________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ સૌથી અર્વાચીન જૈન કૃતિ તે નેમવિવાહ છે. એના રચનાર કેવળદાસે એ કૃતિ અમદાવાદના નગરશેઠ સ્વ. પ્રેમાભાઈ હીમાભાઈને અર્પણ કરી છે. એ અમદાવાદના ગુજરાત યુનીયન પ્રેસ” મા વિ. સં. ૧૯૩૦માં છપાઈ છે. (૩) આ તમામ કૃતિઓ પદ્યાત્મક છે.
[૧] આદિનાથવિવાહ: કર્તા નીબો આ કૃતિમાં ૨૪૫ ગાથા છે. એનો ગ્રંથાત્ર ૪૦૦ શ્લોક જેટલું છે. એ આદિનાથને અંગેની કૃતિ છે. જે. ગૂ. ક (ભા. ૩, ખ. ૧, પૃ. ૯૭૧)માં આની નોંધ કરાયેલી છે. એ ઉપરથી આની એક હાથથી શ્રાવિકા ચંપાના પઠનાથે વિ. સં. ૧૬૭૫માં લખાયાનું આપણે જાણી શકીએ છીએ.
[ 2 ] આદીશ્વરવિવાહ ; કર્તા ઋષભદાસ આને વિષે ઉપલી કૃતિથી ભિન્ન નથી. એના કર્તા ખંભાતને શ્રાવક છે. એમણે અનેક રાસ રચ્યા છે. તેમાં કષભદેવને રાસ વિ. સં. ૧૬૬રમાં અને હીરવિજયસૂરિરાસ વિ. સં. ૧૬૮૫માં રચાયેલ છે. એ ઉપરથી આપણે પ્રસ્તુત કૃતિને સત્તરમી સદીની કૃતિ ગણીએ તો તે ખોટું નથી.
[૩] આર્કકમાવિવાહલુઃ કર્તા સેવક આ ૪૬ ગાથાની કૃતિ છે. એ આર્દ્રકુમારને અનુલક્ષીને રચાયેલી છે. આ આર્કમાર બેબિલોનને ઈ. સ. પૂર્વે ૬૦૪માં સમાટુ બનનાર નેબુચદનેઝારનો પુત્ર થાય છે એમ કેટલાક માને છે. વિશેષમાં પ્રભાસપાટણના એક તામ્રપત્ર ઉપરથી ડે. પ્રાણુનાથ એમ કહે છે કે આ નેબુચદનેઝારે નેમિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
અંચળ-વિધિ ગચ્છના ગુણનિધાનસૂરિના પ્રસાદથી વિ. સં. ૧૫૯૦માં આદિનાથદેવરાસધવલ તેમ જ એ પૂર્વે ઋષભદેવવિવાહલુધવલબંધ રચનારા સેવકે આ આદ્રકુમારવિવાહલુ રચેલ છે. એમણે સીમંધરસ્વામિશભાતરંગ નામની કૃતિ પણ રચી છે.
[૪] 8ષભદેવવિવાહલુધવલ : કર્તા સેવક પહેલી બે કૃતિને વિષય એ જ આનો વિષય છે. આદિનાથનું બીજું નામ ષભદેવ છે. આ ધવલ એક મહાકાય કૃતિ છે. એમાં ચુમ્માલીસ ઢાલ છે. એની રચના ઉપર્યુક્ત સેવકને હાથે વિ. સં. ૧૫૯૦ પૂર્વે થયેલી છે એમ એની વિ. સં. ૧૫૯૦ની હાથપોથી ઉપરથી જાણી શકાય છે.
જે. ગૂ. ક. (ભા. ૩, ખં. ૧, પૃ. ૫૮૨-૩) માં આ કૃતિની શરૂઆતની ચાર લીટીઓ અને અંતની સોળ લીટીએ “ઢાલ ઘોડીની, રાગ ગેડી” એવા ઉલ્લેખ પૂર્વક ઉદ્ધત કરાયેલી છે. વિશેષમાં પૃ. ૫૮૩-૪ માં આની સોળ હાથપોથીઓ નોંધાયેલી છે. આ કતિ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થયેલી જણાતી નથી. જો તેમ જ હોય છે એ સત્વર પ્રકાશિત થવી ઘટે. એની છેલ્લી લીટીઓ હું અહીં રજૂ કરું છું -
“એહ ધવલ ગાઈ જિન આરાઈ જેહ નરનારી સદા તે મુગતિ જોઈ સુખીય થાઈ બલઈ સેવક ઈમ સદા.”
For Private And Personal Use Only