________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સત્ય પ્રકાશ
[વર્ષ ૧૦ બીજીવાર વિહારી પઠાણોએ હાંકી કાઢી પોતે જાલોરના માલિક બની બેઠા. અકબરના સમય સુધી આ વિહારી પઠાણેએ ત્યાં રાજ્ય કર્યું.
અકબર પછી જહાંગીરના સમયમાં રાઠોડવંશીય સુરસિંહજીના ઉત્તરાધિકારી મહારાજા ગજસિંહના સમયમાં એટલે સં. ૧૬૮૧ માં મુહત જયમલજી,૧૧ જે ગજસિંહનો મંત્રી હતા, તેણે જાલોરના કિલ્લા પરના એક મંદિરમાં ત્રણ મૂર્તિઓ કરાવી. એ સિવાય સં. ૧૬૮૩ માં જયમલની પત્નીઓ સરૂપદે અને સેહાગદેએ બેસાડેલી કેટલીક મૂતિઓ પણ ત્યાં છે. એ પછી કેટલેક વખત નવાબ અમીરખાને પણ જાલોર પર રાજ્ય કર્યું છે. સં. ૧૭૪૨ માં મહારાજા અજિતસિંહજીએ જાલોરને જીતી લઈ જોધપુર રાજ્ય સાથે જોડી દીધું, જે આજ પર્યત તેમના વંશજ જોધપુરના રાઠોડ મહારાજાઓના અધિકારમાં ચાલ્યું આવે છે.
જાલેરને કિલ્લો લગભગ ૮૦૦ વાર લાંબે પહોળો છે અને આસપાસના મેદાનથી ૧૨૦૦ ફીટ ઊંચી ટેકરી પર આવેલ છે. આ કિલ્લા પરથી આખું શહેર દેખાય છે.
ગઢને ચાર દ્વારા છે. સૂરજપળ, ધુળ, ચાંદપોળ અને લોહપાળ-એનાં નામ છે. ગઢ ઉપર જોવા લાયક બે જૈન મંદિરો અને એક કબર છે. એક ચૌમુખનું જૈન દેવાલય છે અને તેને બે માળ છે. | વિક્રમાદિત્યની ચોથી પેઢીએ થયેલા નાહડરાજાના વખતમાં એક “યક્ષવસતિ' મંદિર હતું. તેને રાજકાળ મેરૂતુંગને લખવા પ્રમાણે વિ. સં. ૧૨૬ થી ૧૭૫ સુધીને છે. એ સંબંધે વિવાદ માં જણાવ્યું છે કે –
नवनवहलक्खधणवहअलद्धवासे सुवण्णगिरिसिहरे ।
नाहडनिवकालीणं थुणि वीरं जक्खवसहीए ॥ * અથાત-નવાણ લાખ રૂપિયાની સંપત્તિવાળા શેઠિયાઓને પણ જ્યાં રહેવાને સ્થાન મળતું નહોતું ( અર્થાત ત્યાં બધા ક્રોડપતિઓ જ ઉપર વસતા હતા, એથી ઓછી મૂડીવાળાને ત્યાં સ્થાન મળતું નહિ.) એવા સુવર્ણગિરિ શિખર ઉપર નાહડરાજાના વખતના પક્ષવસતિ” નામના દેશમાં ભગવાન મહાવીરની સ્તુતિ કરો.
આ રીતે જાલોરનો ઇતિહાસ મળી આવે છે, તે ટૂંકમાં જણાવ્યો છે. - સં. ૧૬૫૧ માં રચાયેલી આ ચૈત્ય પરિપાટીમાં માત્ર પાંચ જિનાલયોનું વર્ણન છે. આથી જણાય છે કે નગરમાં તે વખતે માત્ર પાંચ જ જિનાલયો હશે અને તે પછી કિલ્લાનાં દેરાં સિવાયનાં આઠ દેરાસર બંધાયાં હશે એમ લાગે છે. ૧ મહાવીર સ્વામીનું મંદિર, જેમાં ૯૫ પ્રતિમાઓ તે વખતે હતી. ૨ નેમિનાથ ભગવાનનું, જેમાં તે સમયે ૧૪૭૩ પ્રતિમાઓ હતી. ૩ શાંતિનાથ ભગવાનનું, જેમાં ૧૨૫ પ્રતિમાઓ હતી. ૪
૧૧ યમલજી, સાત જેસા અને તેની પત્ની નામે જયવંતદેને પુત્ર હતા. જયમલને બે સ્ત્રીઓ હતી: સરૂપદે અને સહાગદે. પહેલી સ્ત્રીથી તેને નેણસી, સુંદરદાસ અને આસકણું નામે પુત્રો થયા. બીજી સ્ત્રીથી પણ એક થે. આ સૌમાં નેણુસી ઘણે પ્રખ્યાત થયો. મારવાડને સૌથી વિશેષ પ્રખ્યાત ઈતિહાસ જે માત્ર મારવાડ માટે જ નહિ પણ મેવાડ તથા રજપૂતાના બીજા રાજ્યો માટે પણ ઘણું ઉપયોગી છે તે ઇતિહાસનું નામ “શ્રેણીની યાત” છે..
For Private And Personal Use Only