________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૧ છે. મૂર્તિને વિરોધ પરિણામે દેવતત્વની આરાધનાના વિરોધમાં પરિણમે છે એ સૂક્ષ્મ ભૂલ સમજવામાં નહિ આવવાથી કેટલાક જીવો મહાઘોર કર્મો બંધતાં પણ અનુભવાય છે. જિનપ્રતિમાની પૂજા ન કરવી હોય તો ભલે ન કરે, પણ તેને વિરોધ કરવાથી ભાવ મિથ્યાત્વ અને અજ્ઞાન અંધકારને ટાળનાર દેવતત્ત્વને વિરોધ થાય છે. તે અતિ ભયંકર કૃત્ય છે. તેને શાંત ચિત્તે સમજવા પ્રયાસ કરવો જોઈએ.
પ્રશ્ન ૧૯–મૂર્તિપૂજકાની કોઈ પણ ભૂલ જ નથી ?
ઉત્તર ૧૯–જે મૂર્તિપૂજકે એમ માનતા હોય કે મૂર્તિપૂજા સિવાય બીજો કોઈ પરમાત્મા પ્રાપ્તિને ઉપાય જ નથી, માત્ર મૂર્તિપૂજા જ એક જ માર્ગ છે, એમ એકાંત પકડી બેઠા હોય તે તે તેઓની ભૂલ છે. અને શાસ્ત્રોક્ત વિધિથી નિરપેક્ષ રહીને મૂર્તિપૂજામાં જેટલી ખોટી ઘાલમેલ કરતા હોય, અવિધિથી પૂજા કરતા હોય તે વગેરે તેઓની પણ ભૂલ ગણાય. તે સિવાય ભૂલ નથી.
પ્રશ્ન ૨૦–તીર્થંકરની પૂજા કઈ રીતે થાય ?
ઉત્તર ૨૦—ત્રિલોથપૂજ્ય પરમાત્માની કેપત્તર ભક્તિ માટે પાત્ર પ્રમાણે જેને શાઓમાં સંખ્યાબંધ પ્રકારે બતાવ્યા છે. કેમકે કોઈ પણ એક પ્રકારે તેમની પૂજા ભક્તિ પૂરી નથી થતી. તેમજ દરેક જીવ દરેક પ્રકારની ભક્તિ કરી શકે તેમ ન બને. માટે પાત્રભેદે વિવિધ પ્રકારે બતાવી રોલેકય-પૂજયતા સાબિત કરી બતાવી છે. ત્રણ પ્રકારી, પાંચ પ્રકારી, અષ્ટ પ્રકારી, ૧૭ પ્રકારી, ૨૧ પ્રકારી, ૬૪ પ્રકારી, ૯૯ પ્રકારી, ૧૦૮ પ્રકારી, વગેરે સંખ્યાબંધ ભક્તિના પ્રવાહો બતાન્યા છે. તેમના ઉપદેશનો અમલ પણ તેમની એક પ્રકારની પૂજા છે જ. મૂર્તિની પૂજા કરવી જોઈએ, એ ઉપદેશ પણ તેમણે જ આપેલો છે.
સંપૂર્ણ
સમાચાર પ્રતિષ્ઠા– અમદાવાદમાં એલીસબ્રીજમાં માગસર શુદિ ૬ ને સોમવારના રોજ પૂ. આ. મ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં શેઠ હીરાચંદ રતનચંદના બંગલાના ઘરરાસરની પ્રતિષ્ઠા કરાવવામાં આવી.
વિઅપ્રવેશ–અમદાવાદમાં જેનસોસાયટીનાં જન દેરાસરમાં માગસર શુદિ ૮ ને બુધવારે પ્રભુજીની પ્રતિમાને પ્રવેશ કરવામાં આવ્યું.
ઉપાધ્યાયપદ-અમદાવાદમાં નાગજી ભુદરની પળમાં માગશર શુદિ બીજના રાજ પૂ. આ. ભ. શ્રી. વિજયનેમિસુરીશ્વરજી મ. આદિની નિશ્રામાં પૂ. પં. મ. શ્રી. ધર્મવિજયજી મ. ને ઉપાધ્યાય પદ આપવામાં આવ્યું.
- ગણિપદ તથા પંન્યાસપદ--અમદાવાદમાં શ્રીવીરવિજયના ઉપાશ્રયમાં પૂ. આ. મ. શ્રી. વિજયહરસૂરિજીની નિશ્રામાં પૂ. મુ. મ. શ્રી ચરણવિજય ને માગસર શુદિ ૨ ના રોજ મણીપદ તથા શુદિ ૫ ના રાજ પંન્યાસ પદ આપવામાં આવ્યું.
For Private And Personal Use Only