SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૯ સત્ય અસત્ય ઉભયના મિશ્રણ રૂપ મિશ્ર ભાષાના પણ દશ પ્રકાર છે. જે ભાષાને વિષય અંશે બાધિત છે, અને અંશે અબાધિત છે, તે મિશ્ર કહેવાય છે. છીપને વિષે “હું જગતમ્' મતકૂ ઘરારા " ઈત્યાદિ અસત્ય અંશે સત્ય છે. “રજત” અંશમાં અસત્ય છતાં ઈદઅંશમાં સત્ય છે. “ઘટ” અંશમાં અસત્ય છતાં “ભૂતલ” અંશમાં સત્ય છે. મિશ્ર ભાષાના દશ પ્રકાર ૧ ઉત્પન્નમિશ્ર--“આજે દશ બાળક જન્મ્યા છે. વસ્તુતઃ દશ નહિ પણ દશથી અધિક અથવા ઓછા જમ્યા છે. અથવા હું દશ રૂપિયા આપીશ એમ કહીને દશ નહિ આપતાં પંદર કે પાંચ આપવા એમાં આપવાની ક્રિયા થઈ તે સત્ય છે, પણ દશ નહિ આપતાં ઓછા અધિક અપાયા તે અસત્ય છે. એ રીતે કઈ પણ ક્રિયામાં ન્યૂનાધિક કરવા છતાં કથન મુજબ ક્રિયા કરવી તે ઉત્પન્નમિશ્ર ભાષા છે. ૨ વિગત મિશ્ર–-ઓછા અધિક મરવા છતાં આજે દશ વૃદ્ધો મરી ગયા એમ કહેવું તે વિગતમિત્ર છે. ૩ ઉત્પન્ન વિગત મિશ્ર-જૂનાધિક જન્મવા અને મરવા છતાં દશ જન્મ્યા અને દશ મર્યો એમ કહેવું તે ઉત્પન્ન વિગત મિશ્ર છે. ૪ જીવમિશ્ન--બહુ જીવે અને થોડા જીવથી મિશ્ર સમુદાયને જીવ તરીકે કહે. ૫ અજીવમિશ્ર--બહુ મરેલા અને થેડા જીવતાને અછવ સમુદાય કહેવો. ૬ વાછમિશ્ર–ચૂનાધિક છવાજીવ હોવા છતાં છવાજી રાશિ છે એમ કહેવું તે. ૭ અનંતમિશ્ર–પ્રત્યેક અને સાધારણ બંને હોવા છતાં અનંતકાય કહેવું. ૮ પ્રત્યેક–અનંતકાયથી યુક્તને પ્રત્યેક વનસ્પતિકાય તરીકે ઓળખાવવા. ૯ અધામિશ્ર–રાત ન પડી હોય તો પણ રાત પડી એમ કહેવું, સૂર્યોદય ન થયે હોય તે પણ સૂર્યોદય થયે એમ કહેવું ઇત્યાદિ. ૧૦ અધધાઅધામિશ્ર–રાત કે દિવસના પ્રહરાદિ અન્ય પ્રહરાદિ સાથે મિશ્રિત કરીને બલવા, જેમકે પ્રથમ પિરિસી વખતે મધ્ય દિન કહેવો, છેલ્લા પ્રહર વખતે સંધ્યાસમય કહે ઈત્યાદિ. અનુભય-અસત્યામૃષા અથવા વ્યવહારભાષાના બાર પ્રકાર છેસત્ય, અસત્ય, અને મિશ્ર, એ ત્રણ ભાષાથી વિપરીત લક્ષણવાળી ભાષાને શાસ્ત્રમાં અસત્યામૃષા” અપરનામ “વ્યવહારભાષા” કહે છે. સત્યાદિ ભાષાની જેમ તે પ્રવર્તક નિવર્તક નથી, કિન્તુ વ્યવહાર ચલાવવાના સાધન માત્રરૂપ છે. સ હિi સત્યમ્' એ સત્ય શબ્દની વ્યુત્પત્તિ છે, સત એટલે સજન પુર, સુંદર (મૂત્તર ) ગુણો અથવા વાછવાદિ વિદ્યમાન પદાર્થો તેને હિતકારી તે સત્ય કહેવાય છે. સજજન પુરુષો એટલે ઉત્તમ મુનિઓને હિતકારી, જેમકે આત્મા છે, કર્મ છે, પરલેક છે, ઈત્યાદિ-મુનિમાર્ગને અનુકુલ વચને તે સત્ય છે. સુંદર મલેર ગુણે તેને હિતકર એટલે તેની આરાધનામાં ઉપકારી, જેમકે અહિંસા સંયમ બ્રહ્મચર્ય ઈત્યાદિ ફલદાયી છે. હિંસા, અસંયમ, અબ્રહ્મ ઇત્યાદિ દુર્ગતિદાયક છે. છવાઇવાદિ સત્ પદાથે તેને હિતકારી-યથાસ્થિત પ્રત્યાયન કરાવવા દ્વારા ઉપકારી-જેમકે આત્મા દેહવ્યાપી છે, લેક ચૌદ રાજુપ્રમાણ છે. For Private And Personal Use Only
SR No.521598
Book TitleJain_Satyaprakash 1944 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy