SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ સામાં જ્યારે એ ઉભરાય છે-એમાં પૂર આવે છે ત્યારે એ પાણીમાં એટલુ જોસ અને તાણુ ( ખેંચ ) હેાય છે કે ભલભલા તારાને પણ મુંઝવણુ થાય. જે રૂપેણુનાં પાણીએ પંચાસરને શેાભાવ્યું; પચાસરને પુષ્ટ કર્યું એ જ રૂપેણે એક વાર આ નગરને પેાતાની ગેાદમાં શમાવતાં સંક્રાચ સરખાય ન કર્યો. શંખેશ્વરજી જતા યાત્રીએને માટે આ એક મેાટું ભયસ્થાન છે. અહીં ધણી જાને લુંટાઇ છે; અહી જ ઘણા જૈન સંધાને લુંટવા પ્રયત્નો થયા છે. અહીં એકલદોકલ મુસાફર તેા પાર વિનાના લુંટાયા છે. પરંતુ અહીં ચમત્કાર! પણ ધણું! સંભળાય છે. જે કાઈ યાત્રી કે સંતને લુંટવાના પ્રયત્ને થયા છે ત્યારે ત્યારે શ્રી શ’ખેશ્વર પાર્શ્વનાથજીનેા જાપ કરવાથી-સ્મરણ કરી વંદન કરવાથી તરત જ સહાયતા-દૈવી સહાયતાએ પ્રાપ્ત થઇ છે, લુટારૂઓને નાસી જવું પડયું છે અને યાત્રિકા સહીસલામત તીસ્થાને પહેાંચી ગયાના ઘણા દાખલાએ વિદ્યમાન છે. રૂપેણુ વટાવ્યા પછી પચાસરની કાંઈ જ નિશાનીએ નથી જણાતી. શંખેશ્વરજી તી પ્રાચીન જૈન તીસ્થાન છે. ગુજરાતના પ્રતિહાસ લેખકાએ આ સ્થાનની પ્રાચીનતા જાણી અને પ્રકાશમાં મૂકવાની જરૂર છે. આ સબંધી “ આછુ ”ના વિદ્વાન લેખક સાહિત્યપ્રેમી મુનિમહારાજ શ્રી જયંતવિજયજી મહારાજે ‘ શ્રીશંખેશ્વર મહાતીર્થં ' પુસ્તક લખી ઘણી સામગ્રી એમાં આપી છે. સુન વાચક્ર એ પુસ્તક વાંચી આ તીર્થની પ્રાચીનતા સંબંધી જ્ઞાન મેળવી શકે છે. પરન્તુ હું તા થાડા પ્રાચીન સ્થાને સબધી જ લખીશ. ,, હાલના શ્રોશ'ખેશ્વરજી પાર્શ્વનાથજીના મંદિરથી ના થી ના માઈલ દૂર ચંદુરના માગે જતાં એક ઉંચાણુ ટેકરાને ભાગ છે. ત્યાં ફરતાં ફરતાં તપાસ કરતાં એમ જણાય છે કે ત્યાં પોલાણુ હશે. તેમજ જાની ઈંટા, મકાનના પાયા વગેરે દેખાય છે. આગળ તળાવ કાંઠે જે કૂવામાંથી શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથજીની મૂર્તિ નીકળ્યાનું સ્થાન બતાવાય છે તે તરફ પણ મકાનના પાયા વગેરે દેખાય છે. એ પ્રાચીન કૂવા પણ પુરાઈ ગયા જેવા છે. પરન્તુ ઉપર મેં જે સ્થાન વર્ણવ્યું ત્યાં તે ચેતરફ ટીંબે છે અને ખેાદકામ થાય તા ઘણી ઘણી પ્રાચીન વસ્તુએ ઉપલબ્ધ થવાની સંભાવના જણાય છે. આ પછી જૂનું મંદિર કે જે પ્રાચીન છે તેની રક્ષા માટે ઉચિત પ્રબંધ થવાની જરૂર છે. અહીં નજીકમાં ચંદુર પણ પ્રાચીન સ્થાન છે. ચંદેરી નગરી કહેવાય છે. સુંદર ભવ્ય મંદિર પરમ દર્શનીય છે. અમે તે। સુજ પર, સમી થઈ હારીજ ગયા. સમીમાં એક સુંદર પ્રાચીન જિનભુવન છે. ગામ વચ્ચે એક મેાટી વિશાલ મસ્જીદ છે. આ મસ્જીદ એક ખાવન જિનાલય મંદિર તેાડીને બનાવવામાં આવેલ છે. ઓતરાદા દરવાજા બહારની કુંભી પર એક ખંડિત જિનમૂર્તિને આકાર અદ્યાવધિ વિદ્યમાન છે. હારીજ: જૂનું અને નવું બે હારીજ છે. નવું હારીજ તે હમણાં વીસમી સદીના ઉત્તરામાં જ વસ્યું છે, ફાલ્યું છે, સુંદર જિનમંદિર ઉપાશ્રય વગેરે છે. જૂના હારીજમાં એક પ્રાચીન ભવ્ય જૈન મદિરના પત્થરા-પાયે વગેરે વિદ્યમાન છે. ગાયકવાડ રાજ્યની ભૂગોળમાં લખ્યું હારીજમાં એક પત્થરનું જૂનું માટુ' મરિ છે.” લેખકે આ મંદિર કાનું છે એ લખવાની મહેનત નથી ઉઠાવી, "C For Private And Personal Use Only
SR No.521608
Book TitleJain_Satyaprakash 1945 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy