________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
& ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૦ આ મહાકાવ્ય ઉપેન્દ્રના પુત્ર હરિપાલકૃત ટીકા સાથે અને શંકર પાંડુરંગે અંગ્રેજીમાં લખેલ ઉદ્દઘાત, સંસ્કૃતમાં આપેલ વિષયસૂચી અને અંતમાં આપેલ પાઇય શબ્દાવલીપૂર્વક બીજી આવૃત્તિ તરીકે ઇ. સ. ૧૯૨૭ માં પ્રસિદ્ધ થયેલું છે. આ પહેલાં શંકર પાંડુરંગે ઈ. સ. ૧૮૮૬ માં આ મહાકાવ્ય તેમજ એની ટીકાનું સંપાદનકાર્ય જેસલમેરના જૈન ભંડારની એક તાડપત્રીય પ્રતિ ઉપરથી શરૂ કર્યું. ત્યારબાદ પાટણના જૈન ભંડારની વિ. સં. ૧૨૮૬ ની તાડપત્રીય પ્રતિ, ખંભાતના જેન ભંડારની વિ. સં. ૧૨૮૯ ની તાડપત્રીય પ્રતિ અને એક સરકારી તાડપત્રીય પ્રતિ તેમને મળી. આ ચાર પ્રતિઓના આધારે આ મહાકાવ્ય, ઉપર સૂચવ્યા મુજબ ઈ. સ. ૧૮૮૬ માં અને ફરીથી શબ્દેશબ્દ ઈ. સ. ૧૯૨૭ માં પ્રકાશિત થયેલું છે. આમ આના પ્રકાશનમાં જેન જગને ફાળો છે.
ગીડવના ૭૮૮ મા પદ્યની ટીકામાં ટીકાકાર કહે છે કે એના સંગ્રહીતનામધેય પિતા ભટ્ટ શ્રી ઉપેન્ડે કહ્યું હતું કે “ર” લેખકદોષને લઈને ૪' બન્યો છે, અને એમણે બાલ્યકાળમાં આ બીજી વ્યાખ્યા કરી હતી. આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઉપેન્દ્ર એ ટીકાકારના પિતાનું નામ છે. આ ટીકાના અંતમાં નીચે મુજબ પુપિકા છે___ “जालान्धरीयभट्टश्रीमदुपेन्द्रहरिपालविरचितगौडवधसारटीका परिपूर्णा" * આ ઉપરથી ટીકાકારનું નામ “હરિપાલ” છે એ જાણી શકાય છે અને એ અથવા તો એમના પિતા જાલંધરના છે. શંકર પાંડુરંગ પંડિતે આ ટીકાકાર જૈન છે - કે કેમ એ પ્રશ્ન ચર્યો છે. તેઓ કહે છે?
(૧) જેસલમેરની પ્રતિમાં જ ટીકા છે અને એ “3 નમઃ જિનેન્દ્ર ” થી શરૂ થાય છે. આ પ્રમાણે જે કે જિનને નમસ્કાર કરાયો છે, પણ એ તે પ્રતિને લહિયો જેન હેવાથી તેણે આમ કર્યું હોય એ પણ બનવા જોગ છે.
(૨) સામાન્ય રીતે પાઈય તરફ જેનેનું વલણ રહેલું છે એટલે આ ટીકાકાર જેન હોય તો ના નહિ.
(૩) આ સંભાવના કરતાં ટીકાકારને જૈન માનવાનું કારણ એની વિશિષ્ટ જેન શૈલી છે ? કે જેની એક વિશેષતા એ છે કે બીજા કેવળ જૈન લેખકની જ સંસ્કૃત કૃતિમાં વાક્યના પ્રારંભમાં શિષ્ટ શબ્દ જવાય છે તેમ અહીં પણ છે.
હરિપાલે રચેલી ટીકા એ પાઈયની છાયા પૂરી પાડવા ઉપરાંત ગઉડવહ સમજવામાં ભાગ્યે જ ખાસ ઉપયોગી બને છે. આ ઉપર્યુક્ત પુપિકામાં “સાર' શબ્દ છે તેને શું અર્થ છે? શું ટીકા સારરૂપ છે કે ગૌવધના સારની આ ટીકા છે એમ ‘સાર ”થી સૂચવાયું છે ? આ વાત લક્ષ્યમાં લેતાં બીજો વિકલ્પ માનવા શંકર પંડિત લલચાયા છે. તેઓ એ વાત ઉમેરે છે કે અનેક જાતના પાઠભેદ, પદ્યોની અધિકતા ઈત્યાકિ જોઈને હરિપાલે ઉડવહનું સંશોધન કર્યું. અને તેને ગૌડવધાર તરીકે નિર્દેશ કર્યો. ગઉવહની હરિપાલકૃત ટીકા ઉપરાંત કોઈ ટીકા જેન ભંડારમાં હોય તે તેને ઉલ્લેખ થયો ઘટે, ગોપીપુરા, સુરત, તા. ૨૫-૨-૪૫,
For Private And Personal Use Only