SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭ ] ભાષા-વિશુદ્ધિ [ ૩૪૭ એથી વિપરીત તે અસત્ય-આત્મા નથી, કમ નથી, પરલેક નથી; અહિંસા સંયમ તપ બ્રહ્મચર્ય આદિ ફલદાયી નથી; આત્મા સર્વ વ્યાપી છે લોક સાત દ્વીપ સમુદ્ર પ્રમાણ છે; ઇત્યાદિ મોક્ષમાર્ગને પ્રતિકુળ, આરાધનાને અટકાવનાર, તથા પદાર્થોને વિપરીત બોધ કરાવનારાં વચને અસત્ય છે. અશોકવન, આમ્રવન, ખરાબ ગામ ઈત્યાદિ મિશ્રભાષા છે. અશોક વનમાં અશોકના વૃક્ષો છે તે અંશમાં સત્ય, અને અશોક સિવાયનાં પણ વૃકે છે તે અંશમાં સત્ય નથી. તે જ રીતે આમ્રવન, ખરાબ ગામ ઈત્યાદિ વાકયમાં પણ સત્યાસત્યનું મિશ્રણ હોવાથી મિશ્ર છે. ગામ ખરાબ છે એમ કહેવાથી ગામના પ્રત્યેક માણસ ખરાબ છે એમ નહિ, પણ ઘણાખરાં ખરાબ છે, એટલે જ એનો અર્થ છે. વ્યવહાર ચલાવવા માટે કે સ્વરૂપમાત્રનું પ્રતિપાદન કરવા માટે હે ! અરે ! ઈત્યાદિ સંબંધન આવ! જા! ઈત્યાદિ આના; આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ ઈત્યાદિ વિધિદર્શાવનાર વાકયો વ્યવહારભાષા છે. એમાં કઈ પણ વસ્તુનું પ્રતિષ્ઠાન, ઉન્મેલન કે તે બંનેને કરવાને ભાવ નથી, કિન્તુ તે સિવાય વ્યવહાર માત્ર ચલાવવાનો એક વિલક્ષણ ભાવ છે. અનુભય-અસત્યામૃષા ભાષાના બાર પ્રકાર ૧ આમંત્રણ–શ્રોતૃઅવધાનજનક હે ! અરે! ! ઈત્યાદિ. ૨ આજ્ઞાપની કરવા નહિ કરવા સંબંધી આજ્ઞાવચન. ૩ યાચની–ઇચ્છિત પદાર્થની પ્રાર્થના પરક વચન. ૪ પૃચ્છની–કયાંથી આવ્યો ? ક્યાં જઈશ? જીવ કેટલા? અજીવ કેટલા? ઇત્યાદિ પ્રશ્નાત્મક વચન. ૫ પ્રજ્ઞાપની—વિનીતને કર્તવ્યનું પ્રતિપાદન કરનાર વિધિવચન. ૬ પ્રત્યાખ્યાની–પાપ નહિ કરું' ઈત્યાદિ નિષેધ પ્રતિજ્ઞાવચન. ૭ ઇચ્છાનુલોમા–આકરું છું” “આ કરે ” “ વિલંબ ન કરે” પ્રતિબન્ધન કરે' “જહાસુ દેવાણુપિયા’ ઈત્યાદિ ઈચ્છાનુકુળ વર્તવા માટે કહેવામાં આવતાં વચને. ૮ અનભિગ્રહિતા–કોઈ એકનું પણ અવધારણ નહિ કરનાર યદચ્છમાત્ર મૂલક “ડિત્ય “વિત્યાદિ પદો. ૯ અભિગૃહિતા–ઈ એકનું પણ અવધારણ કરાવનાર ઘટાદિ પદે. ૧૦ સંશયકરણ–વૈધવમાના સૈન્ધવને લાવ. સૈન્ધવ એટલે લવણ પણ થાય અને ઘોડે પણ થાય-બેમાંથી એકને નિશ્ચય નહિ કરાવનાર અનેક અર્થ અભિધાયક પદે. ૧૧ વ્યાકૃતા--પ્રકટાર્થવાળી ભાષા છે – જેમકે આ દેવદત્ત ભાઈ છે અને યજ્ઞદત્તને જમાઈ છે. ૧૨ અવ્યાતા–અતિ ગંભીર અને મહાન અર્ચવાલી જેનો તાત્પર્યાયેં સહેલાઈથી For Private And Personal Use Only
SR No.521598
Book TitleJain_Satyaprakash 1944 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy