SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ અહીં મોકલે ત્યાં સુધી મને ઉપદેશ આપનાર કેઈક રાખો. સૂરિજી શ્રી શાંતિચંદ્રજી ઉપાધ્યાયને રાખે છે. તેઓ પણ પ્રખર વિદ્વાન સમય વક્તા મહાકવિ હતા. તેમણે કૃપારસોશ” બનાવી સમ્રાટને પ્રસન્ન કર્યો હતો અને એમના ઉપદેશથી સમ્રાટે “બાદશાહના જન્મને આખો મહિનો, રવિવારના દિવસે, સંક્રાંતિના દિવસે, નવરાજના દિવસે-એ દિવસોમાં કોઈએ કાઈ જીવની હિંસા ન કરવા એવા હુકમો કઢાવ્યા હતા.” તેમજ “મહેરમનો આખો મહિને અને સુફી લેઠના દિવસોમાં જીવવધનો નિષેધ કરાવ્યું હતું.” શાન્તિચંદ્ર ઉપાધ્યાય પછી મહોપાધ્યાય શ્રી ભાનચંદ્રજી અને સિદ્ધિચંદ્રજીએ અકબરના દરબારમાં રહી ઘણું સત્કાર્યો કરાવ્યાં હતાં. આ ભાનુચંદ્રજી બાદશાહ અકબરની ધર્મસભાના ૧૪૦ મા નંબરના (પાંચમી શ્રેણી) સભાસદ હતા. અકબરના દરબારમાં સૌથી વધુ સમય રહેવાનું (લગભગ ૨૩ વર્ષ) ગૌરવ આ ગુરુશિષ્યને છે. અકબર જ્યારે જ્યારે સ્વારીમાં નીકળે ત્યારે પણ આ ગુરુશિષ્યને સાથે જ રાખતા. કાશ્મીર, લાહેર બુહનપુર ઘણે ઠેકાણે ભાનચંદ્રજી સાથે ગયા છે. શત્રુંજય તીર્થ ઉપર જે એક દીનાર–સોનામહેર કર લેવાતો તે આ ઉપાધ્યાયજીના ઉપદેશથી માફ કરવામાં આવ્યા હતા. આ સિવાય ઉપાધ્યાયજીએ અકબરને સૂર્યસહસ્ત્ર નામને જાપ કરાવવા એક સૂર્યસહસ્ત્રનામ નામક સ્તોત્ર બનાવ્યું હતું અને એનો પાઠ તેઓ સમ્રાર્ન કરાવતા. ભાનુચંદ્રજીની ઉપાધ્યાય પદવી સમ્રાટુ અકબરના આગ્રહથી લાહોરમાં થઈ હતી અને તે વખતે અબુલફજલે સારે મહેસવ કરી પચીસ ઘોડા અને દસ હજાર રૂપિયાનું દાન કર્યું હતું. વળી જહાંગીરને ત્યાં જ્યારે મૂલ નક્ષત્રમાં કન્યા જન્મી અને બીજાઓએ તેને મારી નાખવા કે નદીમાં તરતી મૂકવાનું જણાવ્યું ત્યારે ઉપાધ્યાયજીએ અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવાનું જણાવ્યું. થાનસિંહ અને માનુકલયાણની આગેવાની નીચે લાખ રૂપિયા ખર્ચી એ મહારનાત્ર ભણાવવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં સમ્રા, અકબર અને જહાંગીર પણ ગયા હતા. તેમના શિષ્ય સિદ્ધિચંદ્ર શતાવધાની હતા સમ્રાટે તેમને ખુશફહમનું બિરૂદ આપ્યું હતું શ્રી વિનસેનસૂરિ સાથે સમ્રાટ અકબરને ૧૬૪૯ થી ૧૬૫૧–પર લગભગ ત્રણ વર્ષને સમાગમ રહ્યો. સમ્રા ઉપર આ આચાર્યની બહુ ઊંડી છાપ પડી હતી. આવી જ રીતે વિવેકહર્ષ ઉપાધ્યાય, મહાનંદ અને પરમાનંદ વગેરેએ પણ સમ્રાટુ અકબરને ધર્મોપદેશ આપી “અમારી’ના દિવસો મેળવ્યા છે. (જુઓ સૂ. સ. ફરમાન પત્ર પૃ. ૩૮૩-૮૪ ) આ રીતે જગદગુરુ હીરવિજયસૂરીશ્વરજી અને તેમના શિષ્ય પરિવારે સમ્રા અકબર, ૮ “ x x ભાનચંદ્રયતિ અને ખુશફહમના ખિતાબવાળી સિદ્ધિચ દ્રયતિએ અમને અરજ કરી કે “જીજીએ, જકાત, ગાય-ભેંસ, પાડા અને બળદ એ જાનવરોની બિલકુલ હિંસા, બીજા દરેક મહીનાના મુકરર દિવસોમાં હિંસા, મરેલાના માલને કબજે કરવો, લોકોને કેદ કરવા અને શત્રુ જય પર્વત ઉપર માથા દીઠ સોરઠ સરકાર જે કર લેતા એ બધી બાબતો આલા હજરતે (અકબર બાદશાહે) માફ અને તેની મનાઈ કરી છે.” તેથી અમે પણ દરેક લોકો ઉપર અમારી સંપૂર્ણ મહેરબાની છે, તેથી એક બીજો મહિનો કે જેની અંતમાં અમારો જન્મ થયો છે તે ઉમેરીને નીચે લખેલી તપસીલ મુજબ માફી આપી અમારા શ્રેષ્ઠ હુકમ મુજબ અમલ કરી તે વિરુદ્ધ કે આડે માર્ગે જવું જોઈએ નહિ.” ( જહાંગીરનું ફરમાન, પરિશિષ્ટ ૪, સુ. સ. પૃ. ૩૮૮) For Private And Personal Use Only
SR No.521614
Book TitleJain_Satyaprakash 1945 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy