃતિના ચરિત્રનાયક મહાવીર સ્વામીના પ્રશિષ્ય થાય છે.
હીરાનન્દસરિએ વિ. સં. ૧૪૮૫માં વિદ્યાવિલાસવાડે રચે છે અને તે આજે વર્ષો થયાં ગાયકવાડ પૌર્વાત્ય ગ્રન્થમાળામાં સંપાદિત થવાની વાત સંભળાયા કરે. આ સૂરિએ દશાર્ણભદ્રરાસ અને કલિકાળ રચેલ છે.
[૯] જિનચન્દ્રસૂરિવિવાહઃ કર્તા સહજ જ્ઞાન આ કૃતિની નોંધ “જૈન સત્ય પ્રકાશ” (વ. ૧૧, અં. ૪) માં છે એ ઉપરાંત આ વિષે મને વિશેષ માહિતી નથી.
- [ ૧૦ ] જિનેશ્વરસૂરિવિવાહલો : કર્તા સેમમૂર્તિ
આ ૩૩ કડીનું કાવ્ય છે. એની રચના વિ. સં. ૧૭૩૧ પછી થોડેક વર્ષે સેમમૂર્તિને હાથે થયેલી છે. જેને એતિહાસિક ગૂર્જર કાવ્યસંચચ (પૃ. ૨૨૪૨૨૭)માં આ સમગ્ર કૃતિ છપાયેલી છે. વિશેષમાં એમાં (પૃ. ૧૧૪માં) આનો સાર
For Private And Personal Use Only