________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૦ તેઓ સત્તરમી શતાબ્દિના મધ્યકાળમાં હતા, એટલું જ માત્ર તેમના ગ્રંચ-રચનાના ઉલ્લેખો પરથી જણાય છે.
આ ચૈત્ય પરિપાટીમાં તેમણે જાલેર નગરનાં પાંચ જિનાલયોનું વર્ણન આપ્યું છે. જો કે સુવર્ણગઢ ઉપર ૩ દેરાં સિવાય ગઢ નીચે જાલોરમાં બીજાં ૧૧ જૈન દેરાં છે, જેમાંનાં ૯ શહેરની અંદર અને ૨ શહેરની બહાર છે. બહારનાં બે દેરાઓમાં પહેલું સુરજપળની બહાર શ્રી ઋષભદેવનું અને બીજું શહેરની પશ્ચિમ તરફ પાણીમાઈલ ઉપર ગોડી પાર્શ્વનાથનું દેવું છે. શહેરની અંદરનાં દેરાસરો પૈકી ૧ આદિનાથ, ૨ શાંતિનાથ, ૩ નેમિનાથ અને ૪ મહાવીર સ્વામી –આ ચાર તીર્થકરોનાં ૪ દેરાસર તપાવાસમાં આવેલાં છે. ખરતરાવાસમાં ૫ પાર્શ્વનાથાનું, ખાનપુરાવાસમાં ૬ મુનિસુવ્રતસ્વામીનું, ફેલાવાસમાં ૭ વાસુપૂજ્યનું, કાંકરિયાવાસમાં ૮ પાર્શ્વનાથનું અને માણેકચોકની પાસે બલહુડીષાળ” માંનુ ૯ જીરાવલા પાર્શ્વનાથનું છે. આ નવ સાથે શહેર બહારનાં બે અને ગઢ ઉપરનાં ત્રણ જિનમંદિરને ગણતાં કુલ ૧૪ મંદિરે જાહેરમાં છે.
આ જાલોર નગર એરણપુરા સ્ટેશનથી ૩૮ માઇલ દૂર પશ્ચિમમાં સેવનગિરિ પહાડની તળેટીમાં સુદડી નદીના કાંઠે વસેલું છે, અને જોધપુરથી ૭૦ માઈલ દૂર દક્ષિણ દિશામાં આવેલું છે. જાલેરગામ જોધપુર રાજ્યના પરગણાઓમાંનું એક છે. ત્યાં લગભગ ૨૦૦૦ જનની વસતી છે.
જાલોર પહેલાં “જાવાલિપુર' નામે ઓળખાતું હતું; એમ કેટલાક ગ્રંથો અને લેખો પરથી તથા બારમી સદીના પરમારના તાંબાપત્ર ઉપરથી તેમજ તેરમી સદીમાં લખાયેલા ચહુઆના લેખ ઉપરથી જણાઈ આવે છે. જાલોરની આસપાસનો પ્રદેશ તે સમયે “પિવાહિકામંડલ ' નામે ઓળખાતો હતો.
આ નગર કેણે વસાવ્યું તે હજી જાણી શકાયું નથી. પરંતુ વિક્રમની દશમી સદી પછી ત્યાં થઈ ગયેલા રાજવીઓના ઇતિહાસનો પત્તો લાગે છે. કર્નલ ટોડે લખ્યું છે કે રાણું ખેમાણુના વખતમાં જાલોર આબાદ હતું. . સંવત ૧૧૬૫ના વૈશાખ સુદિ ૧૫ ને ગુરવારે લખાયેલા “ કાસથા’ ગામના દાનપત્ર અને જાલોરના કિલ્લાના તોપખાનાની દિવાલમાં લાગેલા સં૦ ૧૧૪ ના લેખ મુજબ ત્યાં વાપતિરાજ પરમારથી રાજ્ય શરૂ થયું. સં. ૧૧૬૫ ને દાનપત્રમાં પરમારની પેઢી આ પ્રમાણે છે: ૧ વાક્પતિરાજ, ૨ ચંદન, ૩ દેવરાજ, ૪ અપરાજિત, ૫ વિજજલ* અને ૬ તિહદેવ, જ્યારે સં. ૧૧૭૪ ના લેખમાં ૫ વિજલ પછી ૬ ધારાવર્ષ અને ૭ વસલ રાજાઓ થયાનું જણાવ્યું છે. આ પ્રત્યેક રાજાઓનો ૨૦ વર્ષનો રાજ્યકાળ ગણીએ તે એકંદર ૧૨૦ વર્ષ પૂર્વે એટલે સં. ૧૦૪૫ અથવા ૧૫૪ થી એ વંશનો ત્યાં અધિકાર હતા,
એમ માની શકાય. સં. ૧૦૮૦માં વેતાંબરાચાર્ય શ્રોજિનેશ્વરસૂરિએ શ્રી હરિભદ્રસૂરિના કાર પર વિદ્વતાભરી ટીકા આ નગરમાં જ પૂરી કરી હતી. અને તેમના ગુરુભાઈ શ્રીબુદ્ધિસાગરે યુવાન થાજut પણ તે જ વર્ષમાં ત્યાં પૂરું કર્યું હતું.
સુધાની ટેકરીના લેખ પ્રમાણે વિક્રમની તેરમી સદીની શરૂઆતમાં નાડેલના ચહુઆણ રાજા આહણને પુત્ર કીર્તિપાલ પોતાની રાજધાની જાલોરમાં લાવ્યો. બીજાં પ્રમાણોથી | ... શ્રી જ્ઞાવાસ્ક્રિપુરારક્ષમતવિવાદિકામvg૪ત્તitતના......
* વિજજલે ભીનમાલ પાસેનું કાસથા ગામ એક બ્રાહ્મણને દાન કર્યું હતું.
For Private And Personal Use Only