________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ ] રાણિગપુર-ચતુર્મુખપ્રાસાદ-સ્તવન [ ૩૬૯
સં. ૧૭૪૬માં પં. શ્રીશિવવિજયજીના શિષ્ય કવિ શ્રીશીયવિજયજીએ રચેલી તીર્થમાત્રામાં ધરણશેઠ માટે ખાસ ધ્યાન ખેંચે તેવી હકીકત મળે છે, તેને સાર એ છે કે
શ્રીધરણશેઠે બત્રીશવર્ષના ભરયૌવનમાં વિમલાચલ પર આવેલા બત્રીશ સંધ વચ્ચે સંધતિલક કરી, ઇંદ્રમાલ લઈ ચોથું બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચર્યું. તેઓ કુંભા રાણુના બધા મંત્રીઓમાં બુદ્ધિનિધાન મંત્રી હતા અને તેમણે યૌવન અને પૈસાને સાર્થક કરી ઉત્તમ કામ કર્યા.
આ વર્ણનથી જણાય છે કે પંદરમી સદીમાં રાણકપુર ઘણું સમૃદ્ધિશાળી નગર હતું, એટલું જ નહિ ત્યાં શ્રાવકેની સંખ્યા પણ સારા પ્રમાણમાં હશે. કહેવાય છે કે ત્યાં એકલા શ્રાવકનાં જ ત્રણ હજાર જેટલાં ઘરે હતાં. અત્યારે તે મંદિરના કિલ્લા સિવાય નિવાસ
ગ્ય એકે સ્થળ નથી. જ્યાં ત્યાં પડેલાં અવશેષો અને ખંડિયેરોથી એ મનહર નગર વેરાન બન્યું છે.
[ ૩ ]. ત્યાંના એક શિલાલેખ પરથી રાણપુરની ઉત્પત્તિ, રાજવંશો અને ધરણુવિહારની હકીક્ત જાણવા મળે છે. રાણકપુર નામ તે વખતના રાણા કુંભકર્ણના નામ પરથી પડયું છે. તેમાં ગુહિલવંશી ૪૦ પેઢીના રાજાઓની નામાવલી આપેલી છે. તેમાં શ્રીજગટ્યદ્રસૂરિ અને શ્રીદેવેન્દ્રસૂરિનાં નામો પણ ઉલ્લેખાયાં છે. ધરણશાહે રાણકપુરના મંદિર ઉપરાંત અજાહરી, પિંડરવાટક, સાલેર આદિ સ્થાનોમાં નવાં મંદિર બંધાવ્યાં હતાં અને કેટલાકને જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતે.
કહેવાય છે કે ધરણશાહને કંઈ સંતાન ન હતું, પણ શિલાલેખમાં તેમને બે પુત્ર અને તેમના ભાઈને ચાર પુત્રો હતા–એમ જણાવેલું છે. તેમનું વંશવૃક્ષ આ પ્રમાણે છે –
સંધપતિ માંગણ સંધવી કુરપાલ (સ્ત્રી કામલદે)
સં. રત્ના (સ્ત્રી રત્નાદે)
સં૦ ધારણાક (સ્ત્રી ધારલ)
જાઝા
લાખા મને સેના સાલિગ
જાવડ આ સંબંધી વિશેષ હકીકત “આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇડિયા”ના સન ૧૯૦૭૮ ના એન્યુઅલ રીપેર્ટના પુ. ૨૦૫ થી ૨૧૮ માં શ્રીયુત ડી. આર. ભાંડારકરે એ મંદિરના વિષયમાં એક વિસ્તૃત લેખ લખ્યો છે. તેમાં મંદિરના બંધાવનાર ધરણુશાહની હકીકત આપેલી છે. તેથી તેને ટૂંક સાર નીચે અપાય છે.
For Private And Personal Use Only