SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકોશ [ વર્ષ ૧૦ શ્રીશ્રીમાલ શબ્દને ઉપયાગ કરેલા છે. આ ચતુરક્ષરી શબ્દ ધ્યાનપૂર્વક વિચારનારને એમાં એ જાતિઓનું અસ્તિત્વ દેખાડે છે. એક શ્રીશ્રી+મારુ આ બન્ને શબ્દો મલીને થએલા આ શ્રીશ્રીમાલ શબ્દ આ બન્ને જાતિએનું સહવાસીપણું બતાવે છે. શ્રીમાલપુરાણુ એ તે જાતીના ક્ષાત્રાચારના પરિત્યાગ પછી ઘણા કાળે લખાએલું છે, પરન્તુ એને માટે તે આપણે જૈન આગમ પ્રથા ઉપર જ નજર ફેરવવી પડશે. આ બન્ને તિએ ભગવાન મહાવીરદેવના સમયમાં કાશીદેશ અને કાશલદેશની રાજ્યકર્તા હતી. તેમાં એક લિચ્છત્રી અને ખીજી મલકી નામે એાળખાતી હતી. એમનુ' વાસસ્થાન કાશી-કૈાશલ અને બંગાળમાં હતું; જેનું પાટનગર વિશાલા—ઉર્ફે વૈશાલી હતું, ( હાલનુ બિહાર ) કે જેમાં મહારાજાધિરાજ ચેટક રાજ્યકર્તા હતા. ઉપરાંત બન્ને જાતિએ પૂર્વ ભારતમાં પરમ શકિતશાલી અને જૈનધર્મીનુયાયી પ્રાચીન કાલથી જ હતી, જેના જાતિના બળ માટે શાયપુત્ર બુદ્ઘભગવાને કાણિક-ઉર્ફે કાલાશોકને માઢે મુકતકંઠે પ્રશ ́સા કરી છે; જેની વિવિધ પ્રશ્નોત્તરી બૌદ્ધ ગ્રંથામાંથી મળી આવે છે. બિહાર ઉર્ફે વૈશાલીનું મહાન સર્વોપરિરાજ્ય લિચ્છવી ઉર્ફે હૈહયર વંશનું હતું. મગધના શિશુનાગવ’શ સાથે કોટુંબિક કલહના પરિણામે વૈશાલોરાજ્યના નાશ થવાથી શતાવધ કુટુબેએ સ્વદેશ છોડી મરૂભૂમિમાં આવી શ્રીમાલ નગર વસાવ્યું અને વાણિજ્ય વ્યવસાય સ્વીકાર્યો, જેને સહચર કુલગુરુ બ્રાહ્મણેાએ લક્ષ્મીનંદન તરીકે પિછાનાવ્યા છે એ યુકિતયુક્ત જ છે. ઉપરાકત લિચ્છવી ઉર્ફે હૈહયવંશી કુટુંખેએ ત્યારપછી પેાતાના વંશનુ નામ શ્રીશ્રીવશ રાખ્યું, અને સહયેાગી મલકી જાતિએ શ્રીમાલ નામ ધારણ કર્યું, પરન્તુ જાતીય સંગઠન જાણનારાએ અને એકજ નામથી બન્નેનું વિધાન ઇચ્છનારાએ શ્રીશ્રીમાલ એ શબ્દ પ્રયાગ કર્યો. આ જાતીએ વાણિજ્ય વ્યવસાય સ્વીકાર્યો પછી પણ પ્રથમતી માફક જ જૈનધર્માંનુ પાલન અને જિનેશ્વરાની ભકિત તથા ધર્મ સ રક્ષણુ તેમજ ધર્મીપ્રચાર કરવામાં અદ્વિતીય શકિત બતાવી છે, એમ વિદ્વાનાએ કરલી નાંધા ઉપરથી જોઇ શકાય છે. પ્રશસ્તિગત વ્યક્તિએ સબંધી વિચારણા શાહે કાલુ: આ પુરુષ શાહ કુમારપાલના દાદા થાય છે. મારી પાસે અસ્તિત્વ ધરાવતા પ્રાચીન ધાતુપ્રતિમાના લેખમાં તેમને વિશેષ પરિચય આપે એવા એક પણ લેખ જોવામાં આવતા નથી, પરન્તુ એ જ માંડવગઢમાં વસતા પ્રાપ્વાટ જ્ઞાતિના શાહ કાલુએ એ જ કાલુના સમયમાં જ્ઞાનભાંડાગાર-સ્થાપ્યાના પુરાવા પ્રશસ્તિસંગ્રહના ઉત્તર વિભાગના પૃ. ૫૨-૫૪ માં પ્ર. ન. ૨૦૫–૨૧૫માં સવિસ્તર મળે છે, પણ તે અહીં અસ્થાને છે. ૧ જુએ કલ્પસૂત્ર મૂલ અને ટીકા, તેમજ કલિકાલસર્વજ્ઞ શ્રીમાન હેમચન્દ્રાચાર્ય કૃત ત્રિ. શ. પુ. ચ. પવ' ૧૦ મું. ૨. જુએ ભારતઃ પ્રાચીન રાજવંશ ભા. ૧ લો, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર પર્વ ૧૦ મું, ભારતીય પ્રાચીન લિપીમાલા ગૌરીશ'કરહી. એઝાકૃત, તથા સમ્રાટ્ સંપ્રતિ, અને સમ્રાટ્ પ્રીયદર્શી વગેરે. For Private And Personal Use Only
SR No.521608
Book TitleJain_Satyaprakash 1945 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy