SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬ ] જાસુરનગર પંચ જિનાલય ચઈત્ય પરિપાટી [ ૫ જણાય છે કે કીર્તિપાલે વિ. સં. ૧૨૩૬ થી ૩૯ સુધી રાજ્ય કર્યું હોવું જોઈએ. ત્યારથી ચહુઆણાનું રાજ્ય સ્થપાયું. કીર્તિપાલને પુત્ર સમરસિંહ, એક પ્રતાપી પુરુષ થઈ ગયો છે. તેણે સુવર્ણગિરિના પ્રાચીન કિલ્લાને પુનરુદ્ધાર કરાવ્યો. તેથી એ અને એના વંશજો સોનગિરા ચહુઆણ કહેવાયા. સોનીવંશના શ્રાવકના જે ઉલ્લેખ મળે છે તે આ રજપુત જાતિમાંથી ઊતરી આવેલા વણિકેના જ હેવા સંભવ છે. આ સમરસિંહના વખતમાં સંવત ૧૨૩૯ના વર્ષમાં શ્રીમાલવંશના શેઠ યશેદેવના પુત્ર શ્રેષ્ઠી યશવીર શ્રાવકે જાલોરના આદિનાથ મંદિરનો મંડપ કરાવ્યો હતો, જે મંડપ શિલ્પકળાને અદભુત નમૂનો હોઈ દેશપરદેશના સેંકડો પ્રેક્ષકે ત્યાં જોવા આવતા.૮ સમરસિંહ પછી તેનો પુત્ર ઉદયસિંહ ગાદીએ આવ્યો. આ ઉદયસિંહનો મંત્રી પરમ શ્રાવક યશવીર હતા. તે શ્રીમાન હવા સાથે શિલ્પવિદ્યામાં નિષ્ણાત અને દાનેશ્વરી હતો. તેણે શોભન સૂત્રધારના બનાવેલા “લૂણિગવસતિ' જેવા શિલ્પકળાવાળા અદ્ભુત ચિત્યમાંથી ૧૪ ભૂલ બતાવી હતી.૯ અને શ્રી વસ્તુપાળે તેની સ્તુતિ કરી હતી. આ ઉદયસિંહ પછી તેને પુત્ર ચાચિગદેવ થયો. આ બંને પિતા પુત્ર જાલોરના નામાંકિત રાજાઓ થઈ ગયા છે. ચાચિગદેવના વખતમાં લખાયેલા અનેક લેખો મળી આવે છે. આ ચાચિગદેવને પુત્ર સામંતસિંહ અને તે પછી કાન્હડદેવ જાલોરના રાજા થયા. કાન્હડદેવ જાલોરને છેલ્લે સ્વતંત્ર ચૌહાણ રાજા હતો. સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીએ સં. ૧૭૬૬ કે૬૮માં જાલેર પર ચઢાઈ કરી. તેમાં આ અને તેનો પુત્ર વીરમદેવ બંને માર્યા ગયા. અને એની સાથે જાલોરના ચૌહાણ રાજ્યનો પણ અંત આવ્યો. પદ્મનાભ કવિએ સં. ૧૫૧૨ માં રચેલા “કarg વેધ' નામના ગૂજરાતી કાવ્યમાં આ સંબંધી સવિસ્તર હકીકત આપેલી છે. | મુસલમાન પછી કેટલોક વખત જાલોર ઉપર મેવાડના રાણુઓને પણ અધિકાર થયો હતો. પણ ચૌહાણાએ તેમને હઠાવી પાછી પોતાની સત્તા ત્યાં જમાવી. ચૌહાણને ७ श्रोविक्रमादित्यनरेन्द्रकालात् साशीतिके याति समा सहस्रे । सश्रीकजावालिपुरे तदाद्यं डब्धं मया सप्तसहस्रकल्पम् ॥ बुद्धिसागरव्याकरण अन्तप्रशस्ति । ८ नानादेशसमागतैर्नवनवैः स्त्रीपुंसवगैर्मुहु- . र्यस्याहो रचनावलोकनपरैः नो तृप्तिरासाद्यते । स्मारं स्मारमथो यदीयरचनावैचित्र्यविस्फर्जितं तैः स्वस्थानगतैरपि प्रतिदिनं सोत्कण्ठमावर्ण्यते ॥ (સભામંડપમાંના મેટા પાટપરના લેખમાંથી) . ९ संवत् १२९२ वर्षे प्रतिष्ठामहोत्सवे श्रीगुरुसंघस्वजनपरिधापनपूर्व शोभमस्य करयुगे मन्त्रिणा स्वर्णशृङ्खलाः परिधापिताः । तस्मिन् समये समाहूतजावालिपुरेश श्रीउदयसिंह नृप-प्रधानयशोवीरपार्श्व श्रीवस्तुपालः प्रासादगुणदोषान् पप्रच्छ । तदा ८४ राणक १२ मंडलीक ४ महाधर ८४ महाशातीय महा सभायां स आह–इत्यादि -(ાહાર રહi) १० तच्चातुर्यगुणाकृष्टहृदयः स्तुतिमातनोत् । बस्तुपालः यशोवोरमन्त्रिणः सद्गुणोदधिः ॥ For Private And Personal Use Only
SR No.521608
Book TitleJain_Satyaprakash 1945 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy