________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
वर्ष १०
अंक ६
|| અર્દમ !
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિક્રમ સ', ૨૦૦૧ : વીરિત. સ. ૨૪૭૧ : ઈ. સ. ૧૯૪૫
પ્રથમ ચૈત્ર શુદિ ૧
: ગુરુવાર : ૧૫ મી માર્ચ
क्रमांक
११४
દસમુહવહ, ગઉડવહુ અને જૈન જગત
(લે. પ્રેા. હીરાલાલ રસિકદાસ કાપડિયા મ્. એ. ) [૧] ભારતીય સાહિત્યમાં અને ખાસ કરીને પાય ( પ્રાકૃત ) મહાકાવ્યામાં પ્રવસેન પંદર આશ્વાસકમાં અને પહેલેથી છેલ્લે સુધી ‘સ્કંધક' નામના એક જ છંદમાં રચેલ દસ મુહુવહુ (સ, દેશમુખવધ) અગ્ર સ્થાન ભોગવે છે. આ મહાકાવ્યનાં રાણવહુ (સં. રાવણવધ) અને સેતુમધ ( સં. સેતુમ્ન્ય ) એવાં એ નામાન્તરા છે. એને વિષય રાવણના વધ છે એટલે કે આ રામના ચરિત્રને એક ભાગ છે. આ મહાકાવ્યને! દડીએ કાવ્યા ( ૧-૩૪ )માં તેમજ માણે ચરતમાં ઉલ્લેખ કર્યો છે. એટલે વાનરસેનાના પ્રસ્થાનથી માંડીને રાવણના વધ સુધીની હકીકત રજુ કરનારું આ મહાકાવ્ય ઈ. સ. ના છઠ્ઠા સંકા કરતાં તે અર્વાચીન નથી જ. ઈ. સ. ૧૮૮૦-૮૩ માં સીજકીડ ગોલ્ડસ્મિત ( Seigfried Goldschmidt) દ્વારા એનું સપદનકાય' થયું છે
એટલું જ નહિ પણ આ જનવિદ્વાને એને જન ભાષામાં અનુવાદ કર્યાં છે. આ મહાકાવ્ય વિ. સં. ૧૬૫૨માં રાજા રામદાસે રચેલી ટીકા સહિત કાવ્યમાલામાં ગ્રન્યાંક ૪૭ તરીકે ઇ. સ. ૧૮૯૫માં પ્રસિદ્ધ થયું છે, પણ અત્યાર સુધીમાં એને જર્મન સિવાયની કાઈ પણ ભાષામાં કાઇ ભારતીય ભાષામાં પણ અનુવાદ પ્રસિદ્ધ થયા હાય એમ જણાતું નથી. પાય સાહિત્ય પ્રત્યેની ઉદાસીનતાનેા આ એક નમૂના છે. જીવદેવે કાઈ પાધ્ય પ્રબધ રચ્યા છે અને તેની પ્રશંસા સુખાસનાહુચરિયમાં તેમજ તિલકમજરીમાં છે, તે। આ પ્રાધને હજી સુધી કશે! પત્તો જ નથી એ પણ શું કહેવાય ?
ઉદ્યોતનસૂરિએ કુવલયમાલામાં અને જિનસેને હરિવંશપુરાણમાં જેમ પ્રાચીન કવિએની પ્રશંસા કરી છે તેમ વિક્રમની અગિયારમી સદીમાં થઈ ગયેલા અને શાલન
મુનીશ્વરના બન્ધુ ધનપાલે તિલકમજરીમાં કેટલાક કવિઓની તેમજ કેટલીક કૃતિઓની
૧ વાલ્મીકિ ( શ્લા. ૨૦), કાનીન અર્થાત્ વ્યાસ (èા. ૨૦), જીવદેવ (શ્ર્લેા. ૨૪), કાલિદાસ ( શ્યા. ૨૫), ખાણું (શ્લે ૨૬-૨૭), માત્ર (સ્લેા. ૨૮), ભાવિ (શ્લે. ૨૮), ભવભૂતિ (સ્લા. ૩૦ ), વાકપતિરાજ (સ્લા. ૩૧), ભદ્રકીતિ ( શ્યા. ૩૨ ). યાયાવર (સ્લા. ૩૩ ), મહેન્દ્રસૂરિ ( ક્ષ્ા. ૩૪), રુદ્ર (સ્લા. ૩૫) અને કમ`રાજ (સ્લો. ૩૬ ).
For Private And Personal Use Only
૯ બૃહત્કથા ( લેા. ૨૧ ), તર્ગવતી (શ્લેા. ૨૩), કાદમ્બરી ( À!. ૨૭), હર્ષોંખ્યાયિકા ( શ્લેા. ૨૭ ), સમરાદિત્યચરિત્ર (સ્લે, ૨૯), ગૌડવ૧ (સ્લા. ૩૧ ) અને ત્રૈલેાક્યસુન્દરી (સ્લા. ૩૫ ).