SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૪ સુશેભિત વિમાન સમું દેખાય છે. પચીશથી ત્રીશ પગથિયાં ચડયા પછી મંદિરની પ્રથમ ભૂમિકા આવે છે ને તેના પર બે માળ છે. તેમાં ચૌમુખજી વિરાજમાન છે. ૪૮૦૦૦ ચોરસ ફૂટના વિસ્તારમાં ૧૪૪૪ થાંભલા, ચેવીશ રંગમંડપ, ચારે બાજુએ ૭૨ શિખરબંધી દેરીઓ ચાર ખુણે બબ્બે દેરાસરે તેના અલગ રંગમંડપ, સભામંડપ અને મુખમંડપથી અલંકૃત આ દેવપ્રાસાદ ભારતીયકળાનો અનુપમ નમૂનો છે. સર જેમ્સ ફર્ગ્યુસને આ દેવાલયની મુક્તક પ્રશંસા કરી છે –“દેવાલયનું ભોંયતળિયું સપાટીથી બહુ ઊંચું હોવાને લીધે તથા મુખ્ય મુખ્ય ઘુમ્મટની વધારે ઊંચાઈને લીધે એક મહાન જૈન દેવાલયને બરાબર ખ્યાલ આપે છે. ખરેખર આવી શિલ્પવિદ્યાની સુંદર અસર ઉપજાવે તેવું હિંદુસ્તાનમાં એક પણ દેવાલય નથી.” બાસઠ વર્ષ કામ કર્યા પછી તેમાં ત્રણ માળ જ રા થયા અને ચોથે માળ થતાં થતાં તો તેમને યમરાજને કાળઘંટ સાંભળાવા લાગ્યો. સાત માળનું પિતાનું સ્વપ્ન સિદ્ધ ન થઈ શકર્યું. તેથી ધરણશાહે સવેળા જ સં. ૧૪૯૬ માં મૂળનાયક શ્રીષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા એ સમયના યુગપ્રધાન શ્રીસેમસુંદરસૂરિ, જેમની સાથે ચાર સૂરિઓ, નવ ઉપાધ્યાય અને ૫૦૦ સાધુઓને વિશાળ પરિવાર હતો, તેમને હાથે કરાવી. તેમના શિષ્ય શ્રી પ્રતિષ્ઠાસામે સં. ૧૫૫૪માં રચેલા સોમનાથ નામના કાવ્યમાં તેમના ઉત્કૃષ્ટ જીવનનું વર્ણન આલેખ્યું છે. તેના નવમા સર્ગમાં ધરણું શેઠના ધરણવિહારની થેડી હકીકત આપી છે તે જાણવા જેવી છે સંઘપતિ ધરણના આગ્રહથી શ્રીસેમસુંદરસૂરિ રાણપુર નગરમાં વિહાર કરતા પધાર્યા. ત્યાં તેઓ ધરણશેઠે બનાવેલી વિશાલ પૌષધશાળામાં ઊતર્યા. આ પૌષધશાળામાં ૮૪ ઉત્તમ પ્રકારના કાષ્ઠના સ્તંભ હતા અને વ્યાખ્યાનશાળા, ચેક તેમજ અનેક એારડાઓ હતા. એક દિવસે સૂરિએ વ્યાખ્યાનમાં જિનપ્રતિમા અને જિનમંદિર કરાવવાથી થતા પુણ્યફળનું વર્ણન કર્યું. એ ઉપદેશે ધરણશેઠનાં હૃદયમાં સુંદર અસર નિપજાવી અને કૈલાશગિરિ સમું ઉન્નત મનહર મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. તેમણે શ્રેષ્ઠ શિલ્પીઓને બોલાવી સિદ્ધપુરના રાજવિહાર જેવું અનુપમ મંદિર બાંધવાને આદેશ કર્યો. શિલ્પીઓએ પ્રથમ ઘડેલા પત્થરને બંધબેસતી રીતે જડીને પીઠબંધ બાંધ્યો. તેના પર ત્રણ માળ ચણાવી મધ્યમાં અનેક પ્રકારના ઊંચા મંડપ બનાવ્યા. અનેક પ્રકારની પૂતળીઓની સુંદર નકશીથી સુશોભિત થયેલા મંદિરને જોઈ લેકેનાં ચિત્ત આશ્ચર્યમગ્ન બની ગયાં. એ મૂળ મંદિરની ચારે બાજુએ ચાર ઉજ્જવળ ભદ્રપ્રાસાદો બનાવ્યા. આમ નંદીશ્વરતીર્થના અવતારસમું અને ત્રણે લેકેમાં દેદીપ્યમાન જણાતું હોવાથી તેનું નામ “શૈલેશ્વદીપક” રાખવામાં આવ્યું. પછી તેમાં સૂર્યબિંબ સમાન તેજસ્વી આદિનાથ ભગવાનનાં ૪ બિબની શ્રીમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ધરણશેઠે ગરીબેને ખૂબ દાન દીધું અને પ્રતિષ્ઠા સમયે જ આશ્ચર્ય પમાડનારા મહેસો કર્યા. સદગુણી શ્રીધરણશેઠે અગાઉ ગુણરાજ શ્રેષ્ઠીએ કાઢેલા સંઘમાં પિતાના દેવાલય સાથે યાત્રા કરી હતી. એ મહત્સવની પછી સોમદેવ વાચકને તેમણે આચાર્યપદ અપાવી તેમના મહત્સવમાં પુષ્કળ દ્રવ્ય વાપરી સુકૃત પ્રાપ્ત કર્યું.” For Private And Personal Use Only
SR No.521599
Book TitleJain_Satyaprakash 1944 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy