________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાંક પ્રાચીન ઐતિહાસિક સ્થાને
લેખક: પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજ્યજી (ત્રિપુટી) ગુજરાતમાં એવાં એતિહાસિક પ્રાચીન સ્થાને છે કે જે પ્રકાશમાં આવવાની રાહ જોઈ રહ્યાં છે. આજના પ્રકાશમાં એ સ્થાનો ગુજરાતના ઈતિહાસનાં જૂનાં સુવર્ણ પૃષ્ઠ ઉકેલવામાં બહુ જ સહાયતા આપે તેવાં છે. પરંતુ ખેદની વાત એ છે કે આપણું સાક્ષરો અને ઈતિહાસવિદોને માત્ર પુસ્તકો અને કલ્પનાના જોરે જ ઊભા રહી ગુજરાતના ઇતિહાસની ભવ્ય ઈમારત ચણવી છે. પરંતુ જ્યાં સુધી ગુજરાતનાં પ્રાચીન ઐતિહાસિક સ્થાનેનું પૂર્ણ રીત્યા નિરીક્ષણ કરી તેને પ્રકાશમાં લાવવામાં નહિ આવે ત્યાં સુધી ગુર્જર ઇતિહાસને ભવ્ય પ્રાસાદ અપૂર્ણ જ ગણાશે.
ગુજરાતમાં પાટણ, ચાંપાનેર, વીરમગામ, ધોળકા, ગોધપુર, ત્રંબાવતી (ખંભાત) દર્ભાવતી (ડભોઈ), ખેટકપુર (ખેડા), ભૃગુકચ્છ (ભરૂચ), વગેરે વગેરે ઘણું પ્રાચીન એતિહાસિક સ્થાને ગુજરાતના ઇતિહાસનાં અમુક સાધનો પૂરાં પાડે છે. તેમજ નીચેનાં પ્રાચીન સ્થાને પણ ગુજરાતના ઇતિહાસમાં સુંદર પ્રકાશ પાડે તેવાં છે.
આ વખતને અમારો વિહાર શ્રી શંખેશ્વરજી સુધી હતો, પરંતુ શેઠ લાલભાઈ ઉમેદચંદ લહાના આગ્રહથી કંબઈ તરફ જવાનું થયું. એ દરમ્યાન આ સ્થાનો જેવાને અવસર મળ્યો. - પંચાસર - ગુર્જરનરેશ જયશિખરીની રાજધાની પંચાસર આજે બદલાઈ ગયેલ છે. વિદ્યમાન પંચાસર તદ્દન નવું જ વસેલું છે, એક સુંદર જિનમંદિર છે. નાની જન લાયબ્રેરી છે. ગામ બહાર એક જૂનું શિવાલય ખંડિયેર રૂપે ઊભું છે. ગામડાના માણસો એના પત્થર કુહાડી અને ધારિયાની ધાર ઘસવામાં વાપરે છે. ખપ પડે પત્થર મરચું વાટવા અને કપડાં દેવા પણ લઈ જાય છે અને ઈટો પણ ઉપાડી જાય છે. ત્યાં છાણાં થાય છે અને છોકરાં એ સ્થળને ઉકરડા તરીકે ઉપયોગ પણ કરે છે.
ગામના પાદરમાં ઘેડ પાળિયા ઊભા છે. ઓગણીસમી સદીમાં પરાક્રમ કરી લઢતાં લઢતાં જાન આપી ગયેલા વીરેનાં એ સ્મારકે છે. સતીઓના હાથે પણ છે. પંચાસરની ચારે તરફની ભૂમિ વીરભૂમિ છે, જ્યાં પુરુષોની સાથે રહી સ્ત્રીઓ પણ તરવાર લઈ ઘૂમી હતી અને પિતાનાં આત્મજનની રક્ષા કરતાં ત્યાં જ મૃત્યુને ભેટી અમર થઈ હતી. એવી બે ત્રણ સ્ત્રીઓના પાળીયા પણ અહીં છે. ગામથી એકાદ માઈલ દૂર ખેતરમાં એક જૂની પુરાણી દેરી હતી–છે. હમણાં સુધરાવી છે. લોકે કહે છે એ જયશિખરીની દેરી છે. ચાવડા વંશનો એ પરાક્રમી પ્રતાપી પુરુષ ભૂવડના સિન્ય સાથે લઢતાં મર્યો હતો; તેનું આ સ્મારક છે. આ દેરીમાં ઘણી વાર રાત્રિના દીપક પ્રગટે છે, એમ કહેવાય છે.
તળાવ તરફ આગળ વધતાં મોટા મોટા ટીંબા-ટેકરા દેખાય છે. ત્યાં ખોદકામ થાય તો પ્રાચીન પંચાસરના અવશેષો જરૂર ઉપલબ્ધ થાય એવી સંભાવના છે. ઘણી વાર બહુ વર્ષો પછી આ સ્થાને મેટી ઈટો દેખાય છે; જાના સિક્કા પણ હાથ આવે છે. આ બધા ચિહ્નો કઈ શોધકની રાહ જુવે છે.
પંચાસરની આગળ જતાં :- શંખેશ્વરજી તરફ જતાં તળાવ ઉપર પણ જૂના ખંડિપેરેના અવશે જણાય છે, અને મને લાગે છે કે જૂનું પંચાસર આ બાજુ જ હશે.
આગળ જતાં કલકલ નિનાદે વહેતી રૂપેણ નદી બહુ જ તોફાની અને ઉંડી છે. એમા
For Private And Personal Use Only