________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩ ] મર્તિપૂજાનો પ્રભાવ
[ ૭૧ ૧. પરમાત્મા પ્રત્યેની ભાવના ન જાગી હય, ૨. પરમાત્મા અને તેની મૂર્તિને સંબંધ છે તેનું જ્ઞાન ન હોય કે મૂર્તિપૂજા વિરુદ્ધ પૂર્વગ્રહ બંધાયેલો હોય, તે પરમાત્માની મતિને જોવાથી ભાલ્લા ન પણ જાગે. પાત્રની લાયકાત અને આત્માની ભૂમિકા ઉપર બધો આધાર છે. જેણે પરમાત્મા અને પરમાત્માની પ્રતિમા પ્રત્યે રસવૃત્તિ કેળવી ન હોય તેને બાવોલ્લાસ ને પણ જાગે.
પ્રશ્ન ૧૬–ભાવોલ્લાસ જાગ્યા વિના મૂર્તિપૂજાથી ફળ શું થાય?
ઉત્તર ૧૬-ભાલ્લાસ જાગ્યા વિના પણ મૂર્તિપૂજાને અભ્યાસ કઈક વખતે પણ ભાલ્લાસનું કારણ બને છે. તેમના તરફ મમતા કેળવાય છે. તેની આશાતના અને અપમાન વખતે વિરોધ ઉઠાવવાનું થાય છે તેથી પણ વફાદારી કેળવાય છે.
જેટલો વખત મૂર્તિનું આલંબન લેવાય છે, તેટલો વખત (મતિ સ૬ આલંબન હેવાથી) અસા પ્રવૃત્તિને અટકાવે છે અને દાન, શીલ, તપ, ભાવમાં વૃદ્ધિ કરે છે. માટે બાવલાસ ન જાગે તેને પણ મૂર્તિપૂજા આડકતરો ફાય કરે છે.
પ્રશ્ન ૧૭–સાધુઓ મૂર્તિની દ્રવ્ય પૂજા કેમ કરતા નથી?
ઉત્તર ૧૭–સાધુઓ પણ પ્રભુમતિની દ્રવ્યપૂજા ઘણે અંશે કરે છે. જે દ્રવ્ય પૂજા ન કરતા હોય તે પોતાને સ્થાનેથી જિનમંદિર જાય નહિ. પિતાને સ્થાને કે જિનમંદિરમાં બેઠા બેઠા હાથ જોડે છે, મસ્તક નમાવે છે, સ્તુતિ સ્તોત્ર બોલે છે, ખમાસમણાં દે છે, પ્રદક્ષિણા દે છે, એ વગેરે વસ્તુતઃ દ્રવ્ય પૂજ જ છે. જે મુનિઓને એકલી ભાવ પૂજા જ હેય તે માત્ર પિતાના સ્થાન ઉપર બેસીને માનસિક નમસ્કાર જ કરે પરંતુ તેમ ન કરતાં પણ દ્રવ્ય પ્રવૃત્તિઓ કરે છે. ચૈત્યવંદન ભાવપૂજા છતાં તેમાં સૂક્ષમ દષ્ટિથી જોતાં કાયિક વંદનાદિ દ્રવ્યપૂજા છે. દ્રવ્યપૂજાને હિસાબે જ પ્રભના વરઘોડા તથા રથયાત્રાના ઉત્સવમાં સાધુઓ ભાગ લે છે. તીર્થયાત્રા માટે તે ભૂમિને દ્રવ્ય સ્પર્શ કરવા જાય છે. નહિતર તેમને કયાંય પણ જવાની જરૂર શી?
સાધુ દ્રવ્યપૂજા નથી કરતા એ વાયનું તાત્પર્ય એટલું જ છે કે સાધુઓ ઘરના ત્યાગી લેવાથી, ધૂપ, દીપ, ચોખા, કેશર, સુખ, જળ વગેરે પૂજામાં વપરાતાં દ્રવ્યને ઉપયોગ કરી શકતા નથી, કેમકે તેમની પાસે પોતાની માલીકીના એ દ્રવ્યો નથી માટે તે દ્રવ્યથી પૂજા નથી કરતા એટલા પૂરતી જ માત્ર દ્રવ્યપૂજા નથી. બાકીની અનેક પ્રકાર દ્રવ્યપૂજા તેઓ કરે છે.
પ્રશ્ન ૧૮મૂર્તિપૂજાની તરફેણમાં આટલી બધી સચોટ દલીલ છતાં દિલમાં મૂર્તિપૂજાને ભાવ કેમ જાગતો નથી?
ઉત્તર ૧૮– તથા પ્રકારનાં અંતરાય કર્મને ઉદય અથવા મૂર્તિપૂજા-વિરાધના સંસ્કારથી સમ્યફપ્રતિબંધક કર્મની પ્રબળતા. મિયાદષ્ટિ જીવને જેમ જેનધર્મ તરફ ભાવ નથી થતો તેવું કાંઈ આમાં પણ કારણ હેવું જોઈએ. ત્રિલોક-પૂજ્ય દેવાધિદેવને લત્તર વિનય કરવાની આ ઉત્તમ સગવડ છે. જેનધર્મ પામવા છતાં કેટલાક છ સંસારવશ એનાથી વંચિત રહે છે, અને સામીવાળા માનવભવને એળે ગુમાવે
For Private And Personal Use Only