SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૨ યુવતી ખાલી: “મહારાજ, એ બધું હું જાણું છું. આ યુવાની ચાર દિવસની ચાંદની છે. એક વાર મ્હારી સાથે મેાજ મઝાહ અને આનંદ લૂટા, પછી પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થઈ મુક્તિમાર્ગ આરાધીશું. આજ તા માછલું જાળમાં સપડાયું છે. હવે એ છુટી શકે તેમ નથી. પરન્તુ બ્રહ્મચર્યાંનું અમેદ્ય કવચ પહેરીને કામશત્રુને જીતવા નીકળેલા આ મહાત્માને એ યુવતીનાં વચનેાની લેશમાત્ર અસર ન થઈ. ખૂબ જ દૃઢ બની આત્માને વધુને વધુ સ્થિર કરતા સમતાસમાં રમી રહ્યા છે; શેઠાણી ઉપર ધ્યા વર્ષાવતા કહે છે: “ વ્હેન ! આ શિયલનું ખંડન નરકનું દ્વાર છે. આ વિષયસુખ વિષને ભંડાર છે.” આટલું કહેવા છતાં તે યુવતી માનતી નથી અને મુનિજીની નજીક આવે છે ત્યારે મહાત્માજી ફરી કહે છેઃ “ મ્હેન ! તુ આધી રહીને જ વાત કરજે, શિયલના પ્રતાપની તને ખબર નથી. અરે, એના પ્રતાપે જ આ સૂર્ય અને ચંદ્ર ચાલે છે, પૃથ્વી સ્થિર છે. એના પ્રતાપે તે— "वह्निस्तस्य जलायते जलनिधिः कुख्यायते तत्क्षणम् । मेरुः स्वस्पशिलायते सृमपतिः सद्यः कुरंगायते ॥ व्यालो माल्यगुणायते विषरसः पियुषवर्षायते । यस्यांगेऽखिललोकवल्लभतमं शीलं समुन्मीलति ॥ " જેનું શરીર શિયલ શાભે છે તેને અગ્નિ પાણીરૂપ થાય છે, સમુદ્ર એક તીક જેવા થાય છૅ, મેરુ એક નાના પત્થર જેવા થાય છે, સિંહરાજ મૃગજેવા થઇ ર્જાય છે, સાપ ફૂલની માલા અને છે, ઝેર અમૃત ખને છે. આટલું કહી મુનિવરે ચાલવા માંડયું. પણ કામાંધ બનેલી એ યુવતીએ ક્રોધના આવેશમાં ચરિત્રના ચમત્કાર બતાવતાં મુનિરાજના પગમાં પેાતાનું ઝાંઝર પહેરાવ્યું, અને તે એકદમ જોરથી દોડી મુનિવરને વળગી પડી. મુનિવર જોર કરી તેને ત્યાં જ તÐોડી ચાલી નીકળ્યા. યુવતીએ પેાકાર કર્યાઃ “બચાવા ખાવા” આ સાધુ,—આ ઢાંગી સાધુ મ્હારી આબરૂ લઈને ચાહ્યા જાય છે. અરે, જુઓ હારુ ઝાંઝર પણ એના પમાં છે. જનતાએ–દારંગી દુનિયાએ-આ વચના સત્ય માન્યાં, સત્ય પ્રગટયુ : શિયળના મહિમા. જનતા મેઢે આવ્યું તેમ ખાલી રહી છે. મુનિરાજ ચુપચાપ ચાલ્યા જાય છે, અને નિદાસ્તુતી શ્રવણે સુણીને હરખ શાક નવ આણે; 66 તે જગમાં જોગીસર પુરા નિત ચઢતે ગુણુઠાણું,” આ વચનેને ચરિતાર્થ કરે છે. આખા નગરમાં મુનિરાજ ઉપર ફિટકાર નિંદાનેા વર્ષાદ વરસી રહ્યો છે. પરન્તુ યુવતીના ધરને આખા પ્રસંગ તેના મેહેલ સામેના રાજમહેલમાંથી ત્યાંના રાજવી જોઈ રહ્યા હતા. એમણે મનમાં મુનિરાજના સંયમની, તેમની ધીરતાની પ્રશ'સા કરી. એમનું શુદ્ધ 'ઉજજવલ ચારિત્ર રાજાએ બરાબર નિહાળ્યુ હતું. યુવતીએ ઝાંઝર પહેરાવ્યું, ખાટી રાપાડી, અને જે જે ઢાંગ આદર્યા હતા તે બધા રાજાએ નજરે જોયા હતા. તેમણે તરત જ રાજદરબાર ભરી યુવતીને ખેલાવીને ડા આપતાં કહ્યું; “ધિક્કાર છે તને, મુનિવરને કલંક આપતાં તને શરમ ન આવી? તારાથી ફસાયા નહીં, ઠગાયા નહીં એટલે તે આવું ધાર કલંક આપ્યું. તારા જેવી પાતકી–દુષ્ટ સ્ત્રી “મ્હારા રાજ્યમાં ન જોઇએ.” મુનિરાજને ઉત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવી શિયલનું માહાત્મ્ય પ્રગટાવ્યું. For Private And Personal Use Only
SR No.521599
Book TitleJain_Satyaprakash 1944 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy