SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ અને નાસ્તિકવાદ લેખક: શ્રીયુત પાપટલાલ માનજીભાઇ મહેતા સામાન્ય જનતામાં અને કેટલાક કેળવાયેલાં હિંદુઓમાં પણ એવી માન્યતા પ્રવર્તે છે કે જૈન લેાકેા ચૂસ્ત નાસ્તિકા છે. આ માન્યતાનું મૂળ ગમે તે હા, પણ તે ખેાટી જ છે, અને તેમાં કેવળ જૈને પ્રત્યેના અસત્ય આક્ષેપ સિવાય બીજુ` કાંઈ નથી, એ વાત બતાવવા આ લેખમાં કાંઇક પ્રયાસ કરવામાં આવ્યેા છે. સૌથી પહેલાં તે જૈન લૉકાના વ્યવહાર જોતાં પણ તેમની સામે નાસ્તિકતાને આક્ષેપ ટકી શકે તેવા નથી. તેએ પરભવને માને છે, નરક, સ્વર્ગ અને મેક્ષ સ્વીકારે છે, પુણ્ય અને પાપ મુલ રાખે છે, સ'સારને અસાર અને નિત્ય માતી તેને ત્યાગ ઉપદેશે છે, આત્મા અને પરમાત્મા વિષે પરમ આદર્ બુદ્ધિથી જુએ છે. તેમના સળંગ વ્યવહારમાં જોશે! તે ખાત્રો થશે કે તે પરમાત્માનું પૂજન-ભક્તિ, સ્મરણુ–ધ્યાન પ્રતિદિન કરે છે. નિગ્રન્થ તેમના ગુરુ છે, જેએ કાઈ પણ સ્વાસ્થ્ય વિના સત્ય ઉદેશ આપે છે, અને તેમના ધર્મના પાયાના સિદ્ધાંત અહિંસા છે. જૈતાના આ વ્યવઙાર ઉપરાંત તેમની ભીતરમાં જઈ જોવામાં આવે તે વિશેષ પાકી ખાત્રી થશે કે જૈન ધર્માં પૂર્ણ આસ્તિક દર્શીન છે, અને તેના પ્રત્યે જે કેટલાંક સૂગ ધરાવે છે, અને તેમની અહિંસાની મશ્કરી કરે છે, તે કેવળ નિરાધાર છે. દુનિયામાં પ્રચલિત ધર્માંમાંના મેટા ભાગમાં આ વિશ્વના કર્તા ઇશ્વર છે એ માન્ય તાનું પ્રતિપાદન કરેલું છે; અને આ માન્યતાના પડઘારૂપે જે જે ધર્માંમાં સૃષ્ટિના કર્તા તરીકે ઇશ્વરને માનવામાં નથી આવેલ તે સઘળાં ધર્માંતે તેએ એક પાટલે બેઠેલા માની તે સઘળાંને નાસ્તિક ધર્મો તરીકે સખાધે છે. પરંતુ આ માન્યતા વિષે આપણે જરા ઉંડાણુથી પૃથક્કરણ કરવાની જરૂર છે, કેમકે સૃષ્ટિને કર્તા હોવા જ જોઈએ અને તે ન માને તે બધા નાસ્તિકા આ બાબતનું પૂર્ણુ સ્પષ્ટીકરણુ થયા વિના વિરાધના ખુલાસા ગળે ઊતરે નહિ. ઇશ્વરે સૃષ્ટિ રચી તેમ નહી માનનારા ધર્મમાં જૈનધર્મ મુખ્ય છે. આવી માન્યતા ધરાવનાર બીજા ધર્મો પણ છે, જે બધા ભૌતિક કે ચાર્વાક દતાની ક્રાટિનાં છે, જેમાં ઇશ્વરે સૃષ્ટિ રચી એમ માનેલ નથી. આમ છતાં આવાં ચાર્વાક કાટિનાં ધર્માં અને જૈનધમ વિષે ઉપર ઉપરથી પશુ જોનારને ખાત્રી થાય છે — ઝૈન ધમતી સૃષ્ટિ-અકતૃત્વવાદની માન્યતા તેમના પૂર્ણ આત્મજ્ઞાનમાંથી ઉદ્દભવી છે. ઉપરના અન્ય ધર્માંતી અતૃત્વવાદની માન્યતા ધ્રુવળ જડવાદનું કારણ છે. આ બધા ધર્માં આત્માને, પરભવને, પાપ-પુણ્યને, નરક–સ્વર્ગ અને માક્ષને, ઇત્યાદિ કાર્ય તત્ત્વને કબૂલતાં નથી. તેઓ ચૈતન્યને પાંચ ભૂત-પદાર્થોનું કારણ કે કા` માને છે, અને જળના પરાટાની જેમ તે તેમાં જ વિલય પામી જાય છે એમ માને છે, એટલે ચૈતન્ય મહાશૂન્ય બની જાય છે. ‘ ખાધુ–પીધુ” તે આપણા બાપનું ' એવી વિલાસી ભાવના ત્યાં પ્રબળરૂપે પ્રવ છે. તેઓ માંસ, મદિરા, મૈથુન વગેરે ભાગધમાં સ્વીકારે છે. જ્યારે જૈનધમ આત્મા, ક, પાપપુણ્ય, સ્વર્ગ, નરક, મેાક્ષ અને તેના ઉપાયા વગેરે તમામ તત્ત્વને માને છે. આ બાબ For Private And Personal Use Only
SR No.521600
Book TitleJain_Satyaprakash 1944 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy