________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક અપ્રસિદ્ધ અપૂર્ણ પ્રશસ્તિ
f૧૫ આનંદિત મનવાળા વસ્તુપાલના અગ્રજ (મોટાભાઈ) પિતાની હરાવી અને વીરાદેવી નામે બે સ્ત્રીઓ સાથે તથા પિતાના પુત્રયુક્ત, જેનાં બે નામ છે એક મનજી અને બીજું કમારપાલ એણે સંવત ૧૫૪૭ના વર્ષમાં જ્યાં મેટા ધનવાને વસી રહ્યા છે એવા માંડવગઢમાં ન્યાયના અવતારરૂપ ગૌરવાન્વિત ગુણ વડે જેને કીર્તિ પ્રાપ્ત થઈ છે એવા નવાબ ગ્યાસુદ્દીનની સૌમ્ય દષ્ટિવડે ચાતુર્માસિક પુસ્તકને પ્રથમ વિધિપૂર્વક ઉત્સવ કરીને વેઝન યુક્ત શ્રીકલ્પસવની પ્રતો સર્વ શાળાઓમાં (ઉપાશ્રયમાં) આપી. (ર) અપૂર્ણ.
પ્રશસ્તિગત વ્યક્તિઓનું વશવૃક્ષ શ્રીશ્રીવંશીય-માંડવગઢ નિવાસી
શાહ કાલુ (પત્ની-જયંતદેવી) (તેમના બે પુત્રો)
૧ નામ નથી તેના બે પુત્રો,
તેની બે પત્ની
૧ મહુલાઈક
૨ વયના
(૧ નામ નથી) તેને પુત્ર
૨ ધર્મિણી તેના ત્રણ પુત્રો
મનજી ઉફે કુમારપાલ (તેની બે પત્ની)
૧ વસ્તુપાલ ૨ તેજપાલ યમપાલ
હીરાદે
વીરા (કુમારપાલને પુત્ર હતો તેનું નામ નથી આપ્યું)
બીશ્રીવશ સંબંધી વિચારણા ઉપરોક્ત પ્રશસ્તિમાં સર્વથી પ્રથમ પ્રતિ લખાવનારના વંશનું નામ શ્રીશ્રીવંશ બતાવવામાં આવ્યું છે. જ્ઞાતિઓનાં પ્રસિદ્ધ નામમાં શ્રીશ્રીવંશનું નામ ભાગ્યે જ કોઈને પરિચિત લાગે એવું છે. સામાન્ય રીતે શ્રીશ્રીવંશન શબ્દાર્થ લક્ષ્મીના વંશમાં એવો થાય છે. પૌરાણિક અલંકારિક રૂપે લખનાર બ્રાહ્મણોએ એ શબ્દને અનુલક્ષીને શ્રીમાલપુરાણું લખેલું છે. પુરાણુ તે કે હજુ સુધી ભાગ્યે જ કોઈ જૈન વિદ્વાનને હાથ ચઢયું હશે. પણ તેનું જ અવતરણ વિદ્વાન કવિરાજ મુનિ લાવણ્યસમયજીએ વિમલ પ્રબંધમાં કર્યું છે. અને તે મણિભાઈ બારભાઈ વ્યાસે પ્રસિદ્ધિમાં મૂકવાથી વિદ્વાનને હાથ ચહેલું છે.
* શ્રીમાલપુરાણમાં શ્રીમાલીઓને લક્ષ્મીના વંશના વર્ણવ્યા છે. તે ઉપરથી શ્રીમાલી વણિગ જાતિ એમ સમજે છે કે, અમે લક્ષ્મીના વંશના છીએ. પરંતુ વાસ્તવિક રીતે તે. એમાં લેકસમાજની બાંતિ જ છે. શ્રીમાલીને માટે ધાતુપ્રતિમાઓ ઉપરના ટલાક લેખમાં
For Private And Personal Use Only