________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] “આપણાં “ફાગુ' કાવ્યો સંબંધમાં ચેડી સૂચના [ ૨૧૩
–અહિં મહારે પ્રાસંગિક સૂચવવું પડે છે કે-શ્રીયુત કે. કા. શાસ્ત્રીના માપણ કવિઓ માં પ્રાટ થયેલી છાયા બહુ ભૂલભરેલી છે. ત્યાં (પૃ. ૨૩૩માં) ઉપર્યુક્ત પદની પહેલી બે પંક્તિની છાયા આવી રીતે દર્શાવી છે
“આનંદે તે શ્રીસ્થલભદ્ર જે જગનો પ્રભાનક
મળે જેને જગે લ–સાલારને વલભમાના” અને પૃ. ૨૩૭ માં જણાવ્યું છે કે-“આ કાવ્યમાં....અને સલર (સિપાઈ–સાલાર) એ શબ્દ પ્રયોજાયેલા મળે છે, જેમાં તે છેલ્લે અરબી છે.”—એ કથન બ્રાન્તિથી થયું લાગે છે. વાસ્તવિક રીતે તેમાં સહલર શબ્દ નથી, તેની છાયા આવી હોવી જોઈએ
ન છે તે શ્રીસ્થલભદ્ર જે યુગના પ્રધાન,
મઘ જેણે જગે મલ-શાયરતિવલ્લભ-માન;” આપણું સાક્ષરો પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન ગુજરાતીનો ઊંડે અભ્યાસ કરી સાવ ધાનીથી વિધાનો ક–એમ ઈચ્છીએ.
[૩]. છે. કાપડિયાએ [૫]મું સૂચવેલ જીરાવલિ પાર્શ્વનાથ ફાગુ કાવ્ય, જે કવિ મેરુનદન ઉપાધ્યાયે સ. ૧૪૩૨ માં રચ્યું હતું, તે “સં. ૧૯૯૭માં મહારા સંપાદન કરેલા " પાવાગઢથી વડોદરામાં પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાય' ગ્રંથ [પૃ. ૬થી ૭૧ ]માં પ્રકાશિત થઈ ગયેલ છે.
[૪] [૭] સૂચવેલ મોરચરિત કાગબધ અને ફાગબદ્ધ નેમિચરિત્ર એક જણાય છે; તથા તેના કર્તા માણિકય સૂરિ એ જ માણિજ્યસરિ જણાય છે. શકુન સારાહારના કર્તા માણિજ્યસૂરિની એ કુતિ જણાતી નથી.
[૫]. છે. હી. ૨. કાપડિયાના લેખમાં [૧૪] મો સૂચવાયેલ ગૂજરાતી વસંતવિલાસ, જે વિ. સં. ૧૫૦૮ માં અહમ્મદાવાદમાં આચાર્ય રત્નાગર લખ્યો હતો, તે સચિત્ર ગ્રન્ય વર્ષોથી પરદેશમાં પહેચી ગયો છે, અને તે પ્રસિદ્ધિ માં આવ્યો છે. સદગત સાક્ષર દી. બ. કે. હ. ધ્રુવનું ધ્યાન મેં એ તરફ વશ વર્ષ પહેલાં ખેંચેલું કે–એ પ્રન્યનું નામ સાથે અવતરણ જૈન વિદ્વાન રત્નમંદિર ગણિની ઉપદેશાતરંગિણ (ય. વિ. સં. પૃ. ૨૬૮)માં મળે છે, જે ગ્રન્યારે વિ. સં. ૧૫૧૭માં ભેજપ્રબંધની રચના કરી હતી. મહારા દર્શાવેલા એ ઉલ્લેખની નેધ તેમણે “પંદરમા શતકનાં પ્રાચીન ગુજર કાવ્ય' (અહમ્મુદાવાદ ગુ. વ. સોસાયટી દ્વારા સં. ૧૯૮૩ માં પ્રકાશિત)ની પ્રસ્તાવના [૫. ૧૪]માં લીધી છે [લાં ટિપ્પણીમાં મારું નામ ભૂલથી બાલચંદ્ર છપાયું છે ]–એવી રીતે વિક્રમની સોળમી સદીના પ્રારંભમાં એ વસંતવિલાસ કાવ્ય જૈન વિદ્વાનોમાં જાણીતું હતું, અને એ પહેલાં વિ. સં. ૧૨૯૬ લગભગમાં નાચા બાલચંદ્રસૂરિએ વસંત' અપર નામાંકિત મંત્રીશ્વર વસ્તુપાલના જીવન સાથે સંબંધ ધરાવતું સંસ્કૃત મહાકાવ્યવસંતવિલા રયું હતું, જે ગાયકવાખાઅગ્રન્થમાલા [ગ્રં. ]માં પ્રસિદ્ધ થયું છે, પરંતુ પૂર્વોક્ત ગુજરાતી વસંતવિલાસના લેખાને તેના કર્તા મનવા, અથવા ઉપરનાં કારણથી તેના કર્તા જૈન હોવા જોઈએ-એવી માન્યતા વિચારણીય છે. એ ગુજરાતી કાવ્ય સાથે
For Private And Personal Use Only