________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝાંઝરીયા મુનિવર
[ રહ્યું ઘોર ઉપગ મુક્તિ સમભાવી મુનિવર ત્યાંથી વિહાર કરતા કંચનપુર નગરમાં આવ્યા. ત્યાં એમનાં બહેન રાજરાણુ હતાં. મુનિવર રાજહંસની ચાલે ચાલતા, ઈસમિતિ જોતા નગરમાં આવે છે. ત્યાં તે બહેને-રાજરાણીએ ભાઈને જોયા, ઓળખ્યાઃ આહ? આ તે મહારા માડીજાયા ભાઈ! તેનાં રૂંવાડે રૂંવાડે ભ્રાતૃપ્રેમ ઉભરાય. પડખામાં જ રહેલા રાજાએ આ જોયું. તેને થયું. રાણીજી કેમ આટલાં પ્રફૂલ્લિત થયાં? રાણીજી જ્યાં જેને જોઈ રહ્યાં હતાં ત્યાં રાજાએ જોયું; એક સંયમી, ત્યાગમતિ મુનિ મહાત્મા ચાલ્યા આવતા હતા. રાજાને ક્રોધ વ્યાપો. રાજા ભાન ભૂલ્યો. તેની આંખમાં ઈર્ષ્યાનું ઝેર ઉભરાયું ખરે જ, જેને જોતાં જ રાણજી આટલાં પુલકિત થાય એ કઈક તેને યાર-પ્રીયતમ લાગે છે. એને તો જીવતે જ દાટી દેવું જોઈએ. તરત જ નીચે જઈ રાજાએ સૈનીને હુકમ કર્યોઃ આ ચાલ્યા જાય છે તે સાધુને તલવારથી ઉડાવી દઈ ખાડામાં દાટી છે.”
બસ થઈ ચૂકયું. યમરાજની ક્રૂર દૃષ્ટિ મુનિ મહાત્મા ઉપર પડી. સૈનિકોએ જઈ મુનિવરને રોક્યા અને ઊંડા ખાડામાં બેસાડવા. મુનિમહાત્મા સમજી ગયા આજે આત્મ- * નિરીક્ષણ, સંયમ અને સમતાની પરીક્ષાનો સમય છે. તરત જ અનશન સ્વીકારી રાશી લાખ છવાયોનિ સાથે ખમાવી, પિતાના કર્મને ઉદય આવ્યો જાણી તે આત્મનિરીક્ષણમાં મસ્ત બન્યા. મુનિવરે પિતાના ચિત્તને સમજાવ્યું. આજે તારા જ્ઞાન, બાન, તપ અને સંયમની પરીક્ષા છે, માટે બરાબર દઢ થઈ ઉપસર્ગને સહેજે. તે અન્યાન્ય દુઃખે ઘણું ભમાં સહ્યાં, આજે આત્મશુદ્ધિ માટે આ બધું સહેજે. આમ શુભ ભાવના ભાવતા મુનિવર * કર્મક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ક્ષે ગયા. સૈનીકેએ તલવારથી ધડ જુદું કર્યું અને મુનિવરને આત્મા સિદ્ધશિલાએ પહોંચી ગયે. પરંતુ આ મુનિહત્યાથી નગરમાં હાહાકાર થઈ રહ્યો. આ જ સમયે એક સમળી લેહીથી ખરડાયેલ એને મુહપત્તિ લઈ પિતાનું ભક્ષ્ય માની ઊડી ગઈ. રસ્તામાં રાજમહેલ ઉપર જ એ ઓ ને મુહપતિ પાડયાં. રાણીએ તે જોયું, તપાસ્યું. આ ને મુહપત્તિ સાધુજીનાં છે. આજે જ હારા ભાઈ આ નગરમાં આવ્યા છે. તે સાધુ છે. એ તેમના લોહીથી ખરડાયેલું છે. બસ, રાણજીએ ધાર આંસુએ રડવા માંડ્યું. રાજાએ પૂછ્યું, કેમ શું છે? રાણુજીએ કહ્યું, મહારા ભાઈ સાધુ થયા છે. તે અહીં આવ્યા છે. આજે આ નગરમાં તેમને કોઈક દુષ્ટ માર્યા છે. તેમના લોહીથી ખરડાયેલ આ ઓદ્યો ને મુહપત્તિ અહીં આવ્યાં છે. આ સાંભળતાં જ રાજા ચમકઃ હું ! શું એ તમારા ભાઈ હતા? એ સાધુ થયા હતા? અરેરે! મેં દુષ્ટ જ ઈષ્યવશીભૂત થઈ આ ઘોર પાપ કર્યું છે. ધિક્કાર છે મહારી અજ્ઞાનતાને અને મહિને !
રાજ અને રાષ્ટ્ર મુનિવરના દેહ પાસે આવે છે. રાજા ખૂબ જ પશ્ચાતાપ કરી, આત્મનિંદા કરી રહેલ છે. એવું આકરું રૂદન અને પશ્ચાતાપ કરે છે કે એ પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં તેનાં કર્મ બળીને ભસ્મ થાય છે. અને તેને ત્યાં જ કેવલજ્ઞાત મટે છે, અને શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. પશ્ચાત્તાપ એ તો એક પવિત્ર ઝરણું છે જેમાં આત્મા સ્નાન કરી શુદ્ધ થાય છે. રાજાએ યથાર્થ પશ્ચાત્તાપ કરી શુદ્ધિ મેળવી આત્મકલ્યાણ સાધ્યું.
ધન્ય છે એ મુનિવરતી સમતાને ! ધન્ય છે તેમની શિયલવ્રતની દક્તાને અને ધન્ય છે એ શુદ્ધ પશ્ચાત્તાપ કરી શુદ્ધ થનાર રાજાને!
N.
For Private And Personal Use Only