________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
- -
-
-
-
-
વિક્રમ-વિશેષાંક ] સંવતપ્રવર્તક રાજા વિક્રમાદિત્ય
[ ૧૬૧ ધર્મ ક્યારે થશે તેની વિગત છે, અને તેને અનુસરીને શ્રી મેરૂતુંગાચાર્ય શ્રી “પ્રબંધચિંતામણિ” નામના ગ્રંથમાં જે હકીક્ત આપી છે તે વિક્રમ રાજાના કાળની ગણનાના સંબંધમાં ઉપયોગી થઈ પડે એવી છે. “તીર્થ કપપ્રમાણે શ્રી મહાવીર પછી ૪૭૦ વર્ષે વિક્રમ થયો. એ ૪૭૦ વર્ષમાં જે જુદા જુદા વંશ રાજ્ય કરી ગયા તેની અનુક્રમણિકા નીચે પ્રમાણે છે – રાજ કરનાર કે રાજવંશનું નામ
કેટલાં વર્ષ રાજ્ય કર્યું? ૧ પાલક ૨ નવચંદ્ર
૧૫૫ ૩ મૌર્યવંશ
૧૦૮ ૪ પુષ્યમિત્ર પ બલમિત્ર-ભાનુમિત્ર ૬ નરવાહન ૭ ગર્દભિલ્લ ૮ શકકુલને રાજા
=
.
વિક્રમરાજા જેન હતા કે નહિ? ગર્દભિલ અને શકરાજાને કાળ ઉપર જણાવેલાં ૪૭૦ વર્ષોમાં આવી જાય છે. ત્યાર પછી વિક્રમે શક રાજાને હરાવીને અવંતીની ગાદી પર પિતાની સત્તા જમાવી. એ સમય દરમિયાન શ્રી વિક્રમ શેવધમાં હતો એમ માની શકાય છે. તેના રાજ્યકાળને કેટલાક વખત વીત્યા બાદ એ રાજ જેનધમ બને તે તેની વિગતો ઉપર જણાવેલા જૈન આચાર્યોના ગ્રંથોમાંથી મળી આવે છે.
એમ જણાય છે કે વિક્રમ રાજાએ અવંતીની ગાદી હાથ કર્યા બાદ કેટલાક સમય વીતી ગયો તે વખતે જેનોમાં એક વિદ્વાન આચાર્ય નામે શ્રી વૃદ્ધવાદિસૂરિ પ્રસિદ્ધિ પામ્યા હતા. તે વખતમાં એક બ્રાહ્મણ પંડિત પણ પિતાની વિદ્વત્તા માટે પ્રસિદ્ધિ પામ્યો હતો. તેનું નામ દિવાકર હતું. એ બ્રાહ્મણ પંડિતે ઘણું પડિતોને હરાવ્યા બાદ શ્રી વૃદ્ધવાદિએ તેને હરાવ્યો અને તેથી તે વૃદ્ધવાદિને શિષ્ય થશે. તે પછી દિવાકર મહારાજ સાધુપણુમાં વિહાર કરતાં કરતાં માળવા દેશમાં જઈ શ્રી મહાકાળેશ્વર મહાદેવના મંદિરમાં જઈને ઊતર્યા. અને શિવના લિંગ સન્મુખ લાંબા પગ કરી સેડતાણી સૂતા. આથી શિવમંદિરના પૂજારીઓએ દિવાકર મહારાજને માર માર્યો. પણ જેમ જેમ દિવાકર મહારાજ પર માર પડવા લાગે, તેમ તેમ વિક્રમ રાજાના મહેલની અંદર રહેતી રાણીઓને માર વાગવા માંડ્યો. આથી રાજ્ય નાનામાં મોટો ખળભળાટ થઈ રહ્યો, અને તે જ વખતે શિવમંદિરના બ્રાહ્મણે તરફથી દિવાકર મહારાજ વિરુદ્ધ ફરિયાદ આવી. પરિણામ એ આવ્યું કે વસ્તુસ્થિતિ તપાસવા વિક્રમ રાજ શિવમંદિરમાં ગયા અને દિવાકર મહારાજને શિવલિંગ તરફ પૂજ્યભાવથી વર્તવા જણાવ્યું. દિવાકર મહારાજે રાજાનો હુકમ સાંભળી શ્રી મહાકાળેશ્વરની સ્તુતિ કરવી શરૂ કરી. સ્તુતિ શરૂ થયા બાદ શિવલિંગ મોટા કડાકા સાથે ફાટયું, અને
For Private And Personal Use Only