________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૦ આલોયણ લઈને આ પ્રમાણે તપ કર્યો છે –૩૦૦ ઉપવાસ, રરપ છ, ઉર અટ્ટમ, ૨૦૦૦ આયંબલ, વાસસ્થાનક તપ આંબિલયુક્ત કર્યો, એકસિષ્ણુ અને એકદતી ઘણું કર્યા. ર૦૦૦ નિવિ, ૩૬૦૦ ઉપવાસ કર્યા. ગુરુ મહારાજની આરાધના માટે ઉપવાસ, એકાસણું અને આયંબિલનો તપ ૧૩ માસ સુધી કર્યો.
૨૨ મહિના સુધી ગોદ્દવહનની ક્રિયા કરી. તેમાં ઉપવાસ, આયંબિલ, નિવિ, એકાસણું ઘણુ કર્યા. ત્રણ માસ પર્યત સૂરિમંત્રની આરાધના કરતાં ઉગ્ર તપસ્યા કરી. એષણ સમિતિનું બરાબર પાલન કરી કર દેષ રહિત શુદ્ધ આહાર લેતા હતા અને નિરંતર તદન સાદો ખોરાક જ વાપરતા; મિષ્ટાન્ન કે ગરીક પદાર્થ વાપરતા જ નહિ. માંદગીમાં પ્રાયઃ દવા પણ ન લેતા. અનિતમ માંદગી સમયે પણ પોતે દવા નડેની જ લીધી, પરંતુ ઉનાના શ્રી સંઘે અન્નપાણ ત્યાગ કરી, અરે, બચ્ચાંઓને સ્તનપાન બંધ કરી ઉપાશ્રયે બેઠા અને બહુ જ આગ્રહ કર્યો ત્યારે સંધના માન ખાતર દવા લીધી હતી. સૂતી વખતે નિરંતર રાત્રે પિતાના હાથનું જ ઓશીકું રાખતા, વીંટી કે બીજું કશું યે ન રાખતા. ઘણુ વાર રાત્રે ઉઘાડા શરીર ઊભા રહી ધ્યાનમાં મસ્ત રહેતા, કલાકોના કલાકો સુધી ધ્યાનમાં ઊભા રહેતા. આત્મચિંતવન, પ્રભુ ધ્યાન અને વીતરાગ દશાની પ્રાપ્તિ કેમ થાય એ માટે સદાયે તત્પર રહેતા. આત્મકલ્યાણ અને શાસનસેવા આ તેમનો જીવનમંત્ર હતો.
સૂરીશ્વરજીને ૧૦૮ શિષ્યો હતા. સૂરિજીના પરિવારમાં ૨૦૦૦ થી ૨૫૦૦ સાધુઓ, ૩૦૩ સાધ્વીઓ, ૧૫૦ પંન્યાસ અને ૭ મહાવાદી ઉપાધ્યાય હતા. સુરિજીના શુભ હસ્તે ૫૦ પ્રતિષ્ઠા ( અંજન શલાકાઓ ) થઈ હતી. તેમના ઉપદેશથી ૧૫૦૦ સંધવીઓએ જુદાજુદા સંઘે-તીર્થયાત્રાના સંઘ કાઢ્યા હતા. પ૦૦ જિનમંદિરો નવાં બન્યાં હતાં.
સુરિજીને આયંબિલની તપસ્યા ઉપર ખૂબ શ્રદ્ધા હતી. એક વાર તિરાડોના સુરતાને સે નિર્દોષ શ્રાવકને પકડ્યા હતા. સૂરિજીને આ સમાચાર મલ્યા એટલે સૂરિજીએ પોતે અને પોતાના શિષ્યોને ૮૦ આયંબિલ કરાવ્યાં અને સિરોહીના રાવને મળી પકડેલા શ્રાવકોને છોડાવ્યા. એક વાર ખંભાતના સુબેદાર હબીબુલ્લાહે ખંભાતના શ્રાવકોને ખૂબ સતાવ્યા હતા એટલું જ નહિ કિન્તુ સૂરિજીનું ખુદનું પણ અપમાન કર્યું હતું. ક્ષમાના સાગર સરિજી ખંભાતથી વિહાર કરી અન્યત્ર પધાર્યા. હબીબુલ્લાહના સમાચાર સમ્રાટુ અકબરને મળ્યા. અકબરે હબીબુલ્લાહને પકડી સજા કરવાનું ફરમાન કર્યું. હબીબુલ્લાહને આ સમાચાર મલ્યા. તેણે દીનભાવે સુરિજીની ક્ષમા માગી, શ્રાવકોને નિમંત્રણ આપવા કહ્યા. સુરિજી તો હબીબુલ્લાહનું નિમંત્રણ આવતાં ખંભાત પધાર્યા. હબીબુલાહ સૂરિ ના પગે પડ્યો અને પિતાને અપરાધ ખમાવ્યો. દરિયાવદિલના સુરિજીએ તેને ક્ષમા આપી અને હિતશિખામણ આપતાં કહ્યું કે–પ્રજાને પ્રેમથી પાળવાથી જ તમારું અને પ્રજાનું કલ્યાણ છે.
આવી જ રીતે અમદાવાદનો સૂમો કે જેણે સુરિજીને ખૂબ સતાવ્યા હતા એને પણ સૂરજીએ ક્ષમાદાન આપવામાં ખૂબ જ ઉદારતા અને મહાનુભાવતા બતાવી હતી. સૂરિજીની હાજરજવાબી
' સૂરિજી અજબ હાજરજવાબી હતા. સમ્રના દરબારમાં જે જે વિવિધ પ્રશ્નો ઊઠતા તેને તેઓ બહુ જ સુંદર રીતે યુક્તિ, તર્ક અને દલીતસર જવાબ આપતા કે જે સાંભળી
For Private And Personal Use Only