SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧ 1 વિવાહલઉં સાહિત્યનું રેખાદર્શન [ ૨૬૫ [૧૭] પાર્શ્વનાથ વીવાહલુ : કર્તા પેથે આ કૃતિ ૨૦૬ ગાથાની છે. જે. ગૂ. ક. ( ભા. ૭, નં. ૧, પૃ. ૪૮૪)માં આની વિ. સં. ૧૫૮૧ની એક હાથપોથી નેંધાયેલી છે એટલે એનાથી મોડી આ કૃતિ રચાઈ નથી એમ બે ધડક કહી શકાય. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથને-જેમને અતિહાસિક પુરુષ તરીકે સૌ કોઈ સ્વીકાર કરે છે તેમને ઉદ્દેશીને આ કૃતિ રચાયેલી છે. [ ૧૮ ] વેણુવત્સરાજ વીવાહલુ: કર્તા ડામર (દામોદર) આ કૃતિને આદિમ અને અંતિમ ભાગ છે. ગૂ. ક. (ભા. ૭, નં. ૨, પૃ. ૨૧૨૪ –૫)માં અપાયેલો છે. અહીં નોંધાયેલી તમામ કૃતિઓમાં આ એક જ અજૈન કૃતિ છે. એ દામોદર બ્રાહ્મણે રચી છે. એની વિ. સં. ૨ ૬૦૭ની એક હાથપથી અને બીજી વિ. સં. ૧૯ર૭ની હાથપોથી પૃ. ૨૧૨૫ માં નોંધાયેલી છે. આવી અજેને પ્રાચીન કૃતિઓ બીજી કઈ કઈ છે તેની તપાસ કરવી બાકી રહે છે. [૧૯] શાન્તિનાથવિવાહધવલ : કર્તા બ્રહ્મ વિનયદેવસૂરિ સોળમાં તીર્થકર શાન્તિનાથને વિવાહ એ આ તેમ જ વીસમી કૃતિને વિષય છે. જે. ગૂ. ક. (ભા. ૩, નં. ૧, પૃ. ૬૧૧) માં આની પહેલી અને છેલ્લી ચચ્ચાર લીટીઓ અપાયેલી છે. એની રચના ઉત્તરઝયણની વૃત્તિ વગેરેને આધારે કરાયેલી છે એ અંતમાં ઉલ્લેખ છે. વિષેશમાં એમાં કર્તાએ પિતાને માટે બ્રહ્મ એનો નિર્દેશ કર્યો છે. સેલમ જિનવરનું ધવલ રચિસુ હલું સારું ” એમ કર્તાએ પ્રારંભમાં નિવેદન કર્યું છે. [૨૦] શાન્તિનાથવીવાહલુધવલપ્રબન્ધઃ કર્તા આણન્દપ્રદ હર્ષપ્રમોદના શિષ્ય આણુન્દપ્રમોદે આ કૃતિ:વિ.સં.૧૫૯૧માં રચી છે. એમાં એકંદર ત્રેિસઠ ઢાલ છે. શરૂઆતની છ લીટીઓ અને ૬૩મી ઢાલની અરાઢ લીટીઓ જે. ગૂ. ક. (ભા. ૩, નં. ૧, પૃ. ૬૦૨–૩)માં અપાયેલી છે. વિશેષમાં પૃ. ૬ ૦૩--૪માં “નવસરંગસાગર નામા ધવલપ્રબંધ શાંતિનાથ વીવાહલું' એવો ઉલ્લેખ છે. [૨૧] સુપાર્શ્વજિન વિવાહલો: બ્રહ્મ વિનયદેવસૂરિ આ કૃતિને પ્રખ્યાગ્ર ૫૮૧ શ્લોક જેટલો છે. એની પહેલી બે કડી અને છેલ્લી સાત કરી છે. ગૂ. ક. (ભા. ૩, ખં. ૧, પૃ. ૬૦૮–૯)માં અપાયેલી છે. છેલ્લી કડીને પૂર્વાધ નીચે મુજબ છે – એહ રચ્યઉ વિવાહલી એ નાંદઉ જા જિણધર્મ ભ૦ ” આ કૃતિની રચના “યુગલ-ભુવન–રસ-ચન્દ્રમા’ એ વર્ષમાં એટલે કે વિ. સં. ૧૬૩૨માં થયેલી છે. આ અઠ્ઠાવન કડીની કૃતિ હોય એમ લાગે છે. એની પંચાવનમી કડીમાં “વિનયદેવસૂરિ' એમ કર્તાએ પિતાનું નામ સૂચવ્યું છે. આ કૃતિ સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ સબંધી છે. [૨૨] સુમતિસાધુસૂરિવિવાહલ: કર્તા લાવણ્યસમય વિ. સં. ૧૫૬૮માં વિમલપ્રબન્ધ, વિ. સં. ૧૫૭૫માં કરસંવાદ અને વિ. સં. ૧૫૮૫માં અન્તરિક્ષ પાર્શ્વનાથ સ્તવન રચનાર લાવણ્યસમયની આ કૃતિ છે. For Private And Personal Use Only
SR No.521623
Book TitleJain_Satyaprakash 1946 07 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy