SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ પામ્યા હતા. ડો. ત્રિભોવનદાસ લહેરચંદ શાહ એ મતના જણાય છે, અને તે સંબંધમાં તેમણે “પ્રાચીન ભારતવર્ષમાં લંબાણથી ચર્ચા ચલાવી છે. પણ બીજાં પુસ્તકેમાંથી એવી વિગતો મળી આવે છે કે વીર વિક્રમાદિત્યે ૧૧૧ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું, અને ૬૩ વર્ષો સુધી રાજ્ય કર્યું હતું. સ્વર્ગવાસી શ્રી ચમનલાલ સંઘવીએ પણ વીર વિક્રમ સંબંધમાં કેટલીક શોધખલ કરી હતી. અને તેઓ એવા નિર્ણય પર આવ્યા હતા કે એ રાજા બે હજાર વર્ષો અગાઉ થયા હતા, અને તેઓએ જ વિક્રમ સંવત ચલાવ્યો હતો. આપણે પણ, જુદાં જુદાં પુસ્તકના આધારે અત્રે એ વિચાર કરીશું કે વીર વિક્રમ ક્યારે થયા છે તેમને સંવત કયારે શરૂ થયો ? તેમનાં માતા અને પિતા કોણ હતાં? તેમણે “પરદુઃખ ભંજન”નું બિરુદ કેવી રીતે મેળવ્યું ? તેમની પ્રજા તેમને શા કારણથી ચાહતી હતી ? વીર વિક્રમાદિત્યના પિતા કેણુ? ભારતીય ગ્રંથમાં એવી ગણત્રી મળી આવે છે કે ઈ. સ. પૂર્વે ૬પ ના અરસામાં ઉજજૈન-અવંતીમાં દર્પણ નામે રાજા રાજ્ય કરતો હતો, અને એ રાજ દર્પણ તે જ વીર વિક્રમાદિત્યના પિતા હતા. “કથાસરિત્સાગર” નામના કથાગ્રંથમાં એ નૃપતિને મહેન્દ્ર નામે લખેલ છે, જ્યારે બીજા ગ્રંથમાં એ રાજાનું નામ “ગÉભિલ” તેમજ “ગધવસેન” હતું એમ માલમ પડે છે. “દર્પણ” અથવા “ગઈભિલે” અથવા ગર્ધવસેને” ગર્દ ભી નામની વિદ્યા સાધ્ય કરી હતી, અને એ વિદ્યાના પ્રતાપથી એ ગભિલ રાજા પિતાની સતા ટકાવી શક્યો હતો, તેથી તેને વંશ “ ગભિલ” નામે પ્રખ્યાતિ પામ્યો હતો. વીર વિક્રમાદિત્ય એ “ગભિલ વંશ”ના બીજા રાજા હતા. - ગભિલ્લ અથવા ગર્ધવસેન એમ કહેવાય છે કે–ગદંભિલલ અથવા ગર્ધવસેન રાજા મંત્રવિદ્યાથી ગર્દભ-ગધેઢાનું રૂપ ધારણ કરી શકતો હતો અને એ સ્થિતિમાં રૂપવંતી સ્ત્રીઓને ઉપાડી જતો હતો. વિદ્યાભૂષણ પંડિત ભૂજબલી શાસ્ત્રી અને પ્રોફેસર શ્રી દેવસહાય ત્રિવેદી એમ.એ. ના જણાવ્યા પ્રમાણે એ ગદમિલ રાજાનાં લગ્ન ગુજરાતના રાજા તામ્રલિપ્તર્ષિની કન્યા મદનરેખા સાથે થયાં હતાં. અને એ મદનરેખા રાણીથી વીર વિક્રમાદિત્યને જન્મ થયો હતો. એ ઉપરથી માનવાને કારણ મળે છે કે વીર વિક્રમાદિત્યના પિતાનું નામ “ગભિલ” “ ગધવસેન” કે “દર્પણ” હતું, જયારે તેમની માતાનું નામ રાણી મદનરેખા હતું. “અભિધાનરાજેન્દ્રમાં રાજ “ ગઈભિલ્લ” નો સમય વીરસંવત્ ૪૫૩ થી ૪૬૬ સુધીનો જણાવે છે. એટલે કે વિક્રમ સંવત પૂર્વે ૧૭ થી વિક્રમ સંવત પૂર્વે ૪ સુધી ગભિલ્લે રાજ્ય કર્યું હતું. વિક્રમ સંવત ( ૮૫૦ માં થયેલા જિનસેન વિષે બીહાર ઓરિસા રિસર્ચ સોસાયટી જનરલ (Bihar Orissa Research Society Journal)ના ૧૬ મા પુસ્તકના ૨૩૪ મા પાના પર ઉલ્લેખ છે. જિનસેન જણાવે છે કે ગર્દભિાનો કાળ વીરસંવત ૩૪૫ થી ૪૪૫ સુધીને હેવો જોઈએ. - શ્રી કાલકાચાર્ય રાજા શ્રી ગભિલના નામ સાથે શ્રી કાલકાચાર્ય નામના જેનોના એક મહાન આચાર્યનું નામ જોડાએલું છે. એ કાલકાચાર્ય સંબંધમાં અમેરિકાના અને જર્મનીના વિદ્વાનોએ પણ ઘણું લખ્યું છે. વોશીંગટન (અમેરિકા) ના વિલિયમ નામન બાઉને For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy