________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમગ્ર આગમો લખાવનારા બે સંઘવી ભાઈઓની પ્રશસ્તિ
સં -શ્રીયુત પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, મુંબઈ ભગવાન મહાવીરસ્વામી પછી લગભગ ૧૦૦૦ વર્ષે જેના સિદ્ધાંતગ્રંથ વ્યવસ્થિત રીતે ગ્રંથારૂઢ થયા. ત્યાં સુધી જેન શ્રવણે એ ગ્રંથને મુખ્યતઃ કંઠાગ્ર રાખતા. પણ ઉપરાઉપરી પડતા દુષ્કાળા અને પરદેશીઓના આક્રમણથી થતી ઉથલપાથલ-રાજ્યક્રાતિએથી એ ગ્રંથને સ્મરણમાં રાખવાનું અને પરિષરૂપે એકત્ર મળવું કે ગણ–સમુદાયમાંથી વિખૂટા પડતાં ધાર્યા મુજબ એકઠા થવું દુષ્કર બનવા લાગ્યું. આથી સિદ્ધાંતગ્રંથનું શૃંખલાબદ્ધ યથાસ્થિત સ્મરણ પણ વિસરાવા લાગ્યું, ત્યારે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વલભીપુરમાં શ્રમણસંધને એકઠો કર્યો અને સિદ્ધાંતગ્રંથો લખવાની પરિપાટી શરૂ કરી. એ પછી તો લેખનકળાનો પ્રવાહ સહસ્રમુખે વિસ્તાર પામ્યા. આમ જે લેખનકળાનો નવો પુણ્ય-ઉદ્યોગ ફાલ્યો ફૂલ્યો તેમાં લેખનકળાનાં સાધન, લેખકે, સંશોધક, લખાવનારા દાનવીરો અને એને માટેનાં મોટા મોટા ભાંડાગારો પણ ભિન્ન ભિન્ન નગર અને ગામમાં વધવા લાગ્યાં. યદ્યપિ દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સમયમાં લખાયેલા ગ્રંથમાંનો એક પણ ગ્રંથ કોઈ પણ ભંડારમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે નથી, પણ તેની પરંપરાપ્રાપ્ત નકલે આજે આપણને ઉપલબ્ધ થાય છે.
લેખનપરંપરાનો વ્યવસાય તાડપત્ર ઉપરથી કાગળ ઉપર આવ્યો અને છાપખાનાંઓ થયાં ત્યાં સુધી ઉત્તરોત્તર વધતે જ ગયે. આજે જુદાં જુદાં નગરના જ્ઞાનભંડારામાં હજારે પ્રતિઓ એને જ પરિણામે સંગ્રહાઈ રહી છે. કેટલાક ભંડારે તે મુસ્લીમ આક્રમણમાં નષ્ટભ્રષ્ટ બન્યા અને તેમાં આપણું મહામૂલાં રત્ન સમા કેટલાયે ગ્રંથો, જેમાંના કેટલાકના નામે આપણને કેટલીક ટિપ્પણીઓમાંથી મળે છે, તે ભસ્મસાત થઈ ગયા, છતાં આજે જે ગ્રંથો સચવાઈ રહ્યા છે તે ભારતીય ઇતિહાસનાં ઉજજવળ સીમાચિહ્ન રૂપે ભાત પાડી રહ્યા છે; એટલું જ નહિ એની સાધન-સામગ્રી બની રહ્યા છે. અને જૈન સંસ્કૃતિની તે જીવનોપયોગી જ્ઞાનવિજ્ઞાનની સાધનસંપત્તિ એમાં જ સંગ્રહચેલી પડી છે.
આ ગ્રંથલેખનની આંતર વ્યવસ્થા જેમ જૈન શ્રમણોએ કરવા માંડી તેમ બાહ્ય વ્યવસ્થાને દાનવીર શ્રાવકે પૈસા આપી સમૃદ્ધ બતાવી. આ આંતર અને બાહ્ય વ્યવસ્થા કરનાઓનાં નામે જાણવાનું એકમાત્ર સાધન એ ગ્રંથોની અંતે કેટલીક ગદ્ય-પદ્ય પ્રશસ્તિનેધોમાં મળી આવે છે. આવી એક વિસ્તૃત પ્રશસ્તિ નીચે આપવામાં આવે છે; જેમાં ખીમસિંહ અને સહસા નામના બે સંધવી ભાઈઓએ સં. ૧૫૩૮માં સમગ્ર આગમગ્રંથ લખાવ્યાની બેંધ તેમ જ તેમણે કરેલાં બીજાં સુકૃતોની સૂચિ પણ જાણવા મળે છે. અને તે લખાતા ગ્રંથની આંતર વ્યવસ્થા કરનારા શ્રી સમજય મુનિ અને વિજયમંદિર ગણિનાં નામો પણ એમાં જોડાયેલાં મળી આવે છે. આ પ્રશસ્તિ અમદાવાદના “ડેલા” ના ભંડારમાં સવારી અને વ્યવહાર્ષિના અંતે આપેલી જોવાય છે.
For Private And Personal Use Only