________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર ]
શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦-૧-૨ વવા માટે હોય તો ના નહિ-બુકે તે વિશેષ સંભવ છે. (૫) વિક્રમાદિત્યનું નામ બૌદ્ધ પરંપરામાં કે પૌરાણિક વંશાવલીમાં જણાતું નથી. (૬) વિક્રમસંવત એવા સ્પષ્ટ ઉલેખવાળો જુનામાં જુને શિલાલેખ વિ. સં. ૮૧૧નો છે. (૭) જે જૈન ગ્રન્થમાં વિક્રમ સંવત એવા સ્પષ્ટ નિદેશવાળી રચના-સમય છે એ બધામાં વિ.
સં. ૧૦૨૯માં રચાયેલી પાઈયેલછીનામમાલા જેટલી પ્રાચીન કૃતિઓ ગણીગાંઠી છે. (૮) વિકમની નવમી શતાબ્દીમાં રચાયેલાના ઉલ્લેખવાળે એવો એકે ગ્રંથ જણાતું નથી. (૯) વિક્રમાદિત્યના જીવનને લગતી સ્વતંત્ર કૃતિ લગભગ વિ. સં. ૧૨૯૦ની પૂર્વેની
મળતી નથી. (૧૦) અન્યાન્ય હકીકતની સાથે વિક્રમના જીવન ઉપર પ્રકાશ પાડનારી ઉપલબ્ધ કૃતિ
વિકમની અગ્યારમી સદીથી પૂર્વેની ઉપલબ્ધ થઈ નથી. (૧૧) “માલવણસ્થિતિના અર્થના સંબંધમાં મતભેદને અવકાશ છે. (૧૨) “ગદંભિલ્લ એ રાજાનું નામ છે કે રાજવંશનું નામ છે એ બાબતને વિચાર
કરતાં એ રાજવંશનું નામ છે એમ માનવું વધારે યુક્તિયુક્ત જણાય છે. (૧૩) ચંદ્રગુપ્ત બીજાની પછી થયેલ “વિક્રમાદિત્ય” નામવાળો કે ઉપાધિવાળો કઈ રાજ એ
પરોપકારશીલ શકારિ વિક્રમાદિત્ય છે અને એણે વિક્રમસંવત્ પ્રવર્તાવ્યો છે એમ
માનવાને કશું કારણ નથી. (૧૪) ચંદ્રગુપ્ત બીજે તે પ્રસ્તુત વિક્રમાદિત્ય છે અને એ વિક્રમ સંવતનો પ્રવર્તક છે
એ મત તદ્દન નિરાધાર નથી, એની તરફેણમાં જેમ કેટલુંક કહી શકાય તેમ છે તેમ
એની વિરુદ્ધમાં પણ સબળ દલીલ રજૂ થઈ શકે તેમ છે. (૧૫) ચંદ્રગુપ્ત બીજાની પૂર્વે થઈ ગયેલા કેઈ રાજાએ ચલાવેલે સંવત્ તે વિક્રમસંવત્
છે અને એ રાજા તે કનિષ્ક, એઝીઝ, ગભિલ, ગભિલનો પુત્ર, બલમિત્ર
કે ખારેલ હશે એમ મનાય છે. આ પ્રત્યેક માન્યતાને થોડોઘણો પણ ટેકે છે. (૧૬) મારું અંગત માનવું અત્યારે એ થાય છે કે જેણે માળવા પર રાજ કર્યું હેય-જેની
રાજધાની ઉજજેન હોય, જે શકેાના સમાગમમાં આવ્યો હોય, જેનું પરાક્રમ પ્રશંસાપાત્ર બન્યું હોય, જે કપ્રિય થયે હેાય અને તેમ થવાથી જેના જીવનવૃત્તાંત સાથે જાતજાતની દંતકથાઓ જોડાયેલી હોય તેના નામથી વિક્રમસંવત્ પ્રવર્તે છે. જે આ મંતવ્ય સાચું હોય તો એ દૃષ્ટિએ વિચારતાં કાશ્મીરનો રાજા વિક્રમ
ત્યિ પ્રસ્તુત નથી, કેમકે એની રાજધાની તે ઉર્જન નથી. એની સામે બીજે વધે એ છે કે એ શકાને હરાવનાર કે મિત્ર નથી, કેમકે ઈ. સ. ૮૦૨માં ચન્દ્ર, ગુપ્ત બીજાએ સિંહને હરાવ્યો અને પાંચ સાત વર્ષમાં શંકાની સત્તા હિન્દમાંથી પરવારી ગઈ એટલે એના સમયમાં તે શકે ભારતવર્ષમાંથી જતા રહ્યા હતા. હુણારિ યશોવર્મનની સામે આ વધે છે. એ ઉપરાંત એ પણ વાંધો ઉઠાવી શકાય તેમ છે કે એક સંવત ચાલતો હોય તેનું નામ બદલવું અને સાથે સાથે એ પૂર્વેના સંવતની સાલની ચાલુ ગણતરી રાખવી એ અસંભવિત નહિ તો વિલક્ષણ ઘટના તે છે જ, એટલે માલવસંવતનું
૭૬ ભારતીય પ્રાચીન લિપિમાલામાં કેટલાક સંવતનાં એક કરતાં વધારે નામ હોવાનું સાચું છે. જેમકે....
For Private And Personal Use Only