SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ ૬. અનેક પશુઓને બંદિઓને છોડયા છે. ડાબર સરોવરને શિકાર બંધ કરાવ્યા. સરોવરમાં કઈ જાળ ન નાંખે એવી આજ્ઞા કરી હતી. ૭. બાદશાહ રોજ પાંચસો ચકલીઓની જીભ ખાતો હતો તે સર્વથા બંધ કર્યું. ૮. બાદશાહે ચિતોડનો કિલ્લો જીતતાં કરેલું ઘેર પાપ, રાવીને કિનારે કરેલો ઘેર પશુસંહાર-શિકાર કે જેને કર્મધ કહેવાયેલ છે તે અને આ સિવાય હજીરા ઉપર લટકાવેલા હરણનાં શિંગડાં, સરદારેમાં વહેંચેલાં એ હરણનાં ચામડાં આદિ અનેક પાપને સૂરિજી પાસે પશ્ચાત્તાપ કર્યો અને ભવિષ્યમાં પોતે કદી એવું પાપ નહીં કરે એની પ્રતિજ્ઞા કરી. હ. જૈનધર્મ પ્રતિ-જૈન સિદ્ધાંતો અને જેનસાધુઓ પ્રતિ સૂરિજી મહારાજના ઉપદેશથીકે બાદશાહને પ્રેમ એવં ભક્તિ પ્રગટી હતી. શ્રીહીરવિજયસૂરિજી મહારાજના સંસર્ગ એવં ઉપદેશથી સમ્રાટ અકબરે જે અહિસાને સ્વીકાર કર્યો તે માટે તેમના દરબારમાં વિદ્યમાન અબુલફજલે “આઇને અકબરી'માં અને બદાઉનીએ પિતાના પુસ્તકમાં મુક્તકંઠે ઉલ્લેખ કર્યો છે. આપણે બધાઉનીનું વિધાન જોઈએ. આ વખતે બાદશાહે પિતાના પ્રિય નવીન સિદ્ધાન્તનો પ્રચાર કર્યો છે. સપ્તાહના પહેલા દિવસે (રવિવાર) પ્રાણવધના નિષેધની સખ્ત આજ્ઞા કરી છે, કારણ કે તે સૂર્યપૂજાને દિવસ છે. ફરબરદિન મહિનાના પહેલા અઢાર દિવસોમાં; આખો આબાન મહિને કે જેમાં બાદશાહને જન્મ થયો છે, તેમાં અને આ સિવાય બીજા પણ દિવસમાં બાદશાહે પ્રાણુંવધને નિષેધ કર્યો છે. આ હુકમ આખા રાજ્યમાં જાહેર કર્યો છે. આ હુકમની વિરુદ્ધ ચાલનારને સખત સજા કરવામાં આવે છે; આ હુકમથી અનેક કુટુઓની બરબાદી થઈ છે; તેમની મિલક્ત જપ્ત કરવામાં આવી છે. ઉપવાસના દિવસોમાં બાદશાહે માંસાહારનો સર્વથા ત્યાગ કર્યો છે. ધીમેધીમે બાદશાહે વર્ષમાં છ મહિના અને ઉપર થોડા દિવસો વધુ આવા ઉપવાસને અભ્યાસ કરી પોતે સર્વથા માંસાહાર ત્યાગ કરી શકે તે માટે પ્રયત્ન કરે છે.” બંકિમચંદ્ર લાહિડી “સમ્રાટ અકબર” નામની બંગાળી પુસ્તકમાં પણ લખે છે – “सम्राट रविवारे, चंद्र ओ सूर्यग्रहणदिने एवं आरओ अन्यान्य अनेकसमये कोन मांसाहार कारिते ना। रविवार ओ आरओ कतिपयदिने पशुहत्याकरित सर्वसाधारणके निषेध करिया छिलेन." સમ્રાટ અકબરના દરબારનું રત્ન અને સમ્રાટને પરમ સ્નેહીમિત્ર શેખ અબુલફજલ પોતાના “આઇને અકબરી'માં લખે છે. ૬. “x x x આ ઉ૫રથી ગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિ સેવડા અને તેમના ધર્મ પાળનારા કે જેમણે અમારી હજારમાં હાજર થવાનું માન મેળવ્યું છે, અને જેઓ અમારા દરબારના ખરા હિતેચ્છુઓ છે, તેમના ગાભ્યાસનું ખરાપણું, વધારો અને પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી હુકમ થયે કે-તે તરફના રહેવાસીઓમાંથી કોઈએ તેમને હરકત કરવી નહીં અને તેમનાં મંદિર તથા ઉપાશ્રયમાં ઉતારો કરશે નહીં તેમ તેમને તુચ્છકારવા પણ નહિ.” હજી આગળ આ બધાના જીર્ણોદ્ધાર કરવા દેવાની છૂટ આપી છે. તેમજ તે વખતની ધર્માધતા કે અજ્ઞાનતાથી થતા “વરસાદને અટકાવ” વગેરે આક્ષેપ મૂકી કષ્ટ આપે છે તેની નિષેધ કર્યો છે. અને તેમની ઈશ્વરભક્તિમાં કોઈએ વિન ન નાખવું તેની સૂચના છે. (“સૂરીશ્વર ને સમ્રાટ'માં પરિશિષ્ટ..--જેમાં અકબરનું ફરમાન છે તેના અનુવાદ ઉપરથી.) For Private And Personal Use Only
SR No.521614
Book TitleJain_Satyaprakash 1945 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy