________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
એક અપ્રસિદ્ધ અપૂર્ણ પ્રશસ્તિ
[શ્રીશ્રીવંશીય સુશ્રાવક કુમારપાલ) લેખક-યુત વૈદ્ય ચીમનલાલ લલ્લુભાઈ ઝવેરી, મહુધા. અહીં આપવામાં આવે છે તે પ્રશસ્તિ નડીઆદ જૈન સંઘના આગેવાન સુતરિયા મેહનભાઈના કબજામાં હાલ જે લાયબ્રેરી છે તેમાંની એક હસ્તલિખિત પ્રતમાં છે. આ પ્રતિ કાગળ ઉપર લખેલી સચિત્ર અને દેવનાગરી પરિમાત્રામાં છે. પ્રતના અક્ષરો અને યાચવણુ ઘણું સારી છે. અંતનું પાનું જતું રહેવાથી પ્રશસ્તિ અપૂર્ણ છે. એવી જ બીજી પ્રતિ છે. પણ તેના અંતના પાના ઉપર કાગળ ચોટાડેલે હેવાથી પુપિકા વગેરે કાંઈ મળી આવ્યું નથી. આ બેમાંથી એક પ્રતિમાં સંદેહવિષૌષધિ નામે ખરતરગચ્છાચાયત સંક્ષિપ્ત વૃત્તિ લખેલી છે. પ્રશસ્તિ આ પ્રમાણે છે
श्रीश्रीवंशविभूषण समभवत् कालु इति ख्यातिमान् तस्यासिज्जयतुप्रिया ननु तयोः पुत्रो दुदानामकः ॥ प्रनिर्मिणिसंक्षकासुकृतिनी पुत्रास्त्रयैते तयोः शाहश्रीश्रित वस्तुपालमतिमान् तेजाभिघो बुद्धिमान् ॥ १ ॥ श्रीषीमश्च महाइको हि क्यजाख्यानौ पितृव्याङ्कजौ श्रीमन्मालवमण्डलेश्वरनृप श्रीग्यासुद्दीनप्रभोः ॥ राज्ये प्राज्यविचार्यकार्यविदुहः श्रीनागराजः सुधीः । तत्साहाय्यमवाप्यमोदितमनाः श्रीवस्तुपालाग्रजः ॥२ ।। हीरादे-चीरादेपनि₹यसंयुतः सदा सुभगः । माम द्वययुत मनजी-कुमारपालोङ्गजेनयुतः ॥ ३ ॥ षण्मेरु निर्जर नग क्षिति सङ्घयवर्षे श्रीमण्डपाचल निवासमहेम्यसुर्गे ॥ न्यायावतारगुणगौरवलब्धकीर्तिः श्रीग्यासुद्दीननरनायकसौम्यदृष्टया ॥४॥ चातुर्मासिकपुस्तकोत्सवविधिं पूर्व विधायादभूतं । श्रीकल्पप्रतयः सुवेष्टनयुतां शालासु सास्वपि ॥
(ગ ) પ્રશસ્તિ-અનુવાદ. શ્રીકીવંશના વિભૂષણરૂપ પ્રખ્યાતિવાન કાલુ હતો, તેની સ્ત્રી જ્યત ઉર્ફે જયંતદેવી નામે હતી. તેઓ બન્નેને દુદા નામે પુત્ર હતા. તેને ભાગ્યશાલી ધર્મિણી નામે જી હતી. તેઓ બનેને આ ત્રણ પુત્રો હતા. એક જેને લક્ષ્મી વરેલી છે તે બુદ્ધિમાન શાહ વરસ્તુપાલ, બીજે તેજપાલ અને ત્રીજે ક્ષેમપાલ, એઓને કાકાના છોકરા બે ભાઈ એક શાહ માઇક અને બીજે શાહ વયજા નામે હતો. (૧)
સુશોભિત માલવમંડલેશ્વર રાજા (નવાબ) ગ્યાસુદ્દીનના વિસ્તૃત રાજ્યના કાર્યને વિચાર કરવામાં વિદુર સમાન સારી બુદ્ધિવાળે નાગરાજ હતું. તેની સહાયતા પામીને
For Private And Personal Use Only