________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ તેમાંથી ધુમાડો નીકળ્યો. તે બાદ અગ્નિની જવાળા પ્રગટ થઈ અને જવાળામાંથી જેને તીર્થંકરની પ્રતિમા પ્રગટ થઈ. એ જ વખતે રાણીઓને શાંતિ થઈ અને શ્રી વિક્રમને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા રેંટી. તે પછી એક વખત એવો બનાવ બન્યો કે રાજા વિક્રમ જે રસ્તા ઉપરથી પસાર થતા હતા, તે જ રસ્તા પરથી દિવાકર મહારાજને દૂરથી જોઇને, રાજા વિક્રમે મનમાં ને મનમાં તેમને વંદન કરી. શ્રી દિવાકર મહારાજે, એ વંદન થતાં જ, રાજાને મોટેથી “ધર્મલાભ” કહ્યો. આથી શ્રી વિક્રમને દિવાકર મહારાજ ઉપર વધુ શ્રદ્ધા ચોંટી, અને રાજાએ દિવાકર મહારાજને આપવા માટે એક કરોડ નૈયા મંગાવ્યા.
સંવત્સરની સ્થાપના કેવી રીતે થઇ? દિવાકર મહારાજે, પિતાને માટે રાજાએ મંગાવેલ એક કરોડ સેનૈયા તરફ નિસ્પૃહતા દાખવતાં જણાવ્યું કે “તૃપ્તિ પામેલાને ભોજન આપવું મિથ્યા છે. આ મહેર કરજપીડિત દુઃખી મનુષ્યોને આપી દે.” બીજે દિવસે શ્રી દિવાકર મહારાજ રાજસભામાં આમંત્રણથી ગયા અને રાજાને ચારકથી આશીર્વાદ આપ્યા. એ દરેક શ્લોક જેમ જેમ દિવાકર મહારાજ બેલતા ગયા તેમ તેમ વિક્રમ રાજાએ એક એક દિશાનું પિતાનું રાજ્ય દિવાકર મહારાજને આપવાનું જાહેર કરીને ચારે દિશાનું રાજય અર્પણ કર્યું, અને સપરિ. વાર જેનધર્મ સ્વીકાર્યો. આ વખતે પણ દિવાકર મહારાજે રાજ્યનો અસ્વીકાર કરીને, રાજાને અહિંસાને અને સર્વે જીવને સુખી કરવાનો, અને તે માટે પિતાની રાજસદ્ધિને ઉપયોગ કરવાને ઉપદેશ આપ્યો. રાજાએ એ ઉપદેશ સ્વીકાર્યો અને પોતાના રાજ્યમાં કઈ પણ દુખી રહે નહિ તે માટે રાજ્યને ખજાને ખુલ્લું મૂક્યો. રાજાએ આખા રાજ્યના કરજદારેને મનમાનતું ધન આપીને તેમને કર જમુક્ત કર્યા અને દુ:ખીઓનાં દુઃખ દૂર કર્યા. આથી પ્રજાએ વિક્રમસંવત્સરની સ્થાપના કરીને વિક્રમ સંવત ચાલુ કર્યો.
સિદ્ધસેન દિવાકર રાજા વિક્રમની ઉત્તર અવસ્થામાં, જ્યારે તેનું સૈન્ય દૂરના દેશમાં રોકાયેલ હતું ત્યારે, કઈ બીજા રાજાએ, વિક્રમના રાજ્ય પર ચડાઈ કરી. આથી વિક્રમ રાજાને તેને કેવી રીતે હરાવ તેને વિચાર કરવો પડ્યો. રાજાએ શ્રી દિવાકર મહારાજને આ સ્થિતિ જણાવી. દિવાકર મહારાજે રાજાને શાંત કરીને ચિંતા ન કરવા કહ્યું. બીજે દિવસે દુશ્મનના લશ્કરે લડાઈ કરવા વિચાર કર્યો ત્યારે વિક્રમરાજાનું સૈન્ય ઘણું મેટું જણાયું અને તેથી દુશ્મન રાજ નાસી ગયો. સિન્યને આ રીતે મોટું દેખાડવાના કારણથી વિક્રમ રાજાએ દિવાકર મહારાજને “સિદ્ધસેન”નું બિરુદ આપ્યું ને તે પછી તે મહારાજ “સિદ્ધસેન દિવાકરે” કહેવાયા.
શાલિવાહન સાથે સંધિ હવે પછી જે હકિત અપાય છે તે વિષે વિદ્વાનોમાં મતભેદ છે. ઘણુ વિદ્વાનોને એવો મત છે કે વિક્રમે ૬૦ વર્ષ સુધી રાજ્ય કર્યું અને મરણ વખતે તેની ઉમર ૭૮ વર્ષની હતી. પણ પંડિત ભુજબળી શાસ્ત્રી અને પ્રોફેસર શ્રી દેવસહાય ત્રિવેદી એમ. એ. એવો મત ધરાવે છે કે વિક્રમે ૯૩ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું અને મરણ વખતે તેની ઉમર ૧૧૧ વર્ષની હતી. જ્યારે વિક્રમની ઉમર નેવું વર્ષથી વધુ થઈ ત્યારે દક્ષિણ મહારાષ્ટ્રમાં સપ્રતિષ્ઠાન નગરમાં શાલિવાહનને જન્મ થયો અને તે બાદ તે પિતાના પરાક્રમથી પ્રસિદ્ધિ
For Private And Personal Use Only