________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૪૫
અંક ૭ ]
ભાષા–વિશુદ્ધિ ૬ Àષનિઃસૃત--ષાવિષ્ટનું સઘળું વચન અસત્ય છે જેમકે “જિનેશ્વર કૃતજ્ય નથી” “જિનેશ્વરનું ઐશ્વર્ય ચન્દ્રજાલિક છે, ઇન્દ્ર જાલિયા વગેરે વિદ્યાતિશય વડે પણ ઐશ્વર્ય બતાવે છે, તેમ જિનેશ્વર ઇન્દ્રજાલિક છે પણ કર્મક્ષય કરવા વડે કૃતાર્થ થયેલ નથી, એ પ્રમાણે ભગવદ્દગુણમત્સરિનું વચન અસત્ય છે. (પરગુણ અસહન રૂપ માત્સર્ય તે દ્વેષ છે અને તે સિવાયને અપ્રીતિ રૂપ પરિણામ તે ક્રોધ છે. એટલે ક્રોધ અને દ્વેષમાં ફરક છે.)
૭ હાસ્યનિઃસૃત--હાસ્યમહોદયજનિત પરિણામ વિશેષથી બાધિત અર્થવાળું જે મૂષા બોલે તે હાસ્યનિઃસૃત અસત્ય છે, જેમકે- જયેલી વસ્તુ પણ મેં જોયેલી નથી” ઈત્યાદિ કહેવું તે.
૮ ભયનિઃસૃત--ભયથી વિપરીત કહેવું–ારી કરી હોય છતાં રાજ્યની આગળ “હું ચેર નથી એમ કહેવું છે.' ( ૯ આખ્યાયિકાનિવૃત–રામાયણ મહાભારતાદિ ગ્રન્થોમાં જે અસમ્બદ્ધ વચન કહ્યાં છે તે આખ્યાયિકાનિઃસૃત અસત્ય છે. વેદાદિ શાસ્ત્રોમાં જે વચને કહ્યાં છે તે કાલાસુરાદિએ લોકોને ઠગવા માટે કહ્યાં છે માટે તે આખ્યાયિકાનિઃસૃતમાં નહિ પણ માયાનિ ચુતમાં અંતર્ભાવ પામે છે.
૧૦ ઉપઘાતનિઃસૃત–પર અશુભ ચિન્તન પરિણત અભ્યાખ્યાનાદિ “ અચારને ચર કહે ” ઈત્યાદિ ઉપધાતનિઃસૃત અસત્ય છે.
અસત્ય પણ પ્રશસ્ત પરિણામથી બોલાય તે સત્ય છે, જેમકે પ્રવચનપ્રષ્ટિ રાજદિકને લબ્ધિધર સાધુ ક્રોધથી કહે કે “તું રાજા નથી અથવા કામાતુર સ્ત્રીની પ્રપંચ જાળમાંથી બચવા માટે શીલધુરંધર પુરુષ માયાથી કહે કે “ પુરુષ નથી” તે અસત્ય નથી. અહીં
પપદની પ્રશસ્ત નૃપમાં કે પુરુષપદની અપ્રશસ્ત પુરુષમાં લક્ષણ થઈ શકે નહિ, અન્યથા બધે જ લક્ષણું કરવાથી કઈ પણ વચન અસત્ય રહે જ નહિ.
અસત્ય બોલવાનાં મુખ્ય કારણ ત્રણ છે—૧ રાગ-માયાદિ કષાય અને હાસ્યાદિ નોકષાય. ૨ ટ્રેષ-ક્રોધાદિ કષાય અને ભયાદિ નોકષાય. ૩ મોહ––ત્રણ પ્રકાર છે-- ૧ ભ્રમ--અતદ્દમાં તદ્દન અધ્યવસાય. ૨ પ્રમાદ–ચિત્તાનવધાનતા (અનુપયોગ). ૩ કરણાપાટવ-ઈન્દ્રિય-અસામર્થ્ય.
અસત્ય બોલવાનાં દશ કારણોનો સંગ્રહ નયન ના અભિપ્રાયથી ત્રણમાં સમાવેશ થઈ શકે છે. તો પણ વ્યવહારસિદ્ધિ માટે દશ વિભાગનો પ્રયોગ પણ તે તે જીવોને માટે ઉપકારક છે. અસત્યના ચાર પ્રકાર બીજી રીતે પણ થાય છે.
(૧) સદભાવપ્રતિષેધ--જીવ નથી, પુણ્ય નથી, પાપ નથી, ઈત્યાદિ.
(૨) અભૂતદુભાવન --જીવ છે પણ અણુ છે અથવા વ્યાપક છે, અથવા શ્યામાક તંદુલ માત્ર છે, ઇત્યાદિ.
અર્થાન્તર--ગાયને ઘોડે, ઘેડાને ગાય, ઈત્યાદિ. - ગë–-નિન્દવાના અભિપ્રાયથી નીચત્વવ્યંજક કાણ, અધ, બહેરા ઈત્યાદિ શબ્દો બોલવા તે.
For Private And Personal Use Only