________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] વિક્રમાદિત્ય અને જૈન સાહિત્ય [ ૧૫૩ વિક્રમસંવત્સર તરીકે રૂપાન્તર યશોવર્મન કરે કે માળવાની પ્રજા કરે કે બંને મળીને તેમ કરે અને સાલ ચાલુ ગણે, નહિ કે એકથી શરૂ કરે એ માનતાં જરૂર પંચાવું પડે છે.
ચન્દ્રગુપ્ત બીજાને પણ વિક્રમ સંવતના પ્રવર્તક માનવામાં આ વાંધે આવે છે. અને બીજે વાંધા એ છે કે એના દાદાએ ગુપ્તસંવત્ ચલાવ્યું તેને એ માન ન આપે એ વધારા પડતું છે. વળી એણે વિક્રમ સંવત ચલાવ્યો તે એને પૌત્ર સ્કંદગુપ્તના ગિરનારની ખડક ઉપરના લેખમાં તેમજ એની પછીના “ગુપ્તવંશના રાજાઓના લેખમાં ગુપ્ત ગણના કેમ છે?
ગભિલ્લને-દર્પણને વિક્રમાદિત્ય અને વિક્રમસંવના પ્રવર્તક માનવામાં એની દુષ્ટતા–સરસ્વતી સાધ્વીના અપહરણની બીના આડખીલી રૂપ છે, કેમકે આ ઘટના ખોટી માનવાનું કંઈ કારણ જણાતું નથી એટલે એને સાચી માનીએ તે પરદુઃખભંજન, પોપકારી, સદાચારી એવાં વિશેષણોથી વધાવતો વિક્રમાદિત્ય આ સંભવી શકતો નથી. હા, એને પુત્ર પ્રસ્તુત વિક્રમાદિત્ય હોય તો એની ના નહિ, પણ એનું એવું નામ છે ખરું ? ગભિલનું બીજું નામ ગંધર્વસેન છે એમ કેટલાક માને છે પણ તે કેટલે અંશે વ્યાજબી છે?
ગઈભલ્લ પરાજય કરવામાં શકાનો અને બલમિત્ર તેમજ ભાનુમિત્રને હાથ છે એ વાત સ્વીકારીએ તો એના પછી કાં તો શકે કે કાં તે બલમિત્ર કે ભાનુમિત્ર ગાદી ઉપર આવે. શકોએ ચાર વર્ષ સુધી રાજ્ય કર્યાને ઉલ્લેખ મળે છે, પણ ત્યાર બાદ તે બલમિત્રનું નામ ગણાવાય છે. આ ઘટના સમજાતી નથી, કેમકે શું શકોએ પિતાની મેળે એને રાજગાદી સોંપી દીધી કે બલમિત્રે એમની પાસેથી ઝૂંટવી લીધી? ગમે તેમ પણ જે બલમિત્રને ગાદી મળી હોય તો કાલાંતરે એ “શકારિ ગણાય; કેમકે એને શકે સાથેની લડાઇમાં હારેલા ગભિલને વારસદાર ગણવાની–એના પુત્ર ગણવાની આગળ ઉપરની જનતા કદાચ ભૂલ કરે. પણ જે સિદ્ધસેન દિવાકરે વિક્રમાદિત્યને પ્રતિબોધ પમાડ્યો હતો એ સાચું હોય તે એ વિક્રમાદિત્ય તે આ એમ માનવામાં એક વાંધા એ છે કે એ બંનેને સમય અત્યાર સુધીના સંશોધન મુજબ ભિન્ન છે. કદાચ એ બંને સમકાલીન કરે, તે પણ કાલકસૂરિ જેવા આચાર્યનો ભાણેજ અજેન હોય અને તેને પ્રતિબોધ પમાડવાની જરૂર રહે ખરી ? બાકી વિકમાદિત્ય એ એના અર્થાત્ બલમિત્રના નામનો પર્યાય છે, એને થયાને લગભગ ૨૦૦૦ વર્ષ થયાં છે, એ ભારતભૂમિને પુત્ર છે અને કાલકરિ જેવા નિમિત્તજ્ઞાની અને ધુરંધર આચાર્યનો એ ભાણેજ છે એટલે એ દાનવીર હોય અને તેમ હોઈ એ પ્રસ્તુત વિક્રમાદિત્ય સંભવે ખરે.
પૃ. ૧૫૦ સપ્તર્ષિસંવત = લૌકિક કાલ = લૌકિક સંવત = શાસ્ત્રસંવત–પહાડી સંવત =
કચાસંવત પૃ. ૧૬૧ કલિયુગસંવત = ભારતયુદ્ધસંવત = યુધિષ્ઠિર સંવત. પૃ. ૧૭૩ કલચુરિસંવત્ = ચેદિસંવત = સૈકૂટકસંવત. પૃ. ૧૭૫ ગુતસંવત = વલભીસંવત (કાલાન્તરે ).
છે. ફલીટ પ્રમાણે શકસંવત = કનિષ્કસંવત્, આ પ્રમાણે The Indian Culture (Vol. VII, p. 458 )માં પ્રધચન્દ્ર સેનગુપ્ત ઉલ્લેખ કર્યો છે. અહીં જે એમને “Kaniska's Era” નામનો લેખ (પૃ. ૪૫૭-૪૬૨માં) પ્રસિદ્ધ થયો છે તેમાં તેમણે સૂચવ્યું છે કે રાજા કનિષ્કનો સંવત ઈ. સ. ૭૯ ના ડિસેમ્બરની ૨૫ મી તારીખે એટલે શકના બીજા વર્ષમાં શરૂ થશે એમ માનવાથી ડો. કેનેએ નોંધેલ ખરેષ્ઠી શિલાલેખ (group B)માં અપાયેલી તારીખે ઉપરથી જે શરતો ઉદ્દભવે છે તે જળવાઈ રહે છે.
For Private And Personal Use Only