SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉ૫૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [[વર્ષ ૧ એકિ નર જિણસાસણિ સિણુમાર, સાતે બેત્રે કઈ જિ સારા મન હરષિ જે ઉત્સવ કરઈ, સિધિરમણિ તે છણિપરિ વરવું ૪૪મા સેમસુંદરસૂરિ તણુઈ પસાઈ, અલિઅ બિન સવિ દૂરિ ભાઈ ! કીધી ઉપઈ પણુયાલીસ, જિણ ચકવીસહં નામઉં સી ૪પા | ઇતિ શ્રીદેવદ્રવ્યપરિહારચઉપઈ સમાપ્ત છે સંવત ૧૫૪ર વર્ષે કાટ વટ ૧૧ દિને શ્રીમતિ કાનગરે પૂજ્ય પં. શુભવીરગણિપાદ શિષ્ય ૫૦ અભયકલ્યાણગણિ તિલકકલ્યાણુગણિભિલેખી. શ્રી રસ્તુ સરાક” જાતિ પ્રત્યે આપણું ક્રૂરજ લેખક –શ્રીયુત મોહનલાલ દીપચંદ ચાકસી. પર્યુષણ પર્વ આવી રહ્યું છે, એટલે એ અંગેનાં આવશ્યક કા સ્મૃતિપટમાં તાજા થાય એ સહજ છે. અમારી પડ, સ્વામીવાત્સલ્ય, તપ-આચરવું, ખમણ-ખામણુ અને ચૈત્યપરિપાટી આદિ કરણુઓ આપણું ચક્ષુ સામે તરવરી રહેવાની. એ સંબંધમાં અઠ્ઠાઈધરના વ્યાખ્યાનમાં અને પવિત્ર ક૯૫સૂત્રમાં આવતાં વર્ણને ઠીક ઠીક પ્રકાશ ફેકે છે. આ ઉલ્લેખ કરીને જે એક વાત યાદ કરાવવા જેવી છે તે છે સ્વામીવા સલ્યની. અલબત્ત, આજે પહેલાંની માફક જમણે કરી સ્વધન બંધુઓની ભક્તિ થઈ શકે તેમ નથી જ. રેશનીંગના યુગમાં એ શક્ય નથી. વળી વાતાવરણુ જેવાં કેવળ જમણુ કરી એ ધર્મ બજવ્યાને આનંદ માનવો એ વધારે પડતું પણ ગણાય. એક ટંકના મિષ્ટાન્નથી સમાનધમ ઉદ્ધાર કરવાને સાંકડો અર્થ એ પાછળ રહે પણ નથી. જયાં એની મહત્તા દાખવતી વેળા એ ગુણને સર્વશ્રેષ્ઠ બતાવાયા છે ત્યાં એ જમણ ઉપરાંત સમાનધર્મીને વસ્ત્ર-પાત્ર અને અન્ય પ્રકારતી સહાય આપી પિતાના સરખો ઋદ્ધિ સંપન્ન બનાથવાની વાત દીવા માફક પ્રકાશી રહેલી દષ્ટિગોચર થાય છે. દુન્યવી સર્વ સમપણેમાં સ્વધર્મબંધુપણાનો નાતે સૌની મોખરે આવે છે. જે સ્વામીવાત્સલ્યની આવી મહત્તા જણાવી છે, એ મહત્ત્વના સાધનને ઉપયોગ, એકધારા પ્રયાસથી જેનસમાજના સૂત્રધારો અને શ્રીમતોએ હવે જૈનધર્મ પાળતી-છતાં ભુલાયેલી એવી પલ્લીવાલ, સરાક આદિ જાતિઓનું સંગઠન સાધવાને કરવાનો છે. કલકત્તાની શ્રી જૈનધર્મ પ્રચારક સભાએ પ્રગટ કરેલ અંગ્રેજી પુસ્તક “Saraks'માં જુદા જુદા આંગ્લ શોધકોએ લીધેલી નોંધોમાંથી જે ઉતારા આપવામાં આવ્યા છે એ ઉપરથી સરાક જાતિનાં મૂળ ઠેઠ શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમય સુધી પહોંચતાં જણાય છે, અને શ્રાવક અને સરાક એક જ અર્થમાં વપરાતા શબ્દો પુરવાર થાય છે. જેમ જેમ ઇતિહાસમાં ઊંડા ઊતરતા જવાશે અને શોધખોળના ક્ષેત્રમાં પ્રગતિ થતી રહેશે તેમ તેમ આવા તે કેટલાયે પદડા ઉચકાશે. જૈન આગમ-ગ્રંથમાં અને ત્યારપછી રચાયેલ સાહિત્યમાં એવા સંખ્યાબંધ ઉલ્લેબ દષ્ટિગોચર થાય છે કે જેની For Private And Personal Use Only
SR No.521613
Book TitleJain_Satyaprakash 1945 08
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy