________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ક્રમાંક ૧૦૪ “ધના અને રત્ના પોરવાડ જ્ઞાતિના શિરોહી સ્ટેટના નાંદીયા ગામના વતની હતા. દંતકથા એવી છે કે એક વખત એક મુસ્લીમ શહેનશાહને એક પુત્ર પોતાના પિતાથી રિસાઈને રાજપુતાનામાં થઈને જતો હતો. આ બન્ને ભાઈઓએ તેને સમજાવીને પિતાના પિતાની રાજધાનીમાં મોકલ્યો. આથી સહનશાહ બહુ ખૂશ થયો અને તેમને કચેરીમાં રાખ્યા. પરંતુ થોડા વખત બાદ ગામના ગપગોળાથી તેમને જેલમાં મોકલ્યા અને તેમને જુદી જુદી જાતના ૮૪ સિક્કાનો દંડ કરીને મુક્ત કર્યા. તેઓ પિતાના મુલકમાં પાછા ફર્યા પરંતુ પિતાનું જૂનું વતન નાદીયા છોડીને રાણપુરની દક્ષિણે માલગઢ ગામમાં વસ્યા. તેઓએ માદડીમાં એક મંદિર બંધાવ્યું, જે પાછળથી રાણપુરના નામે પ્રખ્યાત થયું કારણકે મંદિરની બધી જગ્યા તેઓએ રાણુ કુંભા પાસેથી ખરીદી હતી. જમીન એ શરતે વેચવામાં આવી હતી કે તેમાં રાણું કુંભાનું નામ રહે. એક રાત્રે સ્વપ્નમાં ધનાએ દૈવી રથ જે અને તેના નકશા બનાવવા માટે બધા બ્રાહ્મણને કહ્યું. તેમાં મુંડાળાના વતની દેપાને નકશે પાસ થયો. માદલી ગામ સાદડીથી ૬ માઈલ દક્ષિણે હતું. આ કુટુંબ સાદડીમાંથી ઘાણેરાવ ગામમાં વસ્યું. આને ચૌદમા વંશને કુટુંબી નાથ મલાજી શાહ હજુ ઘાણેરાવમાં હયાત છે. મંદિરને મૂળ નકશે સાત માળને હતો પરંતુ ચાર માળ જ બંધાયા તેથી હજુ સુધી (પ્રતિજ્ઞા પૂરી ન થવાથી તેના કુટુંબીઓ અસ્ત્રાથી દાઢી કરતા નથી. ચૈત્ર વદી ૧૦ ને રાણપુરમાં મોટો મેળો ભરાય છે તે વખતે ન ધ્વજ ચઢાવવાને હક્ક તેમના કુટુંબીઓને જ હજી છે. આસો સુદ ૧૩ ને દિવસે તેવો જ બીજો મેળો ભરાય છે, પરંતુ ધ્વજા બદલાતી નથી, આ કાર્યમાં તેને બીજા જેન શરાફ નામે ગુણરાજે મદદ કરી હતી. તેણે અજાહરી, પીંડવાડા અને સોલેરાના મંદિર બંધાવ્યા અને પુનરુદ્ધાર કરાવ્યો હતો.
“ દંત કથા પ્રમાણે ધનાને પુત્ર ન હતા, જ્યારે શિલાલેખમાં ઓછામાં ઓછા બે પુત્ર–જજ્ઞા અને જાવડા–નાં નામ આપ્યાં છે. ફક્ત આ જ ફરક છે.
“ઉપરના બે કાર્યો ઉપરાંત આબુ ઉપર “કો શમ” નામનું મંદિર બંધાવ્યું છે, જેનું ખર્ચ લગભગ પૌડ ૧૦ લાખ થયું છે જેમાં પૌડ ૮૦ હજાર રાણું કુમ્ભ આપ્યા હતા.
કર્લન ટોડ કહે છે કે-આ મંદિર ઝનુની મુસલમાનથી બચી ગયું છે, પરંતુ સ્થાનિક વાત પ્રમાણે ઔરંગઝેબ એક વાર ત્યાં આવી ગયેલો અને તેના પરિકર તથા તોરણ ભાંગી નાખેલાં, જે હજુ પણ લેકે બતાવે છે. જે દિવસે ભાંગતોડ શરૂ કરી તેજ રાત્રે ઔરંગઝેબ અને તેની બેગમ માંદાં પડયાં અને રાત્રે અષભદેવ તીર્થકર બેગમના સ્વપ્નામાં આવ્યા, બેગમે બીજે દિવસે આ કામ બંધ કરવા કહ્યું તેથી તે બંધ રહ્યું. ઔરંગઝેબે તેમાં બીજે દિવસે દીવા કરાવ્યા અને મૂર્તિની પૂજા કરી.
ભમતીમાં ૧૯મા સૈકાના પૂર્વાર્ધના જૈન ભકતાએ બંધાવેલા દેવકુલિકાના શિલાલેખ છે. આમાંનાં ઘણુંખરા, ભકતો પાટણ, ખંભાત અને બીજા સ્થળના એશવાલ હતા.”
આ મંદિર બંધાયું તેજ અરસામાં અને તેના પ્રતિષ્ઠાપક શ્રી સમસુંદરસૂરિ કાળધર્મ પામ્યા તે જ વર્ષમાં એટલે સં. ૧૪૯૯ માં શ્રી મેહવિએ પ્રત્યક્ષ જોયેલું વર્ણન પિતાના
For Private And Personal Use Only