SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૧ પણ અપાયેલ છે. આપણા કવિઓ (પૃ. ૧૯૧) માં આ કૃતિને અંગે નીચે મુજબ ઉલ્લેખ છે – આમાં પાયા અને દેહરા ઉપરાંત મૂલણ અને વસ્તુ છંદ ધ્યાન ખેંચે છે... શુદ્ધ ઝૂલણું છંદ સૌથી પ્રથમ મને આ સં. ૧૩૩૧ લગભગના કાવ્યમાં જણાયો છે.” [૧૧] જિનદયસૂરિવિવાહલઉઃ કર્તા મેનન્દન જેન એતિહાસિક ગૂર્જર કાવ્યસંચય (પૃ. ૨૩૩-૨૩૭)માં આકૃતિ છપાયેલી છે. અિતિહાસિક જન કાવ્યસંગ્રહ (પૃ. ૩૯૮-૩૯) માં પણ આ પ્રસિદ્ધ થયેલું છે. એની રચના વિ. સં. ૧૪૩રની પછી થોડેક વર્ષે થયેલી છે. એ હિસાબે પ્રાચીનતાની દૃષ્ટિએ એને ક્રમાંક બીજે છે. જિયસૂરિ એ મેનન્દનના ગુરુ થાય છે અને એમને ઉદ્દેશીને આ કૃતિ રચાઈ છે, [ ૧૨ ] નેમવિવાહ: કર્તા કેવળચંદ આ સૌથી અર્વાચીન કૃતિ છે. એ તેતાલીસ ઢાલમાં કેવળચંદે રચી છે. આની પહેલી બે કડી અને છેલ્લી સાત કડી જૈન ગૂ. ક. (ભા. ૩, નં. ૧, પૃ. ૩૭૬)માં અપાયેલી છે. આ તેમ જ એની પછીની ચાર કૃતિઓ નેમિનાથને અંગેની છે. [ ૧૩] નેમિનાથધવલવિવાહલુ: કર્તા બ્રહ્મ વિનયદેવસૂરિ આ કૃતિ ચુમ્માલીસ ઢાલમાં રચાયેલી છે. જે. ગૂ. ક. (ભા. ૩, નં. ૧, પૃ. ૬૦૬)માં એની વિ. સં. ૧૬૧૫માં લખાયેલી હાથપેથીની નોંધ છે એટલે આ કૃતિ મેડામાં મોડી આ વર્ષમાં રચાઈ હશે. એના કર્તાએ વિસં. ૧૬૩૨માં સુપાશ્વ જિનવિવાહલો અને એ સત્તરમી સદીમાં શાન્તિનાથવિવાહ ધવલ રચેલ છે. [૧૪] નેમિનાથવિવાહ : કર્તા ષવિજય આ કૃતિમાં સત્તર ઢાલ છે. એની પહેલી કડી અને છેલ્લી પાંચ કડીઓ “દેશી” એવા ઉલ્લેખપૂર્વક જે. ગૂ. ક. ( ભા. ૭, નં. ૧, પૃ. ર૯૨ ) માં અપાયેલી છે. એ ઉપરથી રાષભવિજય તે વિજયાનન્દસૂરિના વંશજ રામવિજયના શિષ્ય થાય છે અને આ કૃતિ વિ. સં. ૧૮૮૬માં રચાઈ છે એ બાબત જાણી શકાય છે. [૧૫] નેમિનાથવિવાહઃ કર્તા મહિમસુન્દર ખરતર ” ગચ્છના સાધુકીતિના શિષ્ય મહિમસુન્દરે આ કૃતિ વિ. સં. ૧૬૬૫માં રચી છે. [૬] નેમિનાથવિવાહ કર્તા વીરવિજય - આ કૃતિની પહેલી ઢાલની બે કડી અને છેલ્લી-બાવીસમી ઢાલની છ કડી જે. પૂ. ક. (ભા. ૩, ખં, ૧, પૃ. ૨૧૪-૫)માં છપાયેલી છે. આ કૃતિની બાવીસ ઢાલ છે. આની છેલ્લી ઢાલમાં “તસ શિષ્ય ગરબિ દેશિમાહે લાલ, ગાય નેમવિવાહ ઉછા લાલ” એ પંકિતમાં સૂચવ્યા મુજબ આ કૃતિને નેમિનાથવિવાહગરબો પણ કહેવામાં આવે છે. શુભવિજયના શિષ્ય વીરવિજયે આ કૃતિ વિ. સં. ૧૮૬૦માં ( નભ-ભજન-ગજ-ચન્દ્ર ) રચી છે. “શ્રી નેમીસર ભગવાનને વિવાહલ” એ નામથી આ કૃતિ શિલાલેખમાં છપાઈ છે. For Private And Personal Use Only
SR No.521623
Book TitleJain_Satyaprakash 1946 07 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy