________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ જણાવ્યું કે શાહનશાહ જેના ઉપર કેપે છે, તેને ત્યાં એક દૂત સાથે તલવાર મોકલે છે, અને જે માણસને તે તલવાર લેવાની હોય છે તે તે તલવાર લઈને તેનાથી પિતાનું ગળું કાપી આપઘાત કરે છે. જે તે આપઘાત ન કરે તે શાહનશાહ આખા કુટુંબને નાશ કરે છે. આવા ૯૫ (પંચાણુ) શાહી સામંત ઉપર શાહનશાહ કાપે છે, અને તે બધાને આપઘાત કરવા પડશે.
શ્રી કાલકાચાર્યો, ઉપરની બાબત જાણ્યા બાદ, સિસ્થાન (શકસ્થાન)ના ૯૫ શાહીઓને સમજાવ્યું કે તેઓએ આપઘાત કરવાની જરૂર નથી. તેઓ બધાએ સિસ્થાન છોડીને ભરતખંડ અથવા હિંદુસ્થાન આવવા તૈયાર થવું અને તે (કાલકાચાર્ય) તેમને ભરતખંડ અથવા હિંદુસ્થાનમાં સારી સ્થિતિમાં મૂકશે. આથી તે શાહીઓના બધાં ૯૫ કુટુંબે, પિતાના નોકર અને મીલકત સાથે, મોટી સંખ્યામાં, હથીરથી સજજ થઈને, હિન્દુઓના દેશમાં, સિધુ નદી ઓળંગીને ગયા, અને સુરટ વિષય (સુરત કે સૌરાષ્ટ)માં પહોંચ્યા. એ વખતે વર્ષાઋતુની શરૂઆત થવાથી તેઓ નાની સંખ્યામાં વહેંચાઈ ગયા અને જુદા જુદા સ્થાને રહ્યા. શરદઋતુ શરૂ થતાં શ્રી કાલકાચાર્યો શાહીઓને એકત્ર કર્યા અને ઉજજૈન પર ચઢાઈ કરવા તૈયાર કર્યા. એ વખતે શ્રી કાલિકાચાર્યો શાહીઓને પુષ્કળ ધન આપીને ઉત્તેજન આપ્યું અને લાટના રાજાની સહાય મેળવી ઉજજેનને ચારે તરફથી ઘેરો ઘાલ્યો.
ગભિલ્લની હાર અને તેની નાસભાગ ગલિ આ ઘેરાથી ગભરાયે. તેનું લશ્કર આ ઘેરા સામે લડી ન શકયું. એથી છેવટના ઉપાય તરીકે રાજા ગર્દભલે જાહેર કર્યું કે તે બીજે દિવસે ગર્દભ વિદ્યાને ઉપયોગ કરશેઃ એ વિદ્યાના પ્રતાપથી એક ગધેડી કિલ્લા (કોટ) પર દેખાશે અને મોઢેથી ભૂકશે, અને જે કાઈ સીપાહી તેનો અવાજ સાંભળશે તે બેડેશ થશે, તેના મોંમાંથી લેહી વહેશે અને તે મરણ પામશે. આ ખબર મળતાં શ્રી કાલિકાચા શાહીઓમાંથી ૨૦૦ ચુનંદા તીરંદાજોને તૈયાર કર્યા અને તેમને હુકમ આપો કે તેઓએ જે વખતે કિલ્લા પર ગધેડી ભૂંકવા માટે મેં ઉપાડે ત્યારે એક સાથે ૨૦૦ તીર ધનુષ્યમાંથી છોડીને ગધેડીનું માં ભરી દેવું અને તેને ભૂંકવા દેવી નહીં. ન બીજે દિવસે ગઈ ભિલે જાહેર કર્યા મુજબ ગધેડીએ દેખાવ દઈને ભૂંકવા માટે મેં ઉઘાડ્યું કે ૨૦૦ ધનુષ્યમાંથી એક સાથે બાણ ફૂટયાં અને ગધેડીનું મેં તારાથી ભરાઈ ગયું, અને ગધેડી ભૂકી ફી નહી. પરિણામે શ્રી કાલકાયાય સાથેનું શક વિશ્કર ઉજજૈનમાં દાખલું થયું અને ગર્દભિઃલની હાર થઈ. અને ગર્દ ભિલ નાસી ગયે. આ પછી, એમ જણાય છે કે ઉજ્જૈનમાં શક લોકોમાં એક આગેવાન શક રાજ્યગાદી પર બેઠે. આ શક લેકે અકસ્થાન (ચિસ્તાન)ના હતા તેથી તેઓ શક કહેવાયા અને તેમનું રાજ્ય શક લોકોનું રાજ્ય કહેવાયું.
શક લોકે પ્રોફેસર ડોકટર એનેકોને, “
ઈ પશન્સ ઈડીકેરમ” નામના સને ૧૯૨૯ માં ઓર્ડ પ્રેસમાં છપાયેલ પુસ્તકના બીજા ભાગમાં જણાવે છે કે શકે પહેલાં પામીરમાં હિંદુકુશની ઉત્તરમાં અને બલખ અને સાગડિયાનાના પૂર્વમાં વસતા હતા. તેઓની વસ્તી કાપીઅન સમુદ્ર સુધી ફેલાયેલ હતી અને પાછલથી તેઓ સિસ્તાન (સકસ્થાન)માં પણ
For Private And Personal Use Only