________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨ ] જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી
[ ૨૭૫ “ વળી બે તિહાં અકબર મીર, કુછ ભી માંગ જગગુરૂ હીર.
અકબર જેવો દાતા છે; શ્રી હીરસૂરિજી જેવું ઉત્તમ પાત્ર છે; બાદશાહ માંગે માંગો કહી રહ્યો છે, ત્યારે પરમ નિસ્પૃહી સરિજી જીવોના અભયદાન સિવાય કશું જ નથી માંગતા. આ વખતે સુરિજી સમ્રાટના દરબારમાં પાંજરામાં પૂરેલાં પંખીઓ ને હરણ સસલાં વગેરેને છોડાવે છે. સૂરિજીના ઉપદેશથી સમ્રાટે કરેલાં શુભ કામોની થોડી નોંધ નીચે આપું છું.
“ આહેડી વન નવિ ફરે, સુખેં ચરે વન ગાય; માછી મીન ન પરાભવે, સે ગુરૂ હીરપસાય. અજા મહિલા મહિષ ધણ, વૃષભ તુરંગમ માય; પંખી કહે ચિરંજીવજે, હીરવિજય મુનિરાય. સસલા સેલા શકરા, હીરતણું ગુણ ગાય; ઋષભ કહે બહુ પંખીયા, પ્રણમે જગગુરૂ પાય.
“હીર કહે તુમ ભલા સુજાણ,છોડો પુછી છછયા દાણ; અકર અન્યાય તીરથે મુંડથકું, તે કિમ હાઇ પાતશાહકું.
કહે પાતશા છોડ્યા સભ્ય, કુછ ભી માંગે જગગુર અબ.” બાદશાહે કર વગેરે બધું માફ કર્યું. હજી કવિની સચ્ચાઈ તો વાંચવા જેવી છે.
“ જગગુરુને શાહ કહે ગહગહી, તુલ્બારે કામકા માંગે સહી; હીર કહે બંધીજન બહુ, છોડો તો સુખ પાવે સહું. કહે અકબર એ મેટે ચોર, મુલકમેં બહોત પડાવે સો;
એક ખરાબ હજારકું કરે, છતાં ભલે એ જબલગ મરે, વળી કહે છે-“પૂજા માંગો અવલ ફકીર, કછુઆ ન માંગો આપકા હીર.”
સમ્રાદ્ધી ઈચ્છા છે સૂરિજી પિતાને માટે કંઈક માગે, પણ “વસુધૈવ કુટુમ્બકમ”ના ઉપાસક સૂરિજી પિતાના સ્વાર્થ માટે કશું જ નથી માંગતા અને એટલે જ સમ્રાટું એમને જગારના અપૂર્વ માનથી સંબોધે છે.
“મેં ખટ દર્શન દેખું ઢુંઢી, હીરકે નહિં કોઈ તોલે.” સુરિજી વિહાર માટે રજા માગે છે ત્યારે સમ્રાટ ભક્તિથી કહે છે –
અકબર કહે રહે ઈહિાં સદા, ફતેહપુર ભલ ગામ.” સુરિજી ના પાડે છે, ત્યારે સૂરિજીની પ્રશંસા કરતાં અકબર કથે છે–
ખેર મહેર તુમ નામ ન છોડું, તરનતારન હેડી.” સમ્રાટને સૂરિજી ઉપર કેવાં સ્નેહ અને ભક્તિ છેઃ “આપ જે કહો તે કામ કર્યું પણ અહીં રહે.” સુરિજી પોતાને સાધુધર્મ સમજાવે છે ત્યારે બાદશાર રજા આપતાં કહે છે?
વિજયસેનસૂરિ ઈહાં ગુરુ, એક વેર ભેજ જે.
સુરિજીનું પ્રમાણ અન્ય મુનિવરે અને સમ્રાટ અકબર સૂરિજીમહારાજે ૧૪૩૯ થી ૧૬૪૧-૪ર સુધી સમ્રાટમે ધર્મોપદેશ સંભળાવી જૈનધર્મને અનુરાગી બનાવ્યા હતા. સૂરિજી મહારાજ ૧૬૪ માં ફતેહપુરથી નીકળી આગળ વધ્યા અને અભિરામાબાદ ચાતુર્માસ રહ્યા. જતી વખતે સમ્રાટ કહે છે: વિજયસેનસૂરિજીને આપ
For Private And Personal Use Only