________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] સંવતપવતક રાજા વિક્રમાદિત્ય
[ ૧૬૩ પામ્યો. ચક્રવર્તી વિક્રમ રાજાએ શાલિવાહન વિષે તિષિઓને પૂછતાં, તેઓએ જણાવ્યું કે શાલિવાહન તમારું રાજ્ય પડાવી લે એવો બળવાન છે અને તે સુપ્રતિષ્ઠાન નગરમાં છે. આથી રાજા વિક્રમે એકદમ લશ્કર તૈયાર કરી સુપ્રતિષ્ઠાન નગર પર ચડાઈ કરી. સામે શાલિવાહન પણું લશ્કર સાથે આવ્યો અને એવી વીરતાથી લડયો કે વિક્રમનું ઘણું સૈન્ય માર્યું ગયું અને વિમ તાપી નદીના ઉત્તર કિનારા સુધી હઠી ગયો. વિક્રમને એ વખતે વિચાર આવ્યો કે શાલિવાહન સાથે લડતાં જ તેની (વિકમની) હાર થશે તો તેણે મેળવેલી કીતિ નાશ પામશે. આથી તેણે શાલિવાહન સાથે સુલેહ-સંધી-કરી અને એવા કરાર કર્યા કે તાપી નદીના ઉત્તરના પ્રદેશમાં વિકાસની સત્તા રહે અને દક્ષિણના ભાગમાં શાલિવાહનની સત્તા રહે. એ પ્રમાણે કરાર થતાં શાલિવાહન સુપ્રતિષ્ઠાન નગરમાં ગયો ને ત્યાં તેણે પોતાની ગાદી સ્થાપી. એ પછી શાલિવાહને પિતાનો શક લાંબે કાળે પ્રવર્તાવ્યો.
વિકમનું મૃત્યુ કાશિમર જીતી લીધા પછી વિક્રમે કમિરની ગાદી પર માતૃગુપ્ત ( કવિ કાળીદાસ ) ને બેસાડ્યો. માતૃગુતે કાશ્મિરમાં ૪ વર્ષ અને ૯ માસ સુધી રાજ્ય કર્યા બાદ વિક્રમનું મૃત્યુ ૧૧૧ વર્ષની ઉમરે, ૯૩ વર્ષ સુધી અવંતીમાં રાજ્ય કર્યા બાદ, ઇ. સ. ૫૯ માં
યોગી સમુદ્રપાલના હાથથી થયું એમ ૧૩ મી શતાબ્દિમાં થયેલ ભટ્ટારક ઈંદ્રનંદિએ રચેલ “નીતિસાર” નામે ગ્રંથ પરથી જણાય છે. એ પછી યોગી સમુદ્ર પાલ શાલિવાહનનો દરબારી થયો. વિક્રમના મૃત્યુથી સમસ્ત પ્રજાએ બહુ શોક કર્યો, એમ નીતિસાર ગ્રંથમાં જણાવ્યું છે. જે ઉપર લખેલ બિના ખરી માનીએ તો એ બિના પણ સાબિત થાય છે કે શક લોકોને એક વખત હરાવનાર શકારિ વિક્રમાદિત્યનું મૃત્યુ પણ શક લોકોથી જ થયું
ઉપરની વિગતો પરથી જણાશે કે જેનધર્મ અને જેને લોકો સાથે વિક્રમને ઘાડ સંબંધ હતો અને જેનાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરની પ્રેરણાથી જ વિક્રમસંવત્સરનો જન્મ થયો હતો. વિક્રમે શત્રુંજયનો મોટો સંઘ કાઢીને શ્રી શત્રુંજયની યાત્રા કરી હતી ત્યારે સેના રૂપાના સેંકડો દેવમંદિરે, હજારો હાથિઓ અને હજારો યાત્રાળુઓ એ સંઘમાં હતાં એવી વિગતો જૈન પુસ્તકોમાંથી મળે છે. સ્કંદપૂરાણ, ભવિષ્યપુરાણ, અગ્નિપુરાણ વગેરે પુરાણોમાં વિક્રમ વિષે ઉલેખ મળે છે. ગોપીપુરા, સુરત, ૨૪-૧૧-૪૩
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગસુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”x૧૦” સાઈઝ: આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સોનેરી ઑર્ડર : મૂલ્ય-ચાર આના ( ટપાલ ખર્ચને દોઢ આને જુદો.)
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી ઘીકાંટા, અમદાવાદ.
Stoleo
For Private And Personal Use Only