SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ સ્વભાવાદિને લઇને દક્ષિણ દિશામાં વધારે પ્રમાણમાં ઉપજે છે. શુકલપાક્ષિક છો, પૂર્વાદિ દિશામાં વધારે પ્રમાણમાં ઉપજે, એમ શ્રી મલયગિરિજી મહારાજે-શ્રી પ્રજ્ઞાપના સુત્રની ટીકામાં જણાવ્યું છે. ૧૦૨. ૧૦૩ પ્રશ્ન–શુકલપાક્ષિક જીવનું તથા કૃષ્ણપાક્ષિક જીવનું લક્ષણ શું? ઉત્તર-જે જીવો ઉત્કૃષ્ટથી (મોડામાં મોડા) અર્ધ પુદગલ પરાવર્તાકાલ વીત્યા બાદ જરૂર મેક્ષે જશે, તે જીવો શુકલપાક્ષિક કહેવાય, ને જેઓ અર્ધપાગલ પરાવર્તકાલથી અધિક કાલ સુધી સંસારમાં ભટકશે, તે જીવો કૃષ્ણપાક્ષિક કહેવાય, એમ શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર વૃત્તિ વગેરેમાં જણાવ્યું છે. ૧૦૩. ૧૪ પ્રશ્ન– મુનિવરો કેડ સૂતરાઉ કંદોરો બાંધે છે, તે પદ્ધતિ ક્યારથી શરૂ થઈ? ઉત્તર-પૂજ્ય શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજે પિતાના સંસારિ અવસ્થાના પિતા સેમદેવને પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. તે સાધુના મૃતકને સ્મશાનન્નાં લઈ જાય છે. તે અવસરે ચલપટ્ટાની ઉપર કંદોરો બંધાવ્યો. ત્યારથી મુનિવરો કંદોરો બાંધે છે, એમ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિ, ધર્મરત્નપ્રકરણ, આવશ્યકસૂત્ર વૃત્તિ વગેરેમાં જણાવ્યું છે. ૧૦૪ ૧૦૫ પ્રશ્ન– જેનાગામમાં પ્રવચનને પુરુષની ઉપમા આપી છે, તે કઈ રીતે ઘટે? ઉત્તર–જેમ પુરુષને બે પગ, બે જવા, બે સાથળ, વાંસ, પેટ, બે બાહુ, ડોક, માથું—એમ બાર અંગ હોય છે, તેમ પ્રવચનનાં પણ બાર અંગ છે. તેમાં બે પગના સ્થાને શ્રી આચારાંગ અને સૂત્રકૃતાંગ, બે અંધાના સ્થાને સ્થાનાંગ તથા સમવાયાંગ, બે સાથળના સ્થાને શ્રીભગવતી તથા જ્ઞાતાધર્મકથાગ સૂત્ર, વાંસાના સ્થાને ઉપાસક દશાંગ, પેટના સ્થાને અંતકૃદદશાંગ, બે બાજુના સ્થાને અનુત્તરોપપાતિક દશાંગ-પ્રશ્ન વ્યાકરણ, ડેકના સ્થાને વિપાકસૂત્ર, મસ્તકના સ્થાને દૃષ્ટિવાદ નામનું બારમું અંગ જાણવું. ૧૦૫ ૧૦૬ પ્રશ્ન–શ્રમણ નિર્મથને કેટલાં વર્ષને દીક્ષા પર્યાય થયાબાદ ક્યા સૂત્રની વાચના દઈ શકાય ? ઉત્તર–આ નીચે જણાવેલા મંત્રથી આ બિના સ્પષ્ટ સમજાશે. દીક્ષાપર્યાયનાં વર્ષ આ સૂત્ર ભણાવી શકાય, આચાર પ્રકલ્પ એટલે નિશીથસૂત્ર સૂત્રકૃતાંગ દશાશ્રુત સ્કંધ–બૃહત્કલ્પ–વ્યવહારસૂત્ર, સ્થાનાંગસૂત્ર-સમવાયાંગસૂત્ર. શ્રી ભગવતીસૂત્ર. શ્રી સુલિકા વિષ્ણુનાદિ પાંચ અધ્યયન અરુણપપાતાદિ પાંચ અધ્યયન ઉત્થાનમૃતાદિ ૪ અધ્યયને. For Private And Personal Use Only
SR No.521614
Book TitleJain_Satyaprakash 1945 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy