SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ સમ્રાટ અકબરનું આમંત્રણ અને મુલાકાત એક વાર ચંપાબાઈ નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા હતા, એને વરઘોડે ચઢ હતા. બાદશાહે આ વરઘોડે જો અને છ મહિનાને ઉપવાસનું નામ સાંભળી બાદશાહ ચમકો, અને ચંપાબાઈને પોતાની પાસે બોલાવી. એક દિવસના રઝામાં પેટમાં ઉંદરડા દેડે છે ત્યાં આટલા ઉપવાસ કેવી રીતે થઈ શકે? બાદશાહે ચંપાબાઈને પૂછયું: બહેન, આ ઉપવાસ તું કેવી રીતે કરી શકી? ચંપાએ કહ્યું દેવગુરુકૃપાથી, મારા ગુરુ શ્રીહીરવિજયસૂરિજીની કૃપાથી આ તપ કર્યું છે. બાદશાહ આ સાંભળી બહુ જ પ્રસન્ન થયા અને સુરિજીને પિતાની પાસે બોલવવાને દઢ નિશ્ચય કર્યો, અને આ જ વખતે ગુજરાતમાં જઈ આવેલા તમાદખાને પૂછયું: તમે હીરવિજયસૂરીજીને ઓળખો છે? એતમાદખાએ કહ્યું. “નામદાર, હું એ મહાત્માને બરાબર ઓળખું છું. તેઓ સાચા ફકીર છે. તેઓ કદી કોઈ પણ વાહનમાં બેસતા નથી, કંચન અને કામિનીના સદાય ત્યાયી છે અને પિતાને બધે વખત ખુદાની બંદગીમાં અને જનતાને ધર્મોપદેશ દેવામાં જ કાઢે છે.” આ શબ્દએ બાદશાહના હદયકમલને પ્રફુલ્લિત કર્યું અને તરત જ એણે મંદી અને કમાલનામના બે ખેપિયાઓને સૂરિજી મહારાજને પોતાના દરબારમાં પધારવાની વિનંતી કરવા માટે મોકલ્યા, સાથે જ ગુજરાતના સૂબા ઉપર ફરમાન મોકલ્યું કે શ્રી હીરવિજયસૂરિજીને બહુ સન્માનપૂર્વક મેક, તેમજ જૈન ગ્રહસ્થ માનુકલ્યાણ અને થાનસિંહને પણ કહ્યું કે તમે પણ સૂરિજી મહારાજને અહીં પધારવાનું આમંત્રણ પાઠવો. આ સમાચાર સુરિજીને ગધારમાં મળે છે. અને મહાન લાભનું કારણ જણ પિતાના વિશાલ શિષ્ય સમુદાય સહિત સુરિજી ફત્તેપુરસિક્કિ માટે બંધારથી પ્રયાણ કરે છે. ફત્તેહપુરસિક્રી પહોંચતાં સૂરિજીને મહિનાના મહીના વ્યતીત થાય છે, રસ્તામાં વિવિધ તીર્થો ની યાત્રા કરી અનેક રાજા મહારાજ અને સૂબાઓને પ્રતિબધી સૂરિજી તાં વિ. સં. ૧૬૩૯ના જેઠ વદિ ૧૩ના દિવસે સમ્રાટુ અકબરને ફત્તેહપુરસિફ્રીમાં મલે છે. શ્રી હીરવિજયસૂરીશ્વરજી બાદશાહ અકબરને મલવા આવ્યા તે વખતે તેમની સાથે ૬૭ સાધુઓ હતા, જેમાં મુખ્ય વિમલહર્ષ ઉપાધ્યાય, શાંતિચંદ્રમણિ, પંડિત સામવિજય ગણિ, પં. સહજસાગરગણિ, પં. સિંહવિમલગણિ, પં. ગુણવિજય, ૫. ગુણસાગર, પં. કનકવિજય, ૫. ધર્મસઋષિ, પ. માનસાગર, પં. રત્નચંદ્ર, ઋષિ કાહને, પં. હેમવિજય, ઋષિ જગમાલ, પં. રત્નકુશલ, ૫. રામવિજય, પં. ભાનુવિજય, ૫. કીર્તિવિજય, પં. હંસવિજય, ૫. જસવિજય, પં. જયવિજય, ૫. લાભવિજય, ૫. મુનિવિજય, ૫. ધનવિજય, પં. મુનિવિમલ, અને મુનિ જસવિજય વગેરે હતા. આમાં કેટલાક વૈયાકરણ, નૈયાયિક, દાર્શનિક, વાદી, વ્યાખ્યાતા, ધ્યાન, અધ્યાત્મી ૨ આબુજી, રાણકપુરજી, તથા ફલધી પાર્શ્વનાથ વગેરે તીર્થોની યાત્રા કરી છે. ૩. અમદાવાદના સૂબા શાહિબખાનને; રેહના ભીલોના સરદાર સહસ્ત્રાર્જુન તથા તેની આઠે સ્ત્રીઓને, સિરાહીના રાજા સુરત્રાણુ (દેવડા સુલતાનને), મેડતાના રાજા સાહિમ સુલતાનને એમ અનેકને ધર્મોપદેશ આપી અહિંસા પળાવી છે; શિકાર બંધ કરાવ્યા છે અને મદિરાપાન પરસ્ત્રીત્યામ આદિ પ્રતિજ્ઞાઓ આપી છે. For Private And Personal Use Only
SR No.521614
Book TitleJain_Satyaprakash 1945 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy