________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ પ્રશ્ન ૧૩–અવી કઈ કઈ ખાસ દલાલા છે ? ઉત્તર ૧૩–વ્યાવહારિક દલાલો અને શાસ્ત્રીય દલીલે. પ્રશ્ન ૧૪–મૂર્તિપૂજાની સિદ્ધિમાં શાસ્ત્રીય દલીલ કઈ કઈ છે ?
ઉત્તર ૧૪-જૈન શાસ્ત્રોમાં શાશ્વત અને અશાશ્વત બન્નેય પ્રતિમાઓનાં વર્ણન આવે છે. દેવલોકમાં શાશ્વત પ્રતિમાઓનાં વર્ણન છે અને અષ્ટાપદ પર્વત ઉપર ભરતમહારાજાએ સ્તૂપો અને પ્રતિમાઓ ભરાવ્યાનું વર્ણન શ્રી જંબુદ્વિપપત્તિમાં છે. શાશ્વત મતિ પૂજાના ઉલ્લેખ તથા દેવલોકની મૂર્તિપૂજાના ઉલ્લેખો સૂર્યદેવ અને વિજયદેવના અધિકારમાં સ્પષ્ટ છે. છતાં મૂર્તિને નહિ માનનારાઓ તરફથી તેના ઉપર શાબ્દિક જાલસંથણી કરવામાં આવે છે. આખરે તેઓ મૂર્તિ માને છે, પણ અરિહંત પ્રભુની મૂર્તિ માનવા સામે વાંધો લે છે. અરિહંતથી શાશ્વત મૂર્તિઓનું વર્ણન શાસ્ત્રોમાં આવે છે તો શાશ્વત પ્રતિમાને શાસ્ત્રથી સ્વીકારતા હોય તે શાશ્વત પ્રતિમાઓને વંદન નમસ્કાર રોજ કરવાનો કોઈ પણ પ્રકાર તેઓ કોઈ પણ ધર્મવિધિમાં કેમ ગોઠવ્યું નથી ? મૂર્તિ સામે વિરોધે ન હોય પણ મૂર્તિપૂજા સામે વિરોધ હોય તે ખાલી મૂર્તિઓ ભરાવીને મંદિર કેમ કરાવતા નથી ? એટલે મૂર્તિ સામે વાંધે છે ? કે મૂર્તિ પૂજા સામે વાંધો છે ? તે સ્પષ્ટ થતું નથી. હિંસા સામે વાંધો હોય તે અહિંસક સાધનોથી પૂજા કરી શકાય. મતિમાં પણ શાશ્વત સામે વાંધો છે ? કે અશાશ્વત સામે વાંધો છે ? અશાશ્વત સામે વધે હોય તો શાશ્વત પ્રતિમાઓને વંદનનું એકાદ સ્તવન કે સ્તુતિ તો રોજ બાલવી જોઈએ કે નહિ? | સર્વવિરતિધર સાધુઓની પૂજા સામે વાંધો હોય તે દેશવિરતિધર ગૃહસ્થો માટે પાને માર્ગ ખુલ્લો રાખવો જોઈએ. દેશવિરતિધર શ્રાવકે માટે વાંધે હેાય તે અવિરતિ સમ્યગુદષ્ટિ અધિકારીઓ માટે માર્ગ ખુલ્લો રાખવો જોઈએ.
પુદગલની સેવામાં મિથ્યાત્વ હોય તે ગુરુનું શરીર પણ પુદ્ગલ છે. તથા ગુરના ધર્મોપકરણો પણ પુદ્ગલ છે, તેની સેવામાં પણ મિથ્યાત્વ લાગવું જોઈએ.
પથ્થર પ્રભુ નથી તો કાગળ હજાર રૂપિયાની નોટ નથી. સંસ્કારથી અને મુખ્ય અધિકારીની સહીથી નોટ હજાર રૂપિયાની કિંમતની બને છે, તે આચાર્યો કરેલા પ્રતિષ્ઠાનવિધિથી પથ્થર પરમાત્મા બની શકે છે. ખૂબી તો એ છે કે એક તરફ મૂર્તિપૂજાના વિરાધિઆ જ બીજી તરફ એક વા બીજા પ્રકારે મૂર્તિપૂજા કરતા હોય છે. મૂર્તિ પૂજાનો વિરોધ કરનાર. દેશને એનાં બાવલો ઠેર ઠેર બેસાડે છે. દરેક આર્યસમાજીષ્ટ ભારતમંદિરમાં ભારતમાતાની મૂર્તિને પ્રણામ કરે છે.
ઈસ્લામી ભાઈઓ પેગંબર સાહેબના ચાંદીના હાથને વાજતે ગાજતે પિતાને ઘેર પધરાવે છે.
આ સ્થિતિમાં મૂર્તિપૂજાની વિરુદ્ધની વાતમાં કઈ પણ તથ્થાંશ સાબીત થઈ શકતો નથી.
પ્રશ્ન ૧૫-મતિને દેખીને પરમાત્માને ભાસ થતો નથી કે ભાવ ઉત્પન્ન થતો નથી તેનું કેમ?
ઉત્તર ૧૫-નાના બાળકની રમતમાં યુવકને કે યુવકના રતિવિલાસમાં બાળકને ભાવલાસ થતું નથી, તેનું શું કારણ હશે? તેવાં જ કારણે આમાં પણ રહેલાં છે.
For Private And Personal Use Only