________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
L[ વર્ષ ૧૦ પ્રશંસા કરી છે. તેમાં પ્રવરસેનને ઉદ્દેશીને નીચે મુજબનું પદ્ય જેવાય છે;
- “સિત પ્રવરેનેન મેઘ મહામના
तरत्युपरि यत्कीर्तिः सेतुर्वाङ्मयवारिधेः ॥" કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ કાવ્યાનુશાસન ઉપર જે અલંકારચૂડામણિ અને વિવેક રચેલ છે તે પિકી અલંકારચડામણિ (પૃ. ૪૬૧)માં સેઉબંધ (પ. સેતુબંધ)ને બે વાર નિદેશ છે, જ્યારે વિવેક (૫, ૪૫૬)માં વક્તવ્ય અર્થના પ્રતિજ્ઞાનના ઉદાહરણ તરીકે આ સેઉિબંધના પ્રથમ આશ્વાસકનું બારમું પદ્ય અને પ્રયોજનના ઉપન્યાસના ઉદાહરણ તરીકે આ જ આશ્વાસકનું દસમું પદ્ય અપાયેલ છે. વિશેષમાં વિવેક (પૃ. ૪૫૮)માં અર્ણવના વર્ણન માટે સેતુબંધ ઈત્યાદિ જોવાની, શરદૂ, વસંત, ગ્રીષ્મ, વર્ષો વગેરે ઋતુએનાં વર્ણન માટે સેતુબન્ધ, હરિવિજય, રધુવંશ, હરિવંશ ઈત્યાદિ જોવાની અને સૂર્યાસ્ત સમયના વર્ણન માટે કુમારસંભવ, હરિવિજય, રાવણવિજય, સેતુબન્ધ ઇત્યાદિ જેવાની ભલામણ કરાયેલી છે.
અલંકારચડામણિ (પૃ. ૪૬૧)માં કહ્યું છે કે
સંસ્કૃત ભાષામાં મહાકાવ્ય રચાયું હોય તે તેના વિભાગો “સર્ગ' કહેવાય, જેમકે હયગ્રીવવધ વગેરેમાં. પાઈયમાં મહાકાવ્ય હોય તો તેના વિભાગ આશ્વાસક (પા. આસાસ) કહેવાય, જેમ કે સેતુબન્ધ વગેરેમાં. આ પ્રમાણે સેતુબન્ધનો પ્રથમ નિર્દેશ છે. બીજે નિર્દેશ જે મહાકાવ્યમાં આદિથી અન્ત સુધી એક જ છંદ હોય તેના ઉદાહરણથે છે. રાવણુવિજય, હરિવિજ્ય, સેતુબંધ વગેરેમાં પહેલેથી છેલ્લે સુધી એક જ છંદ છે.
વિવેક (પૃ. ૪૫૭)માં પ્રવરસેનને ઉલ્લેખ છે. આ કવિને “અનુરાગ” પ્રિય છે એમ અહીં કહેવાયું છે.
[[૨]
ગઉડવહ એ આર્યા છંદમાં મરહદી ભાષામાં ૧૨૦૯ પદ્યમાં રચાયેલું મહાકાવ્ય છે. એમાં મંગલાચરણ તરીકે ૬૧ પદ્યો છે. એ દ્વારા બ્રહ્મા, હરિ, નૃસિહ, મહાવરાહ, વામન, કુર્મ, મોહિની, કૃષ્ણ, બલભદ્ર, મધુમથ, શિવ, ગૌરી, સરસ્વતી, ચન્દ્ર, સૂર્ય, અહિવરાહ, ગણપતિ, લક્ષ્મી, કામ અને ગંગાની સ્તુતિ કરાયેલી છે. ત્યાર પછીનાં ૨૭ પદ્યમાં કવિની પ્રશંસા છે. ૯૯ માં પદ્યથી કાવ્યને પ્રારંભ થાય છે અને એમાં યશોવર્માની મહત્તા વર્ણવાયેલી છે. બંગાળના એક પ્રાચીન વિભાગ નામે ગૌડના રાજાનો વધ એ આ મહાકાવ્યને મુખ્ય વિષય છે. એમાં ૭૯૭ થી ૮૦૪ સુધીનાં પદ્યમાં એના કર્તા વાપતિનું ચરિત્ર આલેખાયેલું છે. સાથે સાથે એમાં કમલાયુધ, ભવભૂતિ, ભાસ, જવલનમિત્ર, કુન્તીદવ, રધુકાર (કાલિદાસ), સુબળ્યું. અને હરિચંદ્રનો ઉલ્લેખ છે. ૯૦ માંથી ૯૪માં સધીનાં પદોમાં પાઇયન મહિમા વર્ણવાયો છે. ભૂષણ ભટ્ટે રચેલી લીલાવતીકામાં એક સ્ત્રી-પાત્ર પાઈયની પુષ્કળ પ્રશંસા કરે છે.
૧ આ પાઇય કૃતિ છે અને એમાંનું એક પદ્ય ૪૫૬ માં પૃષ્ઠમાં નજરે પડે છે. પણ આના કર્તા વગેરે કશું જાણવામાં નથી,
For Private And Personal Use Only